Leena Patgir

Romance Fantasy Thriller

3  

Leena Patgir

Romance Fantasy Thriller

છેલ્લી ઈચ્છા

છેલ્લી ઈચ્છા

5 mins
11.7K


મારું નામ રાજેશ છે. હું 24 વર્ષનો છું. અને સુરતમાં એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. મારા ઘરમાં હું એકજ સંતાન છું. મમ્મી - પપ્પા ગામડે રહે છે. મારે અવાર નવાર એક શહેરથી બીજા શહેરમાં જવાનું થતું હોય છે. મને સંબંધ બાંધવાની આદત પડી ગઈ છે જેના લીધે મારે ક્યાંય પણ જવુ હોય તો હું પહેલાથી ફોન કરીને રૂમની સાથે છોકરી પણ બુક કરાવી જ દેતો હોઉં છું.

એક દિવસ અચાનક મારે અમદાવાદ જવાનું નક્કી થયું. કામ હતું એવું એટલે બોસને ના પણ ન કહી શક્યો. ત્યાં ગયા પછી રાતે મને ટેવ મુજબ ચેન નહોતું પડતું એટલે મેં અમદાવાદમાં રહેતા એક મિત્રને વાત કરી એટલે તેણે કહ્યું કે કલાકમાં આવી જશે છોકરી.

હું તો રાહ જોવા લાગ્યો અને એટલામાં ડોરબેલ રણકી અને હું દોડતો દોડતો દરવાજો ખોલવા ગયો. સામે એક અપ્સરાને પણ શરમાવે એવી છોકરી અને દેખાવમાં જોની લીવરથી પણ જાય એવો ભાઈ ઊભો હતો.

એણે છોકરીને ધક્કો માર્યો અને મને ચપટી વગાડીને કીધું. 'કલાક આપું છું. કામ પતે એટલે લઇ જઈશ છોકરીને. કલાકના હજાર આપવાના રહેશે બરાબર '

મેં કહ્યું. 'દસ હજાર આપીશ પણ છોકરીને સવારે જ મોકલીશ બોલો મંજૂર છે '

તે હસીને બોલ્યો. ' સાલા આખી રાત બિચારીને હેરાન કરી મૂકીશ. સારુ પહેલા પૂરા પૈસા આપ પછી આવવા દઉં'

મેં એને પૈસા આપ્યા અને એ છોકરીને અંદર લાવીને દરવાજો બંધ કરી દીધો.

એને પકડીને મેં બેડ પર બેસાડી. એનો સ્પર્શ મને ખૂબજ મીઠો લાગ્યો હતો. અત્યાર સુધી મને આવો રોમાંચ કયારેય નહોતો થયો.

મેં પૂછ્યું. 'શું નામ છે તમારું?? '

તેણે કહ્યું. 'મુસ્કાન '.

આટલું કહીને તે પોતાના કપડાં કાઢવા લાગી. મેં એને રોકી પણ એની પીઠ પાછળ અને ખભા પરના નિશાન હું જોઈ ગયો. મેં એને ખેંચીને ફરી બાજુમાં બેસાડી અને પૂછ્યું. ' મુસ્કાન તારી સાથે જબરદસ્તી થાય છે? '

મુસ્કાનનો જાણે નદી પરનો બંધ તૂટી ગયો હોય એમ ચોધાર આંસુએ રોવા લાગી અને કહેવા લાગી. 'શું ફરક પડે છે સાહેબ. તમે પણ તો આવુજ કરવાના છો. 2 મિનિટ મીઠી વાતો કરશો અને આખી રાત દાઝ્યા પર ડામ દેશો. કોઈજ ફરક નથી હોતો પુરુષજાતમાં. બજારુ છોકરીઓને પણ બજારમાંથી લાવેલું રમકડું સમજીને થોડી વાર રમી લો છો અને પછી નાખી દો છો'

મુસ્કાનની આ વાતો સાંભળીને મને ઝાટકો લાગ્યો. એ જે બોલી એમાં ખોટું પણ કાંઈ નહોતું. મને મારીજ વાત યાદ આવી ગઈ. હું પણ દરેક છોકરીઓ સાથે એ જ વસ્તુઓ તો કરતો હતો પણ ખબર નહિ મુસ્કાન પ્રત્યે કંઈક બીજી લાગણી મારા હૃદયમાં જન્મી હતી.... જે હું સમજી નહોતો શકતો.

હું મુસ્કાનનાં પગ પાસે ઘૂંટણિયે એના હાથ પકડીને બેસી ગયો અને બોલ્યો. 'તારી લાગણીઓ ને દુભાવવા બદલ મને માફ કરી દે. પણ તારી સાથે મને કંઈક વિચિત્ર લાગણી થઇ રહી છે જે હું સમજી નથી શકતો. મારે તારી સાથે સંબંધ નથી બાંધવો પણ તારી સાથે મિત્રતા જરૂર કેળવવી છે. તો તું મને તારો દોસ્ત બનાવીશ ? '

એણે ઘણી વખત સુધી વિચાર કર્યો અને પછી મારી મુસ્કાને એની કાતિલ મુસ્કાન રેલાવીને સહમતી દર્શાવી.

તેણે કહ્યું. 'મારું નામ ખુશી હતું. મારી મમ્મી મને મૂકીને બીજા સાથે ભાગી ગઈ અને બાપે મને ગરીબીથી કંટાળીને મારી 16 વર્ષની ઉંમરમાં મને વેચી દીધી'.

મેં તરત પૂછ્યું. 'તો તું અત્યારે કેટલા વર્ષની છું?? '

તેણે કહ્યું. '17'

હું મજાકના મૂડમાં બોલ્યો. 'સત્તરે પે ખતરા હોતા હે. તો મારે સાચવવું પડશે તારાથી '

મારો ફિલ્મી ડાયલોગ સાંભળીને એ માસુમનાં ચહેરા પર ખડખડાટ હાસ્ય ફેલાઈ ગયું.

હું તો બસ તેને જોયાજ કરતો....

તેણે કહ્યું ' આ લાઈનમાં મારું નામ મુસ્કાન રાખી દીધું છે. લોકો ભૂખ્યા વરુની માફક તૂટી પડે છે. કોઈ અડે તોય નથી ગમતું. નાં અડવાના પાંચ દિવસમાં પણ આ લોકો પૈસા માટે મને હેરાન કરતા અચકાતા નથી. ભાગવાનો વિચાર આવે પણ એક વખત ભાગવા ગઈ અને પકડાઈ પણ ગઈ તો મને અહીંયા ડામ આપી દીધા હતા. ' આટલું કહીને તેણે તેના પગના તળિયા બતાવ્યા જ્યાં ડામનાં નિશાન હતા.

આ બધું જોઈને હું તો દંગ જ રહી ગયો.

એમ કરતા કરતા કયારે સવાર પડી ગઈ એની ખબર જ નાં રહી. એ નાનકડી બાળક જેવી જ હતી. એની વાતો સાંભળવાની મને ખૂબજ મજા પડી રહી હતી. સવારે જતા પહેલા તેણે મને ગાલ પર પપ્પી આપી અને થેન્ક યુ કહ્યું. હું એને જતા રોકી જ નાં શક્યો. કયા હકથી એને રોકતો ?

આખો દિવસ ઉજાગરાના લીધે કામમાં મન પણ નહોતું રહેતું. આખો દિવસ ખુશીના જ વિચારો આવવા લાગ્યા. મને બધે ખુશી જ દેખાતી હતી. હસતી રમતી ખુશી.... એને જોઈને મને પણ હસવું આવી જતું....

મારા મમ્મીનો ફોન આવ્યો.

'બોલો મમ્મી કેમ યાદ કર્યો?? 'મેં પૂછ્યું.

તેમણે કહ્યું. 'ભૂલી ગયો કે આજે તારા બાપુનો જન્મદિવસ હે. તું દર વખતે ફોન કરે પણ આજે ભૂલી ગયો તે મને થયું કે લાવ તને કહી દઉં '

'અરે. હા હું ભૂલીજ ગયો હતો ' યાદ કરતા મેં કહ્યું.

ખબર નહિ મારા મમ્મીને કેમની ખબર પડી ગઈ હશે. આ માબાપ અને છોકરાઓ વચ્ચે કંઈક કનેકશન રાખેલું હશે ભગવાને.... મારી પરિસ્થિતિ જાણી ગયા હોય એમ તેઓ બોલ્યા. 'કોઈ છોકરી ગમી ગઈ હે કે હું ??'

મેં કહ્યું. ' નાં ના મમ્મી એવું કાંઈ નથી. હું ફોન રાખું. બાપુને કરી દઈશ ફોન હોં. જય માતાજી.

આટલું બોલીને મેં તરત ફોન કાપી નાખ્યો. અને વિચારવા લાગ્યો કે મારા મમ્મી મને તરત પારખી ગયા કે મને પ્રેમ થઇ ગયો છે તો મને સાચેમાં પ્રેમ જ થઇ ગયો લાગે છે.

અને હું બધું પડતું મૂકીને દોડ્યો મારી ખુશીને લેવા. રસ્તામાં ફોન કરીને પેલો રાતે મળ્યો તો એ માણસે મળવા બોલાવ્યો.

મેં એને કહ્યું. 'ખુશી ક્યાં છે? '

તેણે પૂછ્યું. 'કોણ ખુશી?

મેં કહ્યું. 'સોરી મુસ્કાન ક્યાં છે?? '

તેણે કહ્યું. 'આરામ કરે છે. રાતે તે બહુ હેરાન કરી લાગે એટલે હજુ ધરાયો નહિ લાગતો તું ' આટલું બોલીને હસવા લાગે છે.

મેં કહ્યું. 'પૈસા બોલ મુસ્કાનની આઝાદીના '

એ ફાટી આંખે મારી સામું જોઈ રહ્યો અને કહેવા લાગ્યો. 'એને તો ના વેચાય. મારે બહુ મોટુ નુકસાન થઇ જાય'.

મેં કહ્યું. 'જો ભાઈ એ નાબાલિક છે એ વાત પોલીસને ખબર પડશે તો નકામા હપ્તા ભરવાના ચાલુ થશે એની કરતા તું રકમ બોલ એમાંજ તારી ને મારી ભલાઈ છે '.

તેણે કહ્યું. 'એક કરોડ રૂપિયા કેશ '

મેં કહ્યું. ' આપ્યા જા. અઠવાડિયા પછી હું આવું છું એને લેવા. જો મારા ગયા પછી એક પણ દિવસ એને ધંધે મોકલી તો મારાથી ખરાબ કોઈ નહિ થાય. હું આવું છું કહી દેજે એને પણ અને હું ત્યાંથી સીધો મારા ગામડે ગયો અને બાપુને મનાવીને જમીન પડી હતી એ વેચી દીધી અને અઠવાડિયા પહેલા જ મારી ખુશીને લેવા પહોંચી ગયો.

પણ જોયું તો મારી ખુશીની લાશ મારી નજરો સામે પડી હતી.

એણે ગળાફાંસો ખાધો હતો. કેમ ખાધો એ રહસ્ય હું જાણી ના શક્યો પણ જતા જતા નાબાલિક ખુશીએ મને જીવનના ઘણા પાઠ ભણાવી દીધા જે હું મારા બાલિક હોવા પર પણ નહોતો સમજી શકતો.

અચાનક એક દિવસ ખુશી મારા સપનામાં આવી અને મને કહ્યું. 'તમારા ગયા પછી આ લોકોએ મને મારવાનું કાવતરું રચ્યું હતું અને તમારી જોડેથી પૈસા લઈને તમને પણ મારી નાખવાના હતાં એટલા માટે તમને બચાવવાં હું મોતને ભેટી ગઈ. એ લોકોને સજા અપાવશો એ આશાએ મરી છું '

અને આ સપનું તૂટતાં હું બેઠો થઇ ગયો અને નીકળી પડ્યો મારી ખુશીની છેલ્લી ઈચ્છા પૂરી કરવા.


Rate this content
Log in

Similar gujarati story from Romance