STORYMIRROR

jayshreeben b. Patel

Inspirational

3  

jayshreeben b. Patel

Inspirational

રામુ

રામુ

1 min
136

રામુ ખૂબ જ હોશિયાર અને ચતુર પણ સાથે સાથે નટખટ અને તોફાની હતો. એની આજુબાજુ કે એના ઘરમાં કોઈપણ વસ્તુ હોય તો તે તેને ખોલીને જોઈ લેતો અને પછી એને જોડીને પહેલા જેવું જ બનાવી દેતો. રામુ બધી રીતે હોશિયાર હતો. ચિત્રો દોરવામાં રમકડાં બનાવવામાં કે ગમે તેવી ઈલેક્ટ્રીક વસ્તુ બગડી ગઈ હોય તો તેને રિપેર કરવામાં, વાંચવામાં, રમવામાં ખુબ જ હોશિયાર જાણે ભગવાને તેને જ બનાવવામાં તેમની બધી જ કરામતનો ઉપયોગ કર્યો હોય. અને રામુને જાણે બધી જ કરામત શીખવાડીને મોકલ્યો હોય.

એક દિવસ રામુ એક ભાઈના ઘરે પાણી કાઢવાનું મશીન રીપેરીંગ કરવા ગયો અને મશીન ચાલુ કરતાં મશીનનું હેન્ડલ છટકયું અને તેના જમણા હાથ પર જોરથી અથડાયું. રામુનો હાથ આખો કાળો પડી ગયો અને કામ કરતો બંધ થઈ ગયો. રામુના એ હાથને ખભાથી કાપવો પડ્યો.

રામુ ખૂબ જ દુઃખી થયો. તે હિંમત હાર્યા વગર એક હાથ વડે બધું જ કામ કરતો રહ્યો. એક હાથ વડે પણ તે ત્રણ ત્રણ જણને બેસાડીને સ્કૂટર ચલાવતો. એક હાથ વડે કાર પણ ચલાવતો. રામુ હિંમત હાર્યા વગર પહેલાની જેમ જ ઘણી બધી મશીનરી રિપેર કરતો. રામુ કહેતો કે જો હું હિંમત હારી જાઉં તો ભગવાને મારામાં ઘણી બધી કરામત આપી છે તે નિરર્થક થઈ જાય.

 રામુએ હિંમત હાર્યા વગર કામ કર્યું. થોડાક વર્ષમાં તેણે એક હાથે ચલાવી શકાય એવી નવી બાઈકની શોધ કરી. અને એની આ કરામતે તેને પ્રધાનમંત્રીના હાથે નેશનલ એવોર્ડ અપાવ્યો. એની કરામતનું એને ખૂબ સારું પરિણામ મળ્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational