Sunita B Pandya

Inspirational Thriller Children

4.0  

Sunita B Pandya

Inspirational Thriller Children

કાળજાનો કટકો

કાળજાનો કટકો

1 min
208


શુભમે કહ્યું કે 'આશિયાના' વૃદ્ધાશ્રમમાં તમને અહીં કરતાં પણ વધારે હૂંફ-પ્રેમ મળશે અને બિમાર પડશો તો જરૂરી સારવાર મળશે. અમારી યાદ પણ તમને નહીં આવે, જો તમને અમારી યાદ આવશે તો ફોન કરીને સમાચાર લઈ લેજો. તમારી બેગમાં જરૂરી સામાન લઈને 'આશિયાના'માં જાઓ. 

શુભમના આવા કડવા બોલ સાંભળીને શચિ મનથી ભાગી ગઈ. પરંતુ કયારેય ન હારવાની જીતમાં માનનારી શચિએ આ સ્થિતિમાં પણ ધીરજ જાળવી રાખી અને પોતાના પુત્ર, પુત્રવધૂને સબક શીખવવાનું નકકી કર્યું. 

શચિએ બીજા દિવસે શુભમ અને શિખાને કહ્યું કે, 'હું જાઉં છું 'આશિયાના' પૌત્ર ચિન્ટુને લઈને'.હું 'આશિયાના'માં ચિન્ટૂનું પૂરતું ધ્યાન રાખીશ.એને શિખા કરતાં પણ વધારે હૂંફ-પ્રેમ આપીશ અને બિમાર પડશે તો જરૂરી સારવાર કરીશ. 

આ સાંભળીને શુભમ અને શિખા ચોંકી ગયાં. શિખાએ પોતાના પાંચ વરસના લાડકવાયા દીકરાને લઈ જવાની ચોખ્ખી ના પાડી. 

 શચિએ પૂછયું કેમ ? 

 તો શિખાએ કહ્યું કે, જેને મેં મારા પ્રાણથી પણ વધારે સાચવ્યો હોય, જે મારા ગર્ભનાળમાંથી અલગ થયો હોય, એવાં કાળજાના કટકાને હું મારાથી અલગ કઈ રીતે કરી શકું ?

આટલું સાંભળતા જ શુભમને માની મમતા યાદ આવી ગઈ અને શિખાને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો અને બંને શચિને ભેટીને રડી પડ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational