Sonal Tailor

Tragedy Crime

4  

Sonal Tailor

Tragedy Crime

ચહેરા પર ચહેરો

ચહેરા પર ચહેરો

2 mins
263


"આપણી ઓફિસમાં જો કર્તવ્યનિષ્ઠ, સમજુ અને બધાંને (સ્ત્રી-પુરુષને) એક સમાન માન આપતી જો કોઈ વ્યક્તિ હોય તો તે છે રાજીવ. તેથી જ તો આ મહિનાનો સર્વશ્રેષ્ઠ કર્મચારીનો પુરસ્કાર રાજીવને એનાયત કરવામાં આવ્યો છે." ઓફિસમાં રાજીવ વિશે ચર્ચા ચાલતી હતી.

"તે ખૂબ જ હોશિયાર છે અને સમજદાર પણ." વૈશાલીએ કહ્યું.

"સમયપાલનમાં તો તે અવ્વલ." નિશા બોલી.

"એટલે જ તો આપણી ઓફિસનાં અન્ય પુરુષ કર્મચારી તેની ઈર્ષા કરે છે." માધવીએ રાહુલને સંભળાવતા કહ્યું.

"હા, અને સ્ત્રી કર્મચારી હંમેશા તેની પ્રશંસક બનીને આજુબાજુ માખીની જેમ મંડરાયા કરે છે, કેમ !" રાહુલે માધવીનાં કટાક્ષનો જવાબ આપ્યો.

"મિત્રો, જે હોય તે. રાજીવ પુરસ્કારને લાયક હતો અને તેને પુરસ્કાર મળ્યો. હવે તમે બધાં એકબીજા પર કટાક્ષનાં તીર છોડવાનું બંધ કરો અને કામે વળગો." ધવલે બધાને શાંત કરતાં કહ્યું.

થોડા દિવસ બાદ રાજીવનો જન્મદિવસ હતો. તેથી તેના સાથી કર્મચારી મિત્રો તેના માટે છુપી યોજના બનાવી રહ્યા હતા જેમાં તેમણે અચાનક તેના ઘરે જઈને તેને ચોકાવવાની યોજના ઘડી હતી. તેથી ઓફિસથી છુટીને રાજીવને આશ્ચર્યચકિત કરવા બધાં તેના ઘરે ગયા પરંતુ ઘરે જઈને જે જોયું તે જોઈને તો બધાંની આંખો ખુલ્લી જ રહી ગઈ.

ઓફિસમાં સર્વગુણ સંપન્ન રાજીવનું વર્તન ઘરમાં તદ્દન જુદું જ હતું. તેના મિત્રોએ છુપાઈને જોયું ત્યારે રાજીવની વાતથી ખબર પડતી હતી કે તે દારૂ પીને ઘરે આવ્યો હતો. તેની પત્ની તેના બુટ- મોજા ઉતારી રહી હતી. બુટ કાઢવા જતાં તેની પત્નીનો નખ રાજીવને વાગ્યો અને તેણે પોતાની પત્નીને જોરથી તમાચો ચોડી દીધો. આ જોઈને નિશાનાં હાથમાં રહેલ કેકનું બોક્સ પડી ગયું અને રાજીવ તેમજ તેની પત્નીની નજર બધાં પર પડી. રાજીવનો નકલી ચહેરો બધાંની સામે આવી ચૂક્યો હતો તેથી તે શરમથી નજર ઝુકાવીને ઉભો હતો અને તેના મિત્રોને શું કહેવું તે ન સમજાતાં તેઓ કંઇ પણ બોલ્યા વિના ત્યાંથી જતા રહ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy