છેલ્લી પાટલી
છેલ્લી પાટલી


ખાટલામાં પડ્યો પડ્યો વાગોળતો હતો ભૂતકાળ એ,
આજે ફરીથી યાદ આવી હતી એને શાળાની છેલ્લી પાટલી.
શાળાના પહેલાં પગથિયે હોંશેહોંશે ચઢ્યો હતો પકડી આંગળી બાપની,
પગથિયા તો પૂરા ચાર એ ચઢ્યો નહોતો,
ને માર્યો એવો ભૂસકો કે ફરીથી ઉપર ચઢવાની કરી ન શક્યો હિંમત.
નામ નોંધાવ્યું હતું પહેલીવાર રજીસ્ટરમાં,
હતું એકમાત્ર પહેલું અને આખરી.
એ પણ ભુંસાયું જ્યારે પહેલીવાર પકડાયો પીતાં રંગહીન બાટલી.
આજે ફરીથી યાદ આવી હતી એને શાળાની છેલ્લી પાટલી.
વિનમ્ર, દયા, સદાચારી શબ્દો
અને શિસ્ત, સ્વસ્છતા, સ્વાસ્થ્ય શબ્દો તો લાગતા હતાં ત્યારે ડીક્ષનરી બહારના,
પાન મસાલા, અને ગુટખામાં દેખાયું હતું ત્યારે સંસારનું સર્વોત્તમ સુખ
આજે ફરીથી યાદ આવી હતી એને શાળાની છેલ્લી પાટલી.
૧૨ ના પડ્યાં ટકોરા, ને યાદ આવ્યાં પટાવાળાના એ ૧૨ના ટકોરા&nb
sp;
૧૨ના ટકોરે છૂટતી શાળા ને પહોંચી જતો ૧૨ના ટકોરે પાનના ગલ્લે
ને પછી તો ગુટખાનું સ્થાન લઈ લીધું દારૂના સેવન એ,
ને ચઢતો નશો રાત્રે ૧૨ વાગ્યાંનો એકજ દારૂનો.
આજે ફરીથી યાદ આવી હતી એને શાળાની છેલ્લી પાટલી.
સલાહકારો, શુભચિંતક અને મા બાપની ક્યાં હતી પરવા, ને એટલેજ તો થયો હતો આજે આટલો બેપરવા.
રંગીન સપના લઈને આવી હતી મારી દુલ્હન બનીને, અનજાણ મારી બધી હરકતોથી,
એ પણ થઈ અલવિદા જ્યારે જાણી મારી બધી હરકતો આજે ફરીથી યાદ આવી હતી એને શાળાની છેલ્લી પાટલી.
રંગહીન બાટલીમાં દેખાતી હતી ત્યારે રંગીન જિંદગીને પછી તો થઈ ગઈ હતી રંગહીન બાટલી જેવી મારી જિંદગી.
સતરંગી સાંજ ઢળે ને ખુલતી ત્યારે રંગહીન બાટલી
પછી તો બાટલીનું સ્થાન લીધું પાયા વિહોણી ખાટલીએ આજે ફરીથી યાદ આવી હતી એને શાળાની છેલ્લી પાટલી.