Sunita Pandya

Drama Thriller

5.0  

Sunita Pandya

Drama Thriller

'બ્રેકઅપ કવિતા'

'બ્રેકઅપ કવિતા'

4 mins
679


મલ્હારનો હરખ આજે સવારથી સમાતો નહોતો. ચહેરો ગુલાબના ફૂલની જેમ ખીલી ઉઠ્યો હતો. હરખનું કારણ કવયિત્રી, સમાજસેવિકા, મોટીવેશનલ સ્પીકર રિયાના જોશી હતી! અદભુત વ્યક્તિત્વ, સુંદર કંઠ, જીવન પ્રત્યેની એની હકારાત્મકતાના વલણે મલ્હારને રિયાના જોશીને જોયા વિના જ રોલ મોડલ બનાવી દીધી હતી! મલ્હારે ઘણીવાર રિયાના જોશીને જોવા માટે ઈન્ટરનેટ પર શોધી હતી. પરંતુ રિયાના જોશીની એક ખાસિયત હતી કે તે પોતાને લોકો એના કામને લીધે ઓળખે તેથી જ તો એને પોતાનું નામ બદલીને જાહેર પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરતી હતી.


આજે મલ્હારને સમાચાર મળ્યાં હતાં કે, મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન સમારોહ પ્રસંગે રિયાના જોશી હાજર રહેવાની છે ને આજે ટેલિવિઝન પર લાઈવ સમાચાર આવવાના છે. એટલે આજે મલ્હારે ઓફીસમાંથી રજા લઈને સવારથી ટીવી સામે રિયાના જોશીને એકવાર નિહાળવા સોફા પર ગોઠવાઈ ગયો હતો.


સોફા પર બેસીને ચાની ચુસકી લેતાં લેતાં જૂની યાદોને યાદ કરવા લાગ્યો મલ્હાર. એકવાર એને જિંદગીની ઠોકરોએ એટલો બધો નિરાશ કરી દીધો હતો કે તેને આપઘાત કરવાનો નિર્ણય લઈ લીધો હતો. બાઈક પર સવાર થઈને કેનાલ પર પહોંચી ગયો હતો. અને એ સમયે રિયાના એના માટે ભગવાન બનીને આવી! કેનાલ પરથી કૂદકો માર્યા પહેલાં અંતિમવાર મલ્હારે પોતાના મોબાઈલમાંથી એની માને વોટ્સઅપ પર "આઇ લવ યુ મોમ એન્ડ પાપા" મેસેજ ટાઈપ કર્યો. ત્યારે એની મમ્મીએ એક વિડિયો મૂક્યો હતો. મલ્હારે અંતિમવાવાર જોવા માટે ડાઉનલોડ કર્યો. ત્રણ મિનિટનો વિડિયો જોયા પછી મલ્હાર મલ્હાર ન રહ્યો! 


  આ વીડિયો હતો રિયાના જોશીની બ્રેક અપ કવિતાનો! આ વિડિયોએ મલ્હારના રોમે રોમમાં ઉર્જા ભરી લીધી! આપઘાતનો વિચાર ગાયબ થઈ ગયો! મલ્હારે ઘેર આવીને સૌપ્રથમ ભગવાનને પ્રણામ કર્યા તેમજ માતા પિતાને સઘળી હકીકત જણાવી. હવે પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું એવું વચન લીધું અને બીજા દિવસથી કામ ધંધે લાગી ગયો. મલ્હાર રિયાના જોશીને ગુરુ માનીને નવેસરથી જિંદગી શરૂ કરી દીધી. અને રિયાનાનો કંઠ એના માટે જિંદગી બની ગઈ હતી.


ફરીથી મલ્હાર પાછો વર્તમાનમાં આવી ગયો. ટી. વી માં કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. બધાં મહેમાનો આવી ગયાં હતાં. મલ્હાર એકીટસે પ્રોગ્રામ નિહાળી રહ્યો. જેવું સ્ટેજ પર રિયાના જોશીનું નામ બોલાયું કે એક ગૌવર્ણી , લંબગોળ ચહેરો, આત્મવિશ્વાસથી ભરપૂર આંખોવાળી સ્ત્રી સ્ટેજ પર આવી ગઈ.


રિયાના જોશીને જોતાં જ મલ્હારની આંખોમાં અંધારા આવી ગયા. શરીર આખું ધ્રુજી ઉઠ્યું. જાણે ધરતીકંપ આવી ગયો! ચાનો કપ હાથમાંથી પડી ગયો. આંખોમાંથી ઝળઝળિયા આવવા લાગ્યા. અને બોલી ઉઠ્યો, "અરે! આ તો એ જ રીના છે જેની સાથે મેં વિશ્વાસઘાત કર્યો હતો!


મલ્હાર ફરીથી ભૂતકાળના સ્મરણોમાં ખોવાઈ ગયો. કોલેજ પૂરી થતાં જ મલ્હારને એની માતાએ કહ્યું, જલદીથી તૈયાર થઈ જા આજે આપણે તારા માટે છોકરી જોવા રાજકોટ જવાનું છે. મલ્હાર ફટાફટ તૈયાર થઈને આઇ ટ્વેન્ટી ગાડી લઈને એના માતા પિતા સાથે રાજકોટ રીનાના ઘેર પહોંચી ગયો. સુંદર, સંસ્કારી, ભણેલી રીના મલ્હાર અને એના માતા પિતાને પહેલી નજરે જ ગમી ગઈ. મલ્હાર અને રીનાનું સગપણ ગોઠવાઈ ગયું.


મલ્હારને કોલેજ કેમ્પસમાંથી નોકરીનું પ્લેસમેન્ટ થઈ ગયું અને તે નોકરી માટે બેંગલોર ગયો. ધીમે ધીમે મલ્હારનો રીના સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો અને તે કંપનીમાં સાથે નોકરી કરતી સાયનાના પ્રેમમાં પડ્યો. મલ્હાર હવે રીનાથી છૂટવા માગતો હતો. પરંતુ સમાજ અને કુટંબીજનોથી બંધાયેલ હતો તેથી તે રીનાથી છૂટવા જાતજાતનાં બહાનાં કાઢવા લાગ્યો.


સૌથી પહેલાં તો એને રીનાને ફોન કરવાનું બિલકુલ બંધ કરી દીધું. રીનાએ હકારાત્મક લીધી વાતને કે નોકરીમાંથી થાક લાગતો હશે એટલે સમય નહીં મળતો હોય. મલ્હાર રીનાનું કોઈ સામે રીએકશન ન જોતાં વધારે ક્રૂર બની ગયો. હવે તો રીનાને ફોન કરીને રીનાની ખામીઓ નીકાળવા લાગ્યો. રીનાની ધીરજની હવે તો હદ આવી ગઈ. અને એક દિવસ એણે સામે ચાલીને સગાઈ તોડી દીધી. મલ્હારના હરખનો હવે તો કોઇ પાર નહોતો. ગુલાબના છોડમાંથી કાંટો કાઢી નાખ્યો હતો હવે તો ગુલાબની ફોરમ માનવાની હતી.


રીના મલ્હારથી દૂર થઈ ગઈ હતી પરંતુ એ મલ્હારને ભૂલી શકી નહોતી. મલ્હારે રીનાની લાગણીઓ સાથે રમત રમી હતી એ વાસ્તવિકતા સ્વીકારી શકતી નહોતી. ડિપ્રેશનમાં જતી રહી હતી રીના !

ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે રીનાએ અન્ય પ્રવૃત્તિમાં પોતાનું મન વાળી દીધું. રીનાએ પોતાની લાગણીઓને કોરા કાગળમાં લખવાનું શરુ કરી દીધું. અને પછી કાગળને ડૂચો વાળે એમ લાગણીઓનો ડૂચો વાળીને ફેંકી દેતી. રીનાની પહેલી કવિતા બ્રેક અપ પર બની હતી. રીનાની કવિતા લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગઈ હતી. એમાંનો એક ફેન મલ્હાર પણ હતો. રીનાની પ્રવૃતિઓથી પ્રભાવિત થઈને રેડિયોમાંથી ઇન્ટરવ્યુ માટે ફોન આવ્યો હતો અને રીનાની ધગશ જોઈને નોકરી માટે કવોલીફાય કરી હતી. ત્યારપછી તો રીનાએ પાછું વળીને જોયું નહોતું. 


મલ્હારે સાયાના સાથે લગ્ન કરીને સુખી સંસારના સ્વપ્ના જોવા લાગ્યો. પરંતુ, મલ્હારના સ્વપ્ના એ માત્ર સ્વપ્ના જ રહી ગયાં! કુદરતનો નિયમ છે કોઈને દુઃખી કરીને ક્યારેય સુખી ન થવાય. મલ્હારને એના કુકર્મનું ફળ મળ્યું. સયાના ખરાબ કેરેક્ટરની નીકળી અને એને તો મલ્હાર સાથે લગ્ન રૂપિયા પડાવવા કર્યા હતા. સયાનાએ મલ્હાર પાસેથી રૂપિયા પડાવીને સમાજમાં બદનામ કરીને છૂટાછેડા લઈને મલ્હારથી દૂર થઈ ગઈ.


મલ્હાર પરિસ્થિતિ સામે હાર માની ગયો. માતા પિતા અને કુટંબીજનોની સલાહ એ કોઈ અસર ના કરી અને એક સવારે હંમેશા માટે જિંદગીથી છૂટવા માટે આપઘાત કરવાનો નિર્ણય કર્યો.એ સમયે રિયાના જોશીનો બ્રેકઅપમાંથી બહાર આવવાનો વિડિયો એના માટે કુદરતે કરેલો જિંદગીનો ઈશારો હતો. ત્યારબાદ તો દરરોજ સવાર મલ્હારની રિયાના જોશીના વિડિયોથી થતી અને આખો દિવસ ભરપૂર ઊર્જાથી એ કામ કરતો.


રિયાના જોશી એ છેલ્લો મેસેજ ટાઇપ કર્યો હતો, " પ્લીઝ ડોન્ટ બ્રેક એનીવન્સ ટ્રસ્ટ અગેઇન" અને ત્યારબાદ તે હંમેશા માટે મલ્હારથી દૂર થઈ ગઈ હતી. જેણે આજે આટલાં વર્ષો પછી રીનાને જોઈને મલ્હારની આંખોમાંથી પશ્ચાતાપના અશ્રુ વહેવા લાગ્યા હતા !


Rate this content
Log in

Similar gujarati story from Drama