Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Jay D Dixit

Crime


4.5  

Jay D Dixit

Crime


ચીમની

ચીમની

2 mins 120 2 mins 120

મકનજી પોતાના ખખડધજ અપાર્ટમેન્ટની અગાશીમાં ઉભો ઉભો સાવ સસ્તી એવી સિગારેટ પી રહ્યો હતો. નજર હતી બરાબર સામે જ્યાં સુન્દરમ મીલની ચીમની દેખાતી હતી. અને એની આસપાસ એવીજ બીજી મીલોના ધુમાડીયા ધુમાડા કાઢતા હતા. આ તરફ મકનજીની સિગારેટ પણ ધુમાડા કાઢતી હતી. પણ, સળગતું હતું માત્ર મકનજીનું હૈયું.

મકનજી સુન્દરમ મીલના કામદાર યુનિયનનો લીડર હતો. એણે એ દિવસે નિર્ણય કરવાનો હતો કે સુન્દરમ મીલની ચીમનીમાંથી ધુમાડા નીકળતા રહે કે પછી અટકી જાય. છેલ્લા છ મહિનાથી એ ખાનગી રાહે મીલમાં કંઇક શોધતો રહેતો હતો. એના હાથમાં એવી જાણકારી આવી હતી કે મીલ મેનેજમેન્ટ મીલમાં જે મટીરીયલ બનાવતો હતો એનો વેસ્ટ એ ગફલત કરીને વેચી દેતો હતો. એ વેસ્ટમાંથી કેમિકલ પ્રોસેસ કરતા સાવ હલકી કક્ષાનો નશીલો પદાર્થ બનતો હતો, જેની લત હવે મીલમાં કામ કરતા લોકો અને એમના પરિવારને પણ લાગી હતી. ગુસ્સે થઈને મકનજી સીધો મીલ માલિકને મળવા ગયો અને એને જે જાણકારી હતી એ છત્તી કરી, પહેલા તો મીલ માલિકે સ્વીકારવા માટે આનાકાની કરી પણ પછીથી એ માની ગયો. જરા પણ ગુસ્સે થયા વગર એણે મકનજી સામે બે વિકલ્પ મુક્યા. ૧. મકનજી આખી વાતને ભૂલી જાય અને જેમ ચાલે છે એમ ચાલવા દે. અને એના બદલામાં મકાનજીને ત્રણ લાખ રૂપિયા અને દરેક વર્કરને ૨૫% પગાર વધારો મળશે. ઉપરથી મેડીકલ પણ ફ્રી થઇ જશે. ક્યાંતો, ૨. મકનજી આવાત બહાર પાડે, મીલ બંધ થાય, વર્કર બેરોજગાર થાય, અને મીલ માલિક મકનજીને મરાવી નંખાવશે.

બસ આ જ વિચારો એના મનમાં ચાલતા હતા. ચીમનીના ધુમાડા બંધ થશે તો લાખો લોકો અટવાય જશે, ઉપરથી આ નશો છુટવાનો નથી પણ વધશે. જાણ જશે એ અલગ અને જો મકનજી મોઢું સીવી દે તો પોતાનું હૈયું ડંખશે, એના હાથે પાપ થશે. આ ધ્વંધયુદ્ધમાં એ અટવાયો હતો. બે-ચાર-દસ સિગારેટો પીવાતી ગઈ અને પેકેટ ખાલી થઇ ગયું. એને નિર્ણય કર્યો કે મીલમાલિક સાથે સમાધાન કરી દેશે અને અંદરખાને આ નશાની વાત સહુને સમજાવીને નશામુક્ત કરશે.

એ નીચે જ ઉતરતો હતો ત્યાં સમાચાર આવ્યા કે મીલમાલિકે મીલ વેચી દીધી છે અને નવા માલિક તરીકે રાઘવ મિલના માલિક આવ્યા છે. એણે હાશકારો લીધો કારણકે રાઘવ શેઠ અત્યંત પ્રામાણિક અને વર્કરને સાચવનારા હતા. એ સીધી મીલ તરફ દોડ્યો અને ત્યાં જ સામેથી બાઈક પર બે વ્યક્તિ આવ્યા અને મકનજીને પેટમાં છરો મારીને ચાલ્યા ગયા. એ ઢળી પડ્યો અને એની આંખ સામે હતી સુન્દરમ મીલની ચીમની. એ હસ્યો, જીવ ગયો પણ એને લાખો લોકોનો જીવ બચાવ્યો હતો. એનો આનંદ એના ચહેરા પર દેખાતો હતો. ચીમની.


Rate this content
Log in

More gujarati story from Jay D Dixit

Similar gujarati story from Crime