Falguni Rathod

Romance

4  

Falguni Rathod

Romance

ચુંબકીય સ્પર્શ

ચુંબકીય સ્પર્શ

3 mins
315


સપનાએ સવારે અચાનક આંખો ખોલી જોયું તો ઘણું મોડું થઈ ગયું હતું. એ ફટાફટ કોલેજમાં જવા નીકળી. આજે એને ત્રણ લેક્ચર લેવાના હતા. એટલે થોડી નિરાંત હતી. સપના ભણીગણીને આગળ વધી. માબાપની એકની એક દીકરી. . . મધ્યમ પરિવારમાં જન્મેલી સપના દેખાવડી ન હતી. એના માતા પિતાને એના લગ્નની ચિંતા રહેતી. એને નજીક જ કોલેજમાં નોકરી મળી ગઈ હતી. એટલે એ એના મા બાપ ને કહેતી , " મારા લગ્નની ચિંતા કરવી રહેવા દો મારે લગ્ન જ નથી કરવા. હુ નોકરી કરીશ અને જીવીશ. "આમ કહેતી સપનાના મનમાં પણ લગ્ન કરી ઠરીઠામ થવાની ઈચ્છા હતી પણ એ ઈચ્છા એ પોતાના માં બાપ આગળ કયારે જાહેર કરતી નહોતી.

હવે એણે પોતાના લગ્ન વિશે વિચારવાનું બંધ કરી દીધું હતું. પણ કેટલાક દિવસથી એની કોલેજમાં મુકાયેલા નવા પ્રાધ્યાપક તરીકે નિમણૂક થયેલા સૂરજને જોઈ એના તરફ એ આકર્ષિત થઈ. સૂરજના વ્યક્તિત્વના ચુંબકીય બળમાં એ ખેંચાઈ રહી હતી. એક તરફી મનોમન ચાહવા લાગેલી સપનાની દુનિયામાં સૂરજ નામના અજવાસના રંગીન સપનાં જોતી. સૂરજ કોલેજના અન્ય પ્રાઘ્યાપકો સાથે જેવો વ્યવહાર કરતો તેવો જ વ્યવહાર એ સપના સાથે કરતો. સપનાની હિંમત નહોતી ચાલતી પોતાના દિલની વાત કહેવાની. એને પોતાના દેખાવ માટે જાણે મનોમન પસ્તાવો થવા લાગ્યો. એ વિચારતી હતી, " લોકોને બાહ્ય સૌંદર્યમાં કેમ રસ પડે છે. . ? આંતરિક સૌંદર્યને કેમ કોઈ જોતું નથી ? લગ્ન કરવા માટે ફક્ત શારીરિક દેખાવ જ જોવાનો હોય. . . ? "

સૂરજ સપના સાથે વાતો કરતો ત્યારે સપના એની વાતોમાં તલ્લીન બની જતી ઘણા સમય સુધી એ બંને વાતો કરતા. સૂરજને પણ હવે સપના પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું. એક દિવસ સૂરજ સપનાને સાંજે સાથે કોફી પીવાનું આમંત્રણ આપે છે. સપનાને સૂરજની આ વાત એક સ્વપ્ન સમાન લાગે છે. બંને કોફી પીવા હોટલમાં જાય છે ત્યાં સપના સૂરજને પૂછે છે, " આમ અચાનક મને કોફી માટેનું આમંત્રણ આપ્યું, શી વાત છે?"

ત્યારે સૂરજ કહે છે, ' સપના હું કેટલાક દિવસોથી તને જોઉં છું, તું જાણે મને કંઈક કહેવા માગે છે પણ કહી નથી શકતી. તારા મનમાં શું છે તે હું જાણવા માગું છું. '

"તારી વાત સાચી છે સૂરજ હું મનોમન તમને ચાહવા લાગી છું, પણ મારા દિલની વાત કહી શકી નહીં એનું કારણ મારો દેખાવ. મારા જેવી ઓછી દેખાવડી વ્યક્તિને કોણ પસંદ કરે ? એટલે મારા દિલની વાત કહેવાની મારી હિંમત ચાલી નહીં. "

"સપના સાંભળ હું પણ તારા પ્રત્યે આકર્ષિત થયો છું અને એ માત્રને માત્ર તારા સુંદર સ્વભાવને કારણે. . . ! મને બહારના રૂપ કરતાં તારા આંતરિક સૌંદર્યને જાણવામાં રસ છે. એ વાત તું આજે જાણી લે. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું બોલ તું મારા બાહ્ય દેખાવ સાથે લગ્ન કરીશ કે આંતરિક દેખાવ સાથે. . . . ?"

"સૂરજ હું તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ છું, મારે લગ્ન તમારા ઉચ્ચ વિચારો સાથે કરવા છે. "સપના આટલું બોલતા ગળગળી બની ગઈ.

સપનાનો હાથ પોતાના હાથમાં લઈ એને આજીવન સાથ આપવાનું સૂરજ વચન આપે છે. સૂરજના હાથનો ચુંબકીય સ્પર્શ થતા સપનાને આજે પોતાના આંતરિક સૌંદર્ય પ્રત્યે પહેલીવાર પ્રેમ જન્મ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance