ચૂલાની ચિંતા
ચૂલાની ચિંતા
કિરણ ખુબ લાડકી. માતાપિતાનું એકનું એક સંતાન. પિતાજી પ્રાથમિક શિક્ષક અને માતા નર્સ. ઘરમાં કશાની ખોટ નહિ. જે જોઈએ તે હાજર. જે માંગે તે હાજર. રસોઈઘરમાં તો ક્યારેય પગ મૂક્યો જ નથી. રસોઈ કંઈ રીતે બને તે જ ખબર નહિ. એકમાત્ર ગેસ પર ચા બનાવતા આવડે.
અભ્યાસ પૂર્ણ થયો એટલે તરત તેને એક ખાનદાન ઘર મળતા તેના ઘડિયા લગ્ન નક્કી થયા. એક મહિનામાં તેણે થોડી થોડી રસોઈ શીખી લીધી.
લગ્ન લેવાયા. કિરણ પરણીને સાસરે ગઈ. શરૂઆતમાં બે દિવસ તો કંઈ વાંધો ન આવ્યો. ત્રીજા દિવસે સાસુમાએ ઓર્ડર આપ્યો કે, ચૂલા પર રસોઈ બનાવી રાખજો. ઘરના બધા સભ્યો માટે રસોઈ બનાવી રાખજો.
કિરણ મૂંઝાણી. ચૂલો તો ક્યારેય જોયો ન હતો. હવે એને સળગાવવો કઈ રીતે ? મને તો આવડતું નથી. કયારેય જોયો પણ નથી. હવે ત્યાં બધા લોકો નવા. કોઈ પરિચિત નહિ. વાત કરવી તો કોને ? જમવાનો સમય થયો જાય ને ચિંતા વધતી જાય. શું કરું શું ન કરું ? પૂરેપરી મૂંઝવણમાં મૂકાઈ.
હિંમત કરી બે લાકડા નાખી ચૂલો પેટાવવા કોશિશ તો કરી. પણ હાથમાં તિખારો ઉડતા દાઝી ગયા. સાસુ આવી ગયા. એટલું તારી મા એ શીખવ્યું નથી. કિરણ ચોધાર આંસુડે રડી પડી. પણ પોતાની લાગણી સમજી શકે તેવું કોઈ ન હતું.
