Sonal Tailor

Fantasy Inspirational

3  

Sonal Tailor

Fantasy Inspirational

સુંદરવન

સુંદરવન

2 mins
166


એક ઘરમાં પિતા અને પુત્ર ટીવી જોઈ રહ્યા હતા, ટીવીમાં જાહેરાત આવી; તે આ પ્રમાણે હતી: "ટ્રાફિક સિગ્નલ પર ગાડીમાં બેઠેલ પુત્ર પિતાને કહે છે કે તે મોટો થઈને સાયકલની દુકાન ખોલશે. પિતા તેનું કારણ પૂછે છે ત્યારે પુત્ર જણાવે છે કે જે રીતે બધા પેટ્રોલનો દુરુપયોગ કરે છે તેનાથી ભવિષ્યમાં તો પેટ્રોલ બચશે જ નહીં. જેથી બધા સાયકલ જ ચલાવશે ને ! પુત્રની વાત સાંભળીને પિતા તરત જ ગાડી બંધ કરી દે છે." આ જોઈને ટીવી જોતા પુત્ર વિવેકને પોતાને જીવનમાં શું કરવું છે તેનો ખ્યાલ આવી જાય છે, તે પોતાના પિતા હર્ષદભાઈને જણાવે છે, "હું મોટો થઈને તદ્દન નવો વ્યવસાય કરીશ."

"શેનો વ્યવસાય, બેટા !" હર્ષદભાઈ સહજતાથી પૂછે છે.

"હું ઝાડ પરથી પૈસા કમાઈશ," વિવેક એવી વાત કરે છે.

હર્ષદભાઈને કંઈ પણ સમજાતું નથી કે વિવેક શું કહી રહ્યો છે ! વિવેક પહેલાથી જ થોડો મૂડી સ્વભાવનો હોવાથી આ પણ તેના મૂડનો ક્ષણિક બદલાવ હોઈ શકે છે, એમ માનીને હર્ષદભાઈ તેને કંઈ પણ પૂછતા નથી. પરંતુ બીજી બાજુ વિવેકનાં મનમાં તો તે કઈ રીતે વૃક્ષ પરથી પૈસા કમાશે તેની જ યોજના ચાલતી હતી.

તેણે મોટા થઈને (કુદરતના દ્રશ્યોને પ્રસ્થાપિત કરનાર) લેન્ડસ્કેપ આર્કિટેક્ટ બનવાનો નિર્ણય કર્યો અને ખૂબ મહેનત કરીને તે લેન્ડસ્કેપ આર્કિટેક બન્યો. તે દરમિયાન તે વૃક્ષનાં વધુ નજીક આવ્યો. ઘણા બધા વૃક્ષો વિશે માહિતી મેળવી અને દૂર દૂરથી ન જોયેલા એવા વૃક્ષોનાં છોડ મંગાવ્યા. તેણે પોતે એક સુંદર વનનું નિર્માણ કર્યું. આ વનનાં નિર્માણમાં તેને પંદર વર્ષ લાગ્યા. આ વનમાં ન જોયેલા બધા જ વૃક્ષો વિવેકે રોપ્યા હતા. તેથી તે વન ખૂબ જ સુંદર હતું જેના કારણે એનું નામ સુંદર વન રાખવામાં આવ્યું હતું. દૂરદૂરથી રંગબેરંગી પક્ષીઓ આ વનમાં આવી તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતા હતા.

ધીમે ધીમે આ વન ખૂબ જ પ્રચલિત થઈ ગયું અને વિવેકે ખૂબ કમાણી પણ કરી. તેનું કાર્ય ખૂબ જ સારું અને પ્રશંસનીય હોવાથી સરકાર તરફથી તેને પ્રમાણપત્ર પણ મળ્યું. બાળપણમાં જેમ તેણે કહ્યું હતું તેમ આજે તે સાચે જ વૃક્ષ પરથી પૈસા કમાતો થઈ ગયો હતો. પરંતુ તે પૈસાને તેણે સ્વાર્થ માટે નહી પરંતુ પ્રકૃતિના સંવર્ધનમાં ઉપયોગ કર્યા અને સુંદરવન જેવા અન્ય વનોનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. તેના આ સત્કાર્યમાં સરકારે પણ તેને ખૂબ જ સહયોગ આપ્યો. આમ, બધાએ સાથે મળીને પ્રકૃતિને બચાવવા તરફ એક મોટું પગલું ભર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy