Rahul Makwana

Fantasy Inspirational

4  

Rahul Makwana

Fantasy Inspirational

છત્રપતિ શિવાજી મહારાજ - મારું મનપસંદ ઐતિહાસિક પાત્ર

છત્રપતિ શિવાજી મહારાજ - મારું મનપસંદ ઐતિહાસિક પાત્ર

5 mins
321


સમય : સવારનાં 11 કલાક

સ્થળ : મુખ્ય બજાર

  દિવાળીનો તહેવાર હોવાને લીધે બજારમાં આજે ખરીદી માટે લોકોની ખૂબ જ મોટી ભીડ એકઠી થયેલ હતી, આટલી મોટી ભીડ જોઈને સૌ વેપારી વર્ગમાં પણ આનંદ છવાઈ ગયેલો હતો, આજે પોતાને ખૂબ જ મોટી કમાણી થશે - એવાં વિચારો સાથે તે બધાં મનોમન મલકાઈ રહ્યાં હતાં, અને આજે લોકો પણ પોતાનાં પરિવાર માટે મીઠાઈ, ફટાકડા, કપડાં, અનાજ વગરે હોંશે - હોંશે ખરીદી રહ્યાં હતાં, આજે જાણે એકાએક અચાનક નિષ્પ્રાણ બજારમાં એકાએક પ્રાણ આવી ગયેલ હોય તેવું લાગી રહ્યું હતું. 

   બરાબર આ જ સમયે એક યુવાન પોતાનાં એક સાથી સાથે આ બજારને ચીરતાં ચીરતાં બજારની મધ્યમાં પહોંચે છે, આ યુવાન અને તેનો સાથીનો પહેરવેશ એકદમ સામાન્ય લાગી રહ્યો હતો, પણ પેલો યુવાન જે હતો તેનાં ચહેરા પર એક અલગ જ પ્રકારનું તેજ હતું, તેનાં ચહેરા પર દિવ્ય શક્તિઓ દીપી રહી હતી, તેની ચાલમાં એક રુઆબ અને મોભો અભિવ્યક્ત થતો હતો, તેનું કપાળ મોટું અને તેજસ્વી હતું, તેની બરાબર વચ્ચે એક અર્ધ ચંદ્રાકાર તિલક કરેલ હતું,ભલભલાને શરમાવે તેવી અણિયારી મૂછો હતી, થોડી લાંબી દાઢી હતી, આ યુવાન મૂછોને વળ ચડાવતા - ચડાવતા એક વેપારીની દુકાન તરફ જવાં માટે આગળ વધે છે, બરાબર આ જ સમયે તે યુવાન અને તેનો સાથી ખેસ વડે પોત - પોતાનાં મોં ઢાંકી લે છે. 

   ત્યારબાદ તે બંને એક કંદોયની દુકાને જાય છે, અને દુકાને જઈને પાંચ કિલો મીઠાઈ આપવાં માટે જણાવે છે, પાંચ કિલો મીઠાઈ સાંભળીને પેલો કાંદોયો મનોમન ખૂબ જ ખુશ થાય છે, કારણ કે આજે તેની પાંચ કિલો મીઠાઈ એકસામટી જ વેંચાય જવાની હતી. 

“કાકા ! સારી અને તાજી મીઠાઈ આપજો !” - પેલો યુવાન પોતાનાં ભારેખમ અવાજે બોલે છે. 

“જી ! પ્રભુ !” - આટલું બોલી પેલો કાંદોયો મીઠાઈનું વજન કરવામાં વ્યસ્ત બની જાય છે, 

   આ બાજુ પેલો યુવાન અને સાથી દુકાનની બહાર ઊભા રહીને ચારેકોર પોત - પોતાની નજર ફેરવવા માંડે છે, જ્યારે પેલો કાંદોયો હજુપણ પાંચ કિલો મીઠાઈ જોખવામાં જ વ્યસ્ત હતો. 

“પ્રભુ ! તમને અહી પહેલીવાર જ જોયા છે.. આ આગવ તમને ક્યારેય આ બજારમાં જોયેલાં નથી..! શું તમે કોઈ મુસાફર છો ? કે પછી આ શહેરમાં નવાં રહેવાં આવ્યા છો ?” - પેલો કાંદોયો તે બંનેનું ધ્યાન ભટકાવવા માટે વાતુનાં રવાડે ચડાવે છે. 

“ના ! અમે મુસાફર પણ નથી અને અમે આ શહેરમાં નવા રહેવાં માટે પણ નથી આવ્યાં..!” - થોડું વિચાર્યા બાદ પેલો યુવાન કાંદોયે પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે. 

“તો ! મે શાં માટે તમને આ બજારમાં આજ પહેલાં ક્યારેય નહીં જોયા હશે..?” - હેરાની ભરેલાં અવાજે કાંદોયો પૂછે છે. 

   બરાબર આ જ સમયે યુવાનનો સાથી તેણે કોણી વડે ઠોહો મારે છે, અને તેનાં કાનમાં કઈક કહે છે, અને પોતાની સામેની તરફ ઈશારો કરતાં - કરતાં કઈક બતાવે છે. 

“જી ! એમાં એવું છે કે આજ સુધી મારા પિતા જ આ બજારમાં ખરીદી કરવાં માટે આવતાં હતાં પરતું આજે તેઓ નજીકનાં શહેરમાં ગયાં હોવાથી આજે મીઠાઈની ખરીદી કરવાં માટે મારે મારા મિત્ર સાથે આવવું પડયુ!” - પેલો યુવાન સ્પષ્ટતા કરતાં જણાવે છે, ત્યારબાદ કાંદોયો પાંચ કિલો મીઠાઈ જોખીને પેલાં યુવાનનાં હાથમાં આપતાં આપતાં બોલે છે. 

“તો ! ભગવાન ! આપણી તાજી મીઠાઈ તૈયાર છે..!” - કાંદોયો પેલાં યુવાનની સામે જોઈને બોલે છે. 

“કેટલાં આપવાના મીઠાઈનાં ?” - યુવાન કાંદોયાની સામે જોઈને પૂછે છે. 

“જી ! સો મહોર !” - કાંદોયો ખુશ થતાં થતાં બોલે છે. 

  જ્યારે આ બાજુ પેલો યુવાન પોતાની કમરે લટકાવેલ પોટલી કાઢીને, તેની દોરી ખોલીને પેલાં કાંદોયાને સો મહોર આપે છે, આ મહોર જોઈને પેલો કાંદોયાનાં અચરજનો કોઈ જ પાર નાં રહ્યો, કારણ કે પેલાં યુવાને સો મહોરને બદલે સો રાણી સિક્કા આપેલા હતાં, આ સિક્કા માત્રને માત્ર રાજવી પરિવારનાં જ સભ્ય પાસે હોય, કોઈ સામાન્ય નાગરિક કે નગરજનો પાસે આવા રાણીસિક્કા નાં હોય, આ જોઈ પેલાં કાંદોયામે એટલો ખ્યાલ આવી ગયો કે હાલ પોતાની નજર સમક્ષ જે યુવાન ઉભેલ છે, એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તે કોઈ રાજવી પરીવારમાંથી આવતો હોવો જોઈએ, અથવા તો તેનાં કોઈ સબંધી રાજવી પરિવાર સાથે સંકળાયેલ હશે, આવો વિચાર આવતાંની સાથે જ પેલાં કાંદોયાનાં કપાળ પર પરસેવાનાં બુંદો બાઝી ગયાં, એકદમથી શ્વાસ ફૂલી ગયો, હર્દયનાં ધબકાર એકાએક વધી ગયાં, હાથ અને પગમાં એક અલગ પ્રકારની ધ્રુજારી ઉપડી ગઈ, જેને લીધે તેનાં હાથ પગ કાંપવા લાગ્યાં. 

“પ્રભુ ! તમે વાસ્તવમાં છો કોણ ? તમારા દ્વારા આપવામાં આવેલ રાણી સિક્કા રાજવી પરીવાર તરફ ઈશારો કરી રહ્યાં છે, જ્યારે તમારો પહેરવેશ સામાન્ય નાગરીક હોવા તરફ ઈશારો કરી રહ્યાં છે..?” - ધ્રૂજતાં અવાજે કાંદોયો બે હાથ જોડીને પૂછે છે. 

“તામરી સામે જે વ્યક્તિ ઉભેલ છે એ છે.. મરાઠા સામ્રાજ્યનાં રક્ષક, પરમ તેજસ્વી, પરમ પરાક્રમી, દુશ્મનોને તલવારનાં એક જ ઝટકા સાથે ધૂળ ચાટતો કરી દે તેવા એકમાત્ર શૂરવીર, પ્રજા વત્સલ, પ્રજા હિતેચ્છુ, પરમ શિવભક્ત કે જેને લોકોએ “છત્રપતિ” નું બિરુદ આપલે છે તેવાં મહારાજ “છત્રપતિ શિવાજી મહારાજ..!”” - શિવાજી મહારાજનો પરિચય આપતાં આપતાં તેમનો સાથી જણાવે છે. 

   આ સાંભળીને કાંદોયાને પોતાની ભૂલ સમજાય ગઈ અને તરત જ શિવાજી મહારાજનાં પગએ પડી ગયો અને પોતાની પાઘડી ઉતારતાં - ઉતરતાં કહે છે કે. 

“મહારાજ ! મને માફ કરો, મારાથી જાણતા અજાણતા ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે, મે તમને વાતોનાં રવાડે ચડાવીને ચાલાકીથી પાંચ કિલો મીઠાઈની જગ્યાએ માત્ર ચાર કિલો જ મીઠાઈ આપેલ છે..!” - પેલો કાંદોયો રડતાં અવાજે બોલે છે. 

“હું ! આજે મારા સાથી સાથે નગરચર્યા કરવાં માટે જ નીકળેલ હતો, મને મારા વિશ્વાસુ દ્વારા તમારા વિશે જે કઈ માહિતી મળેલ હતી, તેની ખરાય કરવાં માટે આજે હું બજારમાં વેશ પલટો કરીને મારા સાથી સાથે આવેલ હતો પરતું અફસોસ કે મારા વિશ્વાસુ વ્યક્તિ દ્વારા મને જે કઈ માહિતી આપવામાં આવેલ હતી તે સંપૂર્ણપણે યથાર્થ જ નીકળી, તમે જ્યારે મને વાતોમાં ઉલઝાવીને મીઠાઈનાં વજનમાં સાથે છેડછાડ કરી રહ્યાં હતાં, ત્યારે મારુ ધ્યાન માત્રને માત્ર તમારા હાથની કરામત અને ત્રાજવા પર જ હતું..!” - શિવાજી મહારજ સ્પષ્ટતા કરતાં જણાવે છે. 

  બરાબર આ જ સમયે કાંદોયાની દુકાનની આસપાસ લોકોનું મોટું એવું ટોળું એકત્ર થઈ જાય છે, અને શિવાજી મહારાજ પેલાં કાંદોયાએ જે ભૂલ કરેલ હતી, તેની બદલમાં બે વર્ષ માટે તેનો કર બમણો કરી દેવામાં આવે છે, જેથી કરીને પેલો કાંદોયો ઓછામાં ઓછા બે વર્ષ સુધી પોતે લાલચમાં આવીને જે ભૂલ કરેલ હતી, તે ભૂલ ભવિષ્યમાં કયારેય પાછી નાં થાય. 

  આ સાંભળીને સૌ કોઈ શિવાજી મહારાજનાં આ ન્યાયને વધાવવા માટે જમીન પર બેસી ગયાં અને એક હાથ ઉપર આકાશ તરફ અને બીજો હાથ પોતાનાં હૃદય પર રાખીને જોર જોર થી “છત્રપતિ મહારાજા શિવાજીની જય હો.. છત્રપતિ શિવાજી મહારાજ અમર રહો.. ધન્ય છે શિવાજી મહારાજની નીતિ અને ન્યાયમતાને..” - એવાં નાર લગાવવા માંડયા. 

   ત્યારબાદ શિવાજી મહારાજ પોતાનાં સાથી સાથે ગર્વભેર પોતાની મૂછો અને દાઢી પર હાથ ફેરવતાં - ફેરવતાં બજારની બહાર નીકળે છે, અને લોકો પણ છત્રપતિ શિવાજી મહારાજ જ્યાં સુધી દેખાતા બંધ ના થયાં ત્યાં સુધી તેમની તરફ જ પોતાની નજર માંડીને બેસી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy