jayshreeben b. Patel

Romance Tragedy

4  

jayshreeben b. Patel

Romance Tragedy

છુટતા હાથ

છુટતા હાથ

4 mins
307


વૃંદા અને વિક્રાંતનાના હતા. ત્યારથી એક જ ફળિયામાં રહેતા હતા.બંનેની શાળા પણ એક જ હતી.એટલે બંને એકબીજાના ખાસ મિત્ર હતા જ્યાં જવાનું હોય ત્યાં બંને એક સાથે જતા શાળામાંનાસ્તો કરવાનો હોય. કે રિશેષમાં બગીચામાં બેસવાનું હોય કે શાળામાં રમત રમવાની હોય બંને એકબીજાની સાથે જ જોવા મળે બન્નેની વચ્ચે ખૂબ જ ગાઢ મિત્રતા હતી. બંને 1 થી 10 ધોરણ એક સાથે એક જ શાળામાં ભણ્યા.બંને વચ્ચે પાક્કી મિત્રતા એમની આ દોસ્તીના બધા ખૂબ જ વખાણ કરતા હતા.

દસમા ધોરણ પાસ કર્યા પછી વિક્રાંતના ઘરમાં ખૂબ જ મુશ્કેલી આવી ગઈ. તેના પપ્પાને અકસ્માત થયો તેમાં તેના પપ્પાનો એક પગ ઓપરેશન કરીને દૂર કરવો પડ્યો. વિક્રાંતની મમ્મી પણ વિક્રાંતના પપ્પાની હાલત જોઈ ડિપ્રેશનમાં સરી પડી વિક્રાંતની એક મોટીબેન હતી. પણ તેણે ઘરની જવાબદારી ઉપાડવાને બદલે બધાને આ પરિસ્થિતિમાં છોડી તેના મનપસંદ છોકરાની સાથે લવ મેરેજ કરીને ચાલી ગઈ. વિક્રાંત એકદમ દુઃખી થઈ ગયો આટલા બધા દુઃખોનો પહાડ એક સાથે તેના માથા પર આવી પડ્યો. પણ વિક્રાંત ખુબ જનીડર હતો. તેણે હિંમત હાર્યા વગર ઘરની પરિસ્થિતિની જવાબદારી માથે ઉપાડી લીધી.

તેણે આગળ ભણવાનું ચાલુ રાખ્યું અને પાર્ટ ટાઈમ એક કંપનીમાં નોકરી સ્વીકારી લીધી. એક બાજુ ભણવાનું એક બાજુ નોકરી એક બાજુ તેના માતા-પિતાને સાચવવાનું તો પણ તે હિંમત હાર્યા વગર તનતોડ મહેનત કરવા લાગ્યો. તે ભણવામાં ખૂબ ધ્યાન આપતો. અને એની મમ્મી અને પપ્પાની ખૂબ જ કાળજી રાખતો. ઘણા વર્ષો બાદ હવે તેણે એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી લીધી. અને એક સરસ મોટી કંપનીમાં મોટા પગાર વાળી નોકરી મળી ગઈ.હવે તો તેના જીવનમાં સુખ અને સુખ જ આવી ગયું.

વિક્રાંત ખુબ જ ખુશ રહેવા લાગ્યો. પણ એના નસીબમાં જાણે ભગવાન કસોટી કરતા હોય તેમ અચાનક તેના પિતાજીનો જે પગ કાપ્યો હતો. તેમાં ઇન્ફેક્શન લાગ્યું અને એના પિતાજીનું મૃત્યુ થયું વિક્રાંતની માતાનું પણ થોડા સમયમાં અચાનક અવસાન થયું. વિક્રાંતના માથા ઉપર આશીર્વાદ આપતા હાથ હવે તેનાથી છૂટી ગયા હતા. વિક્રાંત એકદમ ભાગી પડ્યો.તેને ખૂબ જ આઘાત લાગ્યો. હવે તેને કોઈનો સહારો નહોતો તે ખૂબ જ દુઃખી રહેવા લાગ્યો.

આ બાજુ વૃંદા દસમા ધોરણ પાસ કર્યા પછી તેના મામાના ઘરે જઈ ભણતર પૂરું કર્યા પછી તે પણ સારી ડિગ્રી મેળવી તેના ઘરે પાછી આવી. આટલા વર્ષોમાં તેણે વિક્રાંત સાથે ક્યારે પણ વાત કરી ન હતી. તે વિક્રાંતની ખબર એના મમ્મી પપ્પા પાસેથી જ લેતી હતી. પણ વૃંદા દુખીના થાય તે ભણવામાં ધ્યાન આપે તે માટે વૃંદાના મમ્મી પપ્પા વિક્રાંતની પરિસ્થિતિ વિશે ક્યારેય સાચું જણાયું નહોતું વિક્રાંતના ઘરના બધા મજામાં છે તેવી માહિતી આપતાં પણ વૃંદા પાછી આવી ત્યારે તેને વિક્રાંતના જીવનમાં થયેલા દુઃખદ બનાવો સાંભળી તે ખૂબ જ દુઃખી થઈ. ભલે તેણે આટલા વર્ષો સુધી વિક્રાંત જોડે વાત નહોતી કરી. પણ તે વિક્રાંતને ક્યારે ભૂલી પણ નહોતી તે આવીને તરત જ પહેલા પોતાના મિત્ર વિક્રાંતને મળવા ગઈ. આટલા વર્ષોમાંમાં શું શું થઈ ગયું વિક્રાંત કેવી મુશ્કેલીમાંથી પસાર થયો તે જાણીને તેને ખૂબ જ દુઃખ થયું.

વિક્રાંતના ઘરેથી તે પાછી આવી. અને તે મનમાં અફસોસ કરવા લાગી. તે ક્યારેય વિક્રાંતના દુઃખમાં સહભાગીના થઈ શકી. જ્યારે વિક્રાંતને આશ્વાસન અને હિંમતની જરૂર હતી ત્યારે હું એની પાસે નહોતી. પણ, હવે હું એને દુખી નહીં રહેવા દઉં. તેણે મનમાં ગાંઠવાળી હવે તે વિક્રાંતના જીવનમાં ખુશી જ ખુશી લાવશે. તે દિવસે વૃંદાએ તેના મમ્મી-પપ્પાને વિક્રાંત સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી. વિક્રાંત ખૂબ જ સારો છોકરો હતો. વૃંદાના મમ્મી પપ્પા વિક્રાંતને સારી રીતે ઓળખતા હતા. એટલે તેમણે વૃંદાની ઇચ્છાને માન આપી. વૃંદા અને વિક્રાંતના લગ્ન કરાવી આપ્યા

હવે વિક્રાંત અને વૃંદા ખુબજ આનંદમય પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. બંનેની જોબ પણ સારી હતી. હવે પૈસાની કે બીજી કોઈ વસ્તુની એમના જીવનમાં કમી નહોતી બંને જણ ખુબ જ ખુશ હતા. તેમનું જીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું.

થોડા સમય પછી વિક્રાંતનો જન્મદિવસ આવવાનો હતો. તેની તૈયારી માટે વૃંદા ભાગદોડ કરતી હતી. વિક્રાંતના જન્મદિવસની પાર્ટી માટે નું આયોજન કર્યું હતું તે દિવસે તે સરસ મજાનો ડાન્સ પણ કરવાની હતી. તે વિક્રાંતથી છુપાવીને ડાન્સ શીખી રહી હતી તે તને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. તેણે તે દિવસે તેના ઘરના ધાબા પર જ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેણે વિક્રાંતને જન્મદિવસની ભેટ આપી અને સરસ મજાનો ડાન્સ કર્યો. વિક્રાંત વૃંદાના ડાન્સ જોઈને ખૂબ જ ખુશ થયો વિક્રાંત હાથમાં શરબતનો ગ્લાસ લઈ ધાબાની પેરાફીટ પાસે ઉભો રહી વિચારતો હતો વૃંદાએ મારા જીવનમાં મેઘધનુષ્યના બધા જ રંગો પૂરી દીધા. તેણે ભગવાનને મનોમન પ્રાર્થના કરી વૃંદાને મારા જીવનમાં મોકલવા બદલ ભગવાન તમારો આભાર વૃંદા પણ વિક્રાંતને વિચારોમાં ખોવાયેલો જોઈ તેની પાસે આવી. તે પેરાફીટનો ટેકો લઈ ઊભી રહેવા જાય છે. પણ પેરાફીટ નો ભાગ તૂટી ગયો. વિક્રાંત વૃંદાનો હાથ પકડવા જાય છે પણ તેના હાથમાં વૃંદા નો હાથ આવે તે પહેલા વૃંદાનો હાથ છૂટી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance