Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Leena Patgir

Romance Fantasy


3  

Leena Patgir

Romance Fantasy


સુહાગરાત

સુહાગરાત

3 mins 12.2K 3 mins 12.2K

બંધ ઓરડામાં ઝાંખો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. પથારી પર રંગબેરંગી ફૂલોની સેજ તૈયાર કરાઈ હતી. ફૂલોની સુવાસથી આખો રૂમ મઘમઘાટ થતો હતો. ત્યાંજ વરવધુ રૂમની અંદર પ્રવેશ્યા. 

પૂજા અને વિવેક પોતાની સુહાગરાતે વાતો કરતા પથારીમાં લંબાવે છે. 

વિવેક : જો પૂજા આપણે એકબીજાને ભલે 7 વર્ષથી ઓળખતા પણ હવે આપણે સાત જનમ સાથે રહેવાના વચનો આપ્યા છે, એટલા માટે હું ઈચ્છું છું કે આજની રાત આપણા બેઉ માટે ખુબજ યાદગાર ક્ષણ બની જાય..

પૂજા : સાચું કહું વિવુ મારે પણ તને એમજ કહેવું હતું પણ ડર હતો કે તું સમજીશ કે નહીં એમ, કારણકે આપણે વર્ષથી ફિઝિકલ નહોતા જોડાયા માટે.

વિવેક : એટલો બધો પણ બોરિંગ નથી હું મેડમ હોં. તો આજે આપણે આપણી લગ્ન પહેલાની યાદગાર ક્ષણોને વાગોરીએ..

પૂજા : હમ્મ, તો યુ ફર્સ્ટ.

વિવેક : એ બકા લેડીઝ ફર્સ્ટ હોય તો પહેલા તારો વારો.

પૂજા : એવું ના હોય યાર, તું કહીશ તો મને સારુ લાગશે.

વિવેક : સારુ તો પછી બીજું કંઈક કરશું એમાં તારે પહેલ કરવી પડશે બરાબર

પૂજા : જા ને સાલા જબરા. સારુ હું જ કરું છું શરૂઆત.

વિવેક : શું કરવામાં??

પૂજા : અરે યાર યાદગાર ક્ષણ કહેવામાં.

વિવેક : હા સારુ તો બોલો મેડમ.

પૂજા આંખો બંધ કરે છે અને જાણે એના ભૂતકાળમાં સરી પડી હોય એમ કહે છે,

પૂજા : તું મારા જીવનમાં આવ્યો, ફ્રેન્ડ બન્યા, કોલેજમાં હોઉં ને તારો મેસેજ આવે એટલે સીધી બહાર અને આપણે ખુબજ રખડતા, તું મને અડધી રાતે મારા ઘરની બહાર આવતો લેવા, ને હું ચોરી છુપીથી તારી સાથે બહાર નીકળતી, તારી સાથે કોણ સૌથી વધારે હોંશિયાર એવી આપણે શરત લગાવી હતી જેમાં તે જો હું હારું તો મારે તને 100 કિસ આપવી પડશે જે મેં પણ ટસલમાં માની લીધી હતી અને હું એ શરત હારી ગઈ હતી અને આપણી પહેલી કિસ થઇ હતી, આપણે એકબીજાની આંખોમાં જોઈને પલકારો ના થાય એની શરત ખુબ લગાવતા જેમાં તું મને હંમેશા તારા ચેનચાળા કરીને હરાવી જ દેતો, મને ખબર છે તું બહુ રોમેન્ટિક માણસ નથી તેમ છતાં મારી સાથે બધા ડેય્ઝ મનાવતો, મને સાડીમાં જોઈને તારા મન પર કાબુ ના રહેતો જે જોઈને મને ખુબ હસવું આવતું, નવરાત્રી તને નહોતી ગમતી પણ મારી માટે થઈને તું મારી સાથે જ આવતો.

વિવેકનો કાંઈજ અવાજ ના આવતા પૂજા આંખો ખોલે છે તો વિવેક પણ આંખો બંધ કરીને સાંભળતો હોય છે.

પૂજા : સૂઈ ગયો કે શું?

વિવેક : પાગલ થઇ છું, કોઈ પોતાની સુહાગરાતે ઊંઘતું હશે.

પૂજા : હા તો મારી તો આવી ગઈ મોટાભાગની યાદગાર ક્ષણો હવે તારો વારો તું કહે.

વિવેક : એમ તો તે મને પણ ગમતી યાદગાર ક્ષણો કહીજ દીધી છે જેમાં થોડું ડિટેઇલમાં કહું તો અત્યારની ક્ષણો વધારે રોમેન્ટિક થઇ જશે.

પૂજા : અચ્છા તો બોલો પતિદેવ.

વિવેક : તને પહેલી વખત જોઈ હતી ત્યારે તે વાઈટ કલરનું ટોપ પહેર્યું હતું જેમાં તું પરી જેવી લગતી હતી, તને જોઈ ત્યારનું તને અડવાનું અને વળગવાનું મન થઇ ગયું હતું પણ એ તરત તો શક્ય નહોતું એટલે તને ગેમમાં હરાવી દેતો ચિટિંગ કરીને એટલે હું કહું એમ તારે કરવું પડતું, મારી બર્થડે પર, દિવાળી પર, વેલેન્ટાઈન પર તું તારા હાથોથી મારી માટે કાર્ડ બનાવતી અને એનું લખાણ અને તારા વિચારો હંમેશા તને મારા માટે આદર્શ બનાવી દેતા, તારી સાથે ગાડીમાં રખડતા અને મોકો મળતો ત્યાં થોડો પ્રેમ પણ કરી લેતા, તું નવરાત્રીનો ઉપવાસ રાખતી જેમાં તું બ્રહ્મચર્ય પાળતી પણ હું તારો ઉપવાસ તોડાવીજ દેતો, તું મારી માટે કરવા ચોથ કરતી અને મને ધાબે બોલાવતી ઉપવાસ ખોલવા હું પણ તારી માટે બહારથી જમવાનું લાવતો અને તને મારા હાથથી જ જમાડતો અને પછી રાતના અંધકારમાં આપણે ખુબ પ્રેમ કરતા, આપણે ફેમિલી સાથે ગોવામાં ગયા હતા ત્યારે રાતે બધા સૂઈ જતા અને આપણે બે ગાડીમાં બેસીને લોન્ગ ડ્રાઈવ ગયા'તા, તને સાડીમાં જોઈને ગમે તેમ કરીને બહાર લઇ જતો અને આપણા ઘરમાં મારા હાથથી તારી સાડી ખેંચતો અને તું બહુજ શરમાતી.

પૂજા : બસ બસ હવે તમને તો એના સિવાય કાંઈ દેખાતુંજ નથી.

વિવેક : તો આજની રાતે ભજનકીર્તનની વાતો ના કરવાની હોય ડાર્લિંગ

એમ કહીને વિવેક પૂજાને ધક્કો મારીને પાડી દે છે અને પ્રેમની દુનિયામાં બંને પ્રેમી પંખીડાઓ એકબીજાને પોતાની અંદર સમાવવામાં લાગી જાય છે.


Rate this content
Log in

More gujarati story from Leena Patgir

Similar gujarati story from Romance