jayshreeben b. Patel

Tragedy

3  

jayshreeben b. Patel

Tragedy

દીપાલી

દીપાલી

2 mins
142


દિપાલી ખૂબ જ રૂપાળી અને સુંદર હતી. તેના ચહેરામાં એવું ચુંબકીય આકર્ષણ હતું કે જે કોઈ પણ એના ચહેરા સામે જોવે તો જોયા જ કરે, ખુબ જ રૂપાળો નિર્દોષ ચુંબકીય ચહેરો, દિપાલી રૂપાળી તો હતી પણ સાથેસાથે એનો સ્વભાવ પણ ખૂબ જ નિખાલસ અને નિરાળો હતો. તેથી દીપાલીનું મિત્રવર્તુળ ખૂબ મોટું હતું. એના મિત્રવર્તુળમાં છોકરીઓની સાથે સાથે ઘણા છોકરાઓ પણ એના મિત્રો હતા. તેમાં દીપ નામનો છોકરો દીપાલીને એક તરફી પ્રેમ કરતો હતો. પણ ક્યારેય દીપાલીને કહેવાની હિંમત કરતો નહીં !

દીપને મનમાં થતું દિપાલી કેટલી રૂપાળી અને હું સાવ કદરૂપો મારા પ્રેમનો દીપાલી અસ્વીકાર કરશે તો તેના મિત્ર વર્તુળમાંથી પણ મારી બાદબાકી થઈ જશે. એવું વિચારીને એના પ્રેમનો એકરાર કરી શકતો નહીં, દિપાલીને પણ અંદરખાને દીપ બહુ ગમતો, ભલે તે કદરૂપો હતો પણ તેનો સ્વભાવ ખૂબ જ સારો હતો. દીપ હંમેશા હસતો રહેતો. દીપનો નિખાલસ સ્વભાવ દિપાલીને ખુબ જ ગમતો. પણ સ્ત્રી સહજ શરમ અને મર્યાદાને કારણે તે પણ દીપની સામે તેના પ્રેમનો એકરાર કરી શકતી નહેાતી.

એવામાં ફેબ્રુઆરી માસ ચાલુ થયો અને વેલેન્ટાઇન વીકની ઉજવણી કોલેજમાં થવા લાગી. વેલેન્ટાઈન ડે ના દિવસે દિપાલીની સામે ઘણા બધા છોકરાઓએ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો પણ દિપાલીએ બધાના પ્રસ્તાવને ઠૂકરાવી દીધો. એમાંનો એક છોકરો ખૂબ વંઠેલ અને જિદ્દી હતો. તે છોકરાના પપ્પા મોટા બિઝનેસમેન હતા. પૈસાની કોઇ કમી નહોતી અમીર બાપનો બગડેલો, છેલબટાઉ દીકરો હતો. તેની બધી જ ફરમાઈશો નાનપણથી પૂરી થતી. દિપાલીએ તેના પ્રેમનો અસ્વીકાર કર્યો તે તેનાથી સહન ના થયું તેણે દિપાલીના ચહેરા પર એસિડ ફેક્યું.

દિપાલીનો ચહેરો કદરૂપો બની ગયો. દિપાલીના ચહેરાનું ચુંબકીય આકર્ષણ ખોવાઈ ગયું. દિપાલીના ઘણા મિત્રો દિપાલીથી દૂર રહેવા લાગ્યા. દિપાલી ગુમસુમ રહેવા લાગી. દિપાલીના માતા-પિતાએ દીપાલીના લગ્ન કરાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા પણ દિપાલી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર ન થયું.

જ્યારે દીપાલી સાથે આ બધું બન્યું ત્યારે દીપની મમ્મી બિમાર હતી એટલે દીપ કોલેજમાંથી રજા લઈને વતન ગયો હતો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે દીપાલી જોડે કેવી ઘટના ઘટી તે જાણવા મળ્યું. દીપ ખૂબ દુઃખી થયો. દીપ દિપાલીના ચહેરાને નહીં પણ દિપાલીને દિલથી ખૂબ જ પ્રેમ કરતો હતો. દીપ હિંમત કરીને દિપાલીના ઘરે ગયો. દિપાલી આગળ તેના પ્રેમનો એકરાર કર્યો. દીપ અને દિપાલી લગ્નગ્રંથીમાં જોડાઈ ગયા. દીપ અને દિપાલીને મનમાં રહેલું એકબીજાને મેળવવાનું સપનું આજે સાકાર થયું હતું. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy