છેલ્લો પત્ર
છેલ્લો પત્ર
હે પ્રિયે તારાં પત્રના છેલ્લાં હરફો હજુ પણ મારા શરીરમાં ધબકતા રહે છે, જાણે શ્વાસ નહીં, તારાં શબ્દોથી જીવી રહ્યો છું. રાતના આદર્શ શાંત સમયમાં, જ્યારે પવન પણ પાંદડાંથી કાંઈ ન કહે, ત્યારે તું બોલ્યા વગર મારી સાથે બેઠી હોય એવી લાગણી થાય. પ્રેમ ક્યાંરે કોઈનો પૂરો થાય ખરો? તો તે કોઈ પત્ર લખી છટકી શકે?... છતાં, તું લખીને ગઈ — તારી અકાળ, શરમાળ વિદાય, મારા વિરહનો આરંભ બની ગઈ છે.
ત્યારે મનડું કોષે કોને?
ત્યારે રટુ હું, આ વિરહ ગીત..
~~~~
🎼 ~માલકોસ રાગ સાથે સુસંગત:- (હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં):-પેન્ટાટોનિક (અર્થાત્ પાંચ સ્વરવાળું)
સમય ~રાત્રિ / મધ્યરાત્રીનો રાગ
ગંભીર,Karun (વિરહ), તપસ્વી ભાવ માટે
સ્વરો:
આરોહ: Ni Sa Ga Ma Dha Ni Sa
અવરોહ: Sa Ni Dha Ma Ga Sa
(Re અને Pa નથી)
ભાવ: વેદના, વિમુક્તિ, તાપ, વિરહ, આત્મવિમર્શ
~~~~~~
🎶 છેલ્લો પત્ર
🎵 અંતે તે લખ્યો પત્ર એક, શબ્દો ભીંજ્યાં અશ્રુની રેખ... હરફે હરફ તારી યાદના લેખ, હૃદયથી હળવી,ભારે વ્યથાની ભેખ.
🎵 'માફ કરજે', તે લખ્યું હતું , પણ વેદનાનું શું દોષ હતો? તારાં હાથે લખાયું અકબંધ, દઈ દીધું હવે મૌનનું બંધ.
🎵 પાંદડુ ઉડી પવનમાં જાય વિખરાય, જીવનથી તું થયો દૂર પિંખી. સાંજલીએ સૌ પંખી પાછાં ફર્યાં, જાલીમ તું, એક ઊંઘમાં વિફર્યો.
🎵 નહી લખું હવે ક્યારેય પત્ર, એ જ તો તે પત્રમાં લખ્યું હતું. એ છેલ્લો પત્ર નહતો! એવો મારા આત્માનો ધ્વનિ માન.
🎵 હું તો તારી સુગંધે જ જીવું, લખાણમાંથી તારી નજરોને શોધું. છાંયામાં પણ તારી પરછાંઈઓ ભાળું, કહે તારા વિના, હવે ક્યાં હું રહું...?
~~~~~
આજ ની ઉપરોક્ત રચના માલકોસ રાગ માં ગાઈ શકાશે
મ્યુઝિક ડિરેક્ટર સાથે નોટેશન શેર કરવા માટે હું સુર કી આપું છું:
Ni Sa | Ga Ma | Dha Ni | Sa—
Sa Ni | Dha Ma | Ga Sa | —
---
નિષ્કર્ષ:
ઉપરોક્ત ગીતને માલકોસ રાગમાં ગાતા કે સાં ભળતા,વિરહ અને આત્મવિમર્શની ઊંચાઈ મળે છે.
જો સંગીતાર્થ શ્રોતાઓ હોય તો તે ભાવમાં અચૂક ડુબી શકે.
ત્યારે સામાન્ય શ્રોતાઓ માટે પણ તાળીબદ્ધ તાન યંત્ર સાથે ધીમી લયમાં તેનેરજુ કરતા લાગણિ યુક્ત બનશે .
~~~~
કલ્પેશ પટેલ-(અનંત)
લખ્યા તારીખ:
જુલાઈ 29 વર્ષ 2025.સાંજે 7.00 કલાકે
સાન ઓઝે કેલીફોરનિયા યુ એસ એ. મુકામેથી.
~~~~~~
વાચક મિત્રનો પ્રતિભાવ, એ રહેશે પ્રેરક સાથ સદા. 🙏🏻
