jayshreeben b. Patel

Romance Tragedy Others

4.0  

jayshreeben b. Patel

Romance Tragedy Others

છૂટાછેડા

છૂટાછેડા

2 mins
175


૧/૪/ ના રોજ અંકિત અને આશાની મેરેજ એનિવર્સરી હતી. આજે તેમના લગ્નના 18 વર્ષ પૂર્ણ થયા હતા. બંનેનો સુખમાં સંસાર ચાલી રહ્યો હતો. આજે સવારમાં અંકિત વહેલો ઊઠ્યો ને કિચનમાં જઈ મસ્ત ફટાફટ જાતે ચા બનાવી. ચા લઈને તે ગેલેરીમાં આવ્યો. ઊભા ઊભા બહારનું દૃશ્ય જોતાં જોતાં ચા પીવા લાગ્યો.

આશાને થોડો અવાજ આવતા તે પણ જાગી ગઈ, બાળકો જાગે નહીં તે રીતે ધીરેથી તે ઊભી થઈ તેણે જોયું અંકિત ગેલેરીમાં ઊભો ઊભો ચા પી રહ્યો હતો. તેને નવાઈ લાગી કે આટલા વર્ષોમાં કોઈ દિવસ નહીં ને આજે કેમ વહેલો ઊઠી ગયો. તે ધીરેથી અંકિત પાસે આવી અને ઊભી રહીને બોલી કેમ શું થયું ? કેમ વહેલો ઊઠી ગયો ? તબિયત તો સારી છે ? ને કોઈ ટેન્શન છે ? કઈ બા'ર જવાનું છે ? એક સાથે ઘણા બધા પ્રશ્નોનો મારો એક સાથે અંકિત પર ચલાવ્યો. અંકિતે ધીરે રહીને કહ્યું આશા આજે મારે તને એક વાત કરવી છે. હું ઘણા દિવસથી તને કહેવા માગું છું. પણ કહી શકતો નથી. આજે હિંમત કરીને કહું છું. હું હવે તારી સાથે રહેવા માંગતો નથી. હું છૂટાછેડા લેવા માંગું છું.

અંકિતની આટલી મોટી વાત સાંભળી આશાનું દિલ ધબકાર ચૂકી ગયું. એકદમ એને ઝાટકો લાગ્યો. આટલા વર્ષોમાં ક્યારે કોઈ ઝઘડો નહીં. કયારે કોઈ વાત માટે જિદ નહીં. સરળતાથી ઘરસંસાર ચાલતો હતો. અચાનક અંકિતને શું થયું આમ છૂટાછેડા લેવાની વાત કરે છે. આંખમાંથી આંસુઓનો પ્રવાહ ધોધમાર વહેવા લાગ્યો. એ અંકિતની સામે ગેલેરીમાં જ ધ્રુસકે ને ધ્રુસકે એ રડવા લાગી. રડતાં રડતાં બોલી અંકિત મારાથી એવી તો શું ભૂલ થઈ ગઈ છે ? તું મને મારી ભૂલ બતાવ હું મારી ભૂલ સુધારી લઈશ આપણે બેસીને તેનું નિવારણ શોધી લઈએ. પ્લીઝ આમ છૂટાછેડાની વાત ના કરીશ.

આટલી ઉંમરે હવે હું એકલી શું કરીશ. આપણા બાળકોના ભવિષ્યનું શું ? તે વિચાર કર્યો છે કંઈ. હું કઈ જઈશ હું શું કરીશ. કોના ઘરે જઈશ આ દુનિયામાં મારે તારા સિવાય કોઈ નથી. મમ્મી-પપ્પા પણ નથી. હું કોના માટે જીવીશ. આશા રડતી જાય ને બોલતી જાય. તું મને કહે કેમ તારે છૂટાછેડા જોઈએ છે. તને હું ગમતી નથી. તને કોઈ બીજી સ્ત્રી પસંદ છે .તારે એની સાથે મેરેજ કરવા છે. તો હું કરાવી આપીશ પણ હું એકલી રહેવા નથી માગતી, હું તારી જોડે ઘરના એક ખૂણામાં પડી રહીશ. હું તને છૂટાછેડા આપીને પણ તારી જોડે જ રહીશ.

અંકિત તો આશાની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો. અંકિત આશાને ખૂબ જ પ્રેમ કરતો હતો. તે આશાને આજે એપ્રિલ ફૂલ બનાવવા માંગતો હતો. એટલે તો તેણે આજે છૂટાછેડાની ખાલી ખાલી અમસ્તી જ વાત ઉપજાવી કાઢેલી.

 અંકિત આશા પાસે હળવેથી આવ્યો. આશાની આંખમાંથી આસું લૂછ્યા, તેને ગળે લગાવી. હળવેથી તે આશાના કાનમાં બોલ્યો એપ્રિલ ફૂલ આશા.


Rate this content
Log in

Similar gujarati story from Romance