Vrajlal Sapovadia

Abstract

3  

Vrajlal Sapovadia

Abstract

ચંબુ-દ્વીપમાં બેચલરાઈઝેશન

ચંબુ-દ્વીપમાં બેચલરાઈઝેશન

3 mins
219


ભૂમધ્ય સમુદ્રની ઉત્તરે એક ચંબુ-દ્વીપ નામે ટાપુ હતો. ભૂખમરો, બેકારી ને સર્વત્ર અંધાધૂંધી. ચંબુ-દ્વીપના પ્રમુખના સલાહકારોએ પહેલા ગ્લોબલાઇઝેશન, પ્રાયવેટાઇઝેશન અને લીબરાઇઝેશન લાગુ કરવા સલાહ આપેલી, પણ એનાથી તો સ્થિતિ ઉલટાની વકરી. પ્રમુખે પછી તો આંતરરાષ્ટ્રીય સલાહકારો નીમ્યા. ખુબ અભ્યાસ કર્યા પછી સલાહકારોએ દળદાર રિપોર્ટ પ્રમુખને સુપ્રત કર્યો. જો કે આખો ગ્રંથ તો કોણ વાંચે ને કોણ સમજે ? પ્રમુખે છેલ્લી એક લાઈન જેમાં અંતિમ ભલામણ કરેલી તે પકડી લીધી જેમાં નેચલરાઈઝેશન કરવાની ભલામણ હતી. પણ પ્રમુખને આંખે મોતિયો અને કાને બહેરાશ હતી એટલે ભૂલથી કે ઉતાવળે બેચલરાઈઝેશન વાંચ્યું.

પછી તો આખા ચંબુદ્વીપમાં બેચલરાઈઝેશન લાગુ કરી દીધું. બેચલરાઈઝેશન કાર્યક્રમમાં બે જ જોગવાઈ હતી. દરેક નાગરિકે બેચલર બનવું પડે કે ક્યાં તો બેચલર રહેવું પડે. ક્યારે પરણવું એની દ્વિધામાં વરસો વીતી ગયેલા અને પરણ્યા વગર રહી ગયેલા તેથી પ્રમુખ પોતે તો પહેલેથી જ બેચલર હતાં એટલે એમને તો વિશેષ કાંઈ કરવાનું ન હતું. જોકે પ્રમુખની ઉપર ઘણી બધી ઉપરવાળીની વિશેષ કૃપા હતી. જેમ ધણીનો કોઈ ધણી નથી એમ ઉપરવાળીની ઉપર કોઈ નહીં. 

પ્રમુખને એકાદ ડઝન કુંવર હતા અને તે બધા પણ બેચલર. આખા દેશમાં કોઈ કોલેજ નહીં કે નહોતી કોઈ યુનિવર્સીટી. એટલે કોઈને બેચલર થવું હોય તો પણ થઇ શકે નહીં એટલે એક જ રસ્તો હતો બેચલર રહેવાનો. કેટલાયે નગરના નામ બેચલરપૂર કે બેચલરનગર. શેરીઓની તો વાત જ ના પૂછો. ગામે ગામ 10-20 શેરીના નામ બેચલર ઉપરથી. દેશમાં કોઈ બંગલા તો હતા જ નહીં એટલે મોટા ભાગના ઝુંપડાના નામ બેચલર ઉપરથી. બેચલરકૃપા, બેચલરનિવાસ, બેચલરવિલા ને બેચલરગૃહોની ભરમાર. 

સરકારી કચેરીમાં તો બહાર બોર્ડ જ હોય કે બેચલર સિવાય પ્રવેશ પ્રતિબંધિત. સાહેબ બેચલર, તેમની સેક્રેટરી બેચલર ને સ્ટાફ પણ બેચલર. કોઈ પણ અરજીનું ફોર્મ જુઓ તો પરણેલા છો કે કુંવારા તેવી કોલમ જ નહીં. છાપા અને પૂર્તિઓ ખૂંદી વળો પણ એક લેખ ગૃહસ્થી માટે જોવા ના મળે. શાળામાં 'પરણવાની મઝા' જેવા નિબંધ પૂછી શકાય નહીં. હા દરેક કાયદામાં પરણવાની સજા ઉપર કડક જોગવાઈ જોવા મળે. 

ઘર બસાકે દેખો જેવા કોઈ સ્ટોર નગરમાં અસ્તિત્વ ધરાવે નહીં. ન જોવા મળે કોઈ લગ્ન માટે હોલ. ન પરણવાની સામગ્રીની કોઈ દુકાન કે જાહેરાત. બધા જ બેચલર. અરે દેશમાં કોઈ મરી જાય તો યમરાજ લેવા આવે તે યમરાજ તો બેચલર પણ એનો પાડો ય બેચલર. ને હા જમનો પાડો જોઈ ભસતાં કૂતરા પણ બેચલર.

ને તો ય દેશનો ઉદ્ધાર ના થયો તે ના જ થયો. ઉલટાની ભૂખમરો, બેકારી ને સર્વત્ર અંધાધૂંધી વકરી. બેચલરાઈઝેશન નાબૂદ કરવા ઝુંબેશ ચાલી. 

ડી-બેચલરાઈઝેશનનું આંદોલન ચાલ્યું. સરકારે આંદોલનકારીઓને સમજાવ્યાં કે દેશમાં સર્વત્ર 'બેચલરાઈઝેશન' લખેલા એટલા સ્થળ, બોર્ડ, નગર ને શેરીઓ છે કે એને બદલવા જેટલું આપણું બજેટ નથી. એક ટીખળીએ કહ્યું, બધાને ફરીથી ભણવા બેસાડો ને કોલેજ સુધી પહોંચાડી બેચલર કરો, એ પણ બેચલરાઈઝેશન કહેવાય. સરકારનો બોર્ડ બદલવાનો ખર્ચ બચી જાય. પ્રમુખને આ વાત ગમી ગઈ ને ઠેર ઠેર શાળા કોલેજો ખોલી. બધા ભણવા મંડ્યા ને બેચલર થયા તો દેશ પરદેશથી લગ્નના માંગા આવવા મંડ્યા. ધીમે ધીમે બધા બેચલર થઇ પરણવા મંડ્યા ને ઘર વસાવી કામ ધંધે લાગ્યા. બેકારી ને ગરીબી દૂર થઇ ને લોકોમાં સમજદારી આવી એટલે અંધાધૂંધી ઘટી ગઈ. દેશમાં સુખ શાંતિ વ્યાપી ગઈ. ઇનામ આપવા માટે પ્રમુખ સલાહ આપનાર એ ટીખળીને ગોતવા નીકળ્યા પણ ટીખળી તો પરદેશ નાસી ગયેલો !


Rate this content
Log in

Similar gujarati story from Abstract