STORYMIRROR

Sunita B Pandya

Tragedy Inspirational

4  

Sunita B Pandya

Tragedy Inspirational

શહીદની અર્ધાંગિની

શહીદની અર્ધાંગિની

1 min
433

આજે દેશના તિરંગામાં લપેટાઈને, જવાનનો પાર્થિવદેહ વતન પાછો આવ્યો હતો. "વીર શહીદ અમર રહો"ના નારા લગાવી રહ્યાં હતાં નાગરિકો. રાઇફ્લનો યોદ્ધો જીંદગીની રેસમાં ફેલ થયો હતો. કવિની કલમમાંથી શાહી સુકાઇ ગઇ હતી.


 વહાલસોયા દિકરાના અણધાર્યા મોતથી વિધવા મા આઘાતમાં સરી ગઈ હતી."પપ્પા પપ્પા"ની ચિસકારીઓથી બાળકોએ આખું ઘર ગમગીન કરી દીધું હતું. યમરાજ પણ યોદ્ધાને મોત આપીને પસ્તાઈ રહ્યો હતો.


સોળે શણગાર સજીને બેસેલી પત્નીના આંખમાંથી આંસુ બંધ થવાનું નામ લેતા નહોતાં. ફૂલોથી સુશોભિત શબ પેટીને તે એકીટશે જોઈ રહી હતી.એણે લગ્નમંડપમાં બાંધેલી ફુલોની ચોરી યાદ આવી. પતિને પહેરાવેલી વરમાળા અને સપ્તવચન યાદ આવ્યાં.


આજે તો આતંકવાદીઓએ વરની હારમાળા અને વધૂના મંગળસૂત્ર પર કાતર ફેરવી નાખી હતી. આતંકવાદીઓએ યોદ્ધાની અર્ધાંગિનીને "વિધવા" નું બિરુદ આપી દીધું હતું.


એણે પતિના પાર્થિવદેહને લાંબો સમય સુધી જોઈને પછી એના માથાને ચૂમ્યું ને કાનમાં ધીમેથી "આઇ લવ યુ" કહ્યું. એની આંખમાંથી આંસુઓ સુકાઈ ગયા અને કાળજું વાઘ જેવું બનાવીને "જય હિંદ" બોલીને પતિને સલામી આપી.


એના સુકાયેલા આંસુએ દેશના દરેક નાગરિકની આંખમાં આક્રોશ જીવતો રાખ્યો. આખરે એ અર્ધાંગિની તો યોદ્ધાની હતી ને! સ્મશાનયાત્રામાં આગળ જોડાઈ ગઈ ને પતિને મુખાગ્નિ આપીને શહીદની પત્નીનો ધર્મ નિભાવ્યો.


આજે એ એના બાળકોની માની સાથે બાપ બની ગઈ હતી અને પરિવારનો દિકરો બનીને જવાબદારી ઉઠાવી લીધી. કારણકે તે દેશના વીર સપૂતની પત્ની હતી. કુદરતે એને જિંદગી જીવવા માટેનું બહાનું આપ્યું હતું!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy