વહાલનો દરિયો
વહાલનો દરિયો
1 min
7
પપ્પા વિશે લખીએ એટલું ઘણું ઓછું છે. માતા વિશે તો ઘણી બધી વાર્તાઓ, કવિતાઓ લખાઈ છે. પપ્પા વિશે ઘણું ઓછું લખાયું છે. ઘરનો મોભ એટલે પપ્પા. ઘરની જવાબદારીનું એકલા હાથે વહન કરતું પાત્ર એટલે પપ્પા. ઘરના બધા જ વ્યક્તિઓની બધી જ ફરમાઈશો પૂરું કરતું પાત્ર એટલે પપ્પા. ઘરના બધા વ્યક્તિઓ માટે તનતોડ મહેનત કરતું પાત્ર એટલે પપ્પા. પપ્પા એટલે ભગવાનનું બીજું સ્વરૂપ દુઃખમાં સૌથી પહેલા પપ્પાની યાદ આવે. પપ્પા એટલે ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણને સહેજ પણ ડગવા ના દે, આપણા ઉપર આવેલી ગમે તેવી મુશ્કેલીમાંથી સરળતાથી રસ્તો પાર કરાવી દે એવું પાત્ર એટલે પપ્પા.
મારા પપ્પા મારા માટે તો વહાલનો દરિયો, સુખનો સાગર.
