jayshreeben b. Patel

Others

3  

jayshreeben b. Patel

Others

ગુરુ મહત્વ

ગુરુ મહત્વ

1 min
238


ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અનેરું છે,

ગુરુ એટલે જ્ઞાનનો સાગર,

ગુરુ એટલે અફાટ દરિયામાં માર્ગ ભૂલેલાને રસ્તો બતાવનાર, 

ગુરુ એટલે પારસમણી,

ગુરુ એટલે દેવ,

ગુરુ એટલે ગમે તેવી મુશ્કેલીમાં તમને સાચો પથ બતાવનાર,

ગુરુ એટલે માર્ગદર્શક,

ગુરુ એટલે આપણા જીવનના ઉદ્ધારક,

ગુરુ વિના શિષ્યના જીવનનો કોઈ અર્થ નથી, પ્રાચીન સમયમાં ગુરુઓનું અને ઘણું મહત્વ હતું, મહાભારત અને રામાયણમાં પણ ગુરુનું મહત્વ બતાવવામાં આવ્યું છે, વાલિયો લૂંટારો કે અંગુલીમાલ જેવા લૂંટારાઓના જીવન ગુરુના માર્ગદર્શનથી જ બદલાઈ ગયા હતા અને એ મહાન ઋષિ બની ગયા હતા,

આપણા જીવનમાં પણ એક ગુરુ તો હોવા જ જોઈએ જે આપણા જીવનના સાચા માર્ગદર્શક બને,

અંધકાર ભર્યા જીવનને પ્રકાશ તરફ લઈ જનાર

લોખંડ જેવા વ્યક્તિત્વને પણ સોનું બનાવનાર

પારસમણિ જેવા બધા જ ગુરુઓનો ખુબ ખુબ આભાર,  

કબીરજીએ ગુરુનું મહત્વ દર્શાવવા

 માટે એક દુહામાં કહ્યું છે કે  

ગુરુ ગોવિંદ દોનો ખડે કીસકો લાગુ પાય,

બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય.


Rate this content
Log in