Leena Patgir

Tragedy Others

4  

Leena Patgir

Tragedy Others

ભૂલનું પરિણામ

ભૂલનું પરિણામ

3 mins
23.8K


'નિધિ તને પગે લાગું છું મારી મા તારો ત્રાસ હવે ઓછો કર તો સારુ રહેશે ', ચીડાયેલા મનને પોતાની પત્ની નિધિને કહ્યું,

'મનન તને હવે મારું કાંઈ પણ કહેવું ત્રાસ લાગે છે ?' નિધિએ દુઃખી થતા કહ્યું,

'બસ કર યાર એક એનિવર્સરી શું ભૂલી ગયો એમાં તો આટલી મોટી ધમાલ મચાઈ દીધી અને તારે સેલિબ્રેટ કરવો જ હતો તો કાલે હતો ત્યારે કહી સકતી હતી ને, બસ આટલી અમથી વાતમાં તને ઝગડા કરવાની ટેવ પડી ગઈ છે ', મનન આટલું બોલીને તેનો નાસ્તો કર્ય વગરજ ઓફિસ જવા નીકળી ગયો,

નિધિ જતા મનનને રોકી જ ના શકી, ના એના આંસુઓ રોકી શકી. કેટલીયે વાર સુધી ત્યાં ટેબલના ખૂણે માથું ઢાળીને રોતી જ રહી, 

થોડી વાર બાદ સ્વસ્થ થયાં પછી જાતે ઉભા થઈને પાણી પીધું, અને પોતે પણ કાંઈ પણ ખાધા પીધા વગર તેના બેડરૂમમાં ચાલી ગઈ. રોઈ રોઈને તેનું માથું દુખવા લાગ્યું હતું એટલે તેણે ડ્રેસિંગ ટેબલ પાસે જઈને ખાનું ખોલ્યું પણ ત્યાં એને પેઈન કિલર ના મળી, તે બીજા ખાના ચેક કરવા લાગી એટલામાં એક કાળા કલરની ડાયરી જમીન પર પડી, નિધિએ તેને હાથમાં લીધી અને ખોલીને જોવા લાગી, એ મનનની જ ડાયરી હતી, તે શાંતિથી એ ડાયરી લઈને બેડ પર બેસી ગઈ અને વાંચવા લાગી.

ટૂંકમાં કહીએ તો મનનની જે વાતો એ પોતે નહોતી જાણતી તે એને એ ડાયરીથી જાણવા મળી, મનનની કંપનીને બહુ મોટું દેવું થઇ ગયું હતું એટલે મનન દિવસ રાત ઓફિસના પ્રેશરમાં જ રહેતો હતો, તેણે એમ પણ લખ્યું હતું કે એના આવા ખરાબ ટાઈમમાં નિધિના સાથની તેને ખુબ જરૂર છે પણ નિધિ તેની સાથે કારણ વગર ઝગડતી હોય છે. આ બધું વાંચીને નિધિને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને વિચારવા લાગી કે, 'મનનને મેં જો સામેથી કહ્યું હોત તો એ પણ ખુશ થઈને એનિવર્સરી મનાવત, હું પણ ઈગોમાં જ રહી કે એ સામેથી યાદ કરે પણ પ્રેમમાં ઈગો થોડી રખાય ', આવું વિચારતી નિધિ તૈયારીઓ કરવામાં વ્યસ્ત થઇ ગઈ, 

આ બાજુ મનનને પણ ઓફિસમાં મન નહોતું લાગતું, તેને એની રડતી નિધિને ગુસ્સામાં એકલી મૂકીને નીકળી જવા પર અફસોસ થઇ રહ્યો હતો, તેને ડર લાગવા લાગ્યો હતો કે જો નિધિ રિસાઈને જતી રહેશે તો પોતે કેમનો રહેશે. એના માટે નિધિજ તો સર્વસ્વ હતી. તેણે નિધિને સોરી કહેવા કોલ્સ કર્યા પણ નિધિએ સાંજે મનન ઘરે આવશે ત્યારે સરપ્રાઈઝ આપશે એવું વિચારી તેના કોલ્સ કાપતીજ ગઈ. મનને ખુબ બધા મેસેજ કર્યા પણ નિધિએ ફોનને સાઈડ પર જ મૂકી દીધો અને પાછી ઘરને શણગાવવામાં લાગી ગઈ.

મનનને હવે માથું ભારે લાગવા લાગ્યું હતું, તેને હવે નિધિ ઉપર પણ ગુસ્સોજ આવવા લાગ્યો કેમકે પોતે મનાવવાવાળો વ્યક્તિ જ નથી પણ પોતે કેટલા પ્રયત્નો કર્યા પણ નિધિ માનતીજ નથી. મનન ઓફિસથી નીકળીને બાર પર પહોંચ્યો અને ત્યાં ખૂબજ દારૂ પીધો. સાંજ થતા તે ઉભો થવા ગયો પણ એ ઉભો પણ નહોતો રહી શકતો, માંડ માંડ ગાડીમાં બેઠો.

આ બાજુ સાંજ થતા બધું કામ પરવારીને નિધિએ ફોન જોયો તો એમાં એને મનનના કરેલા પ્રયત્નો અને માફી જોઈને દિલ ઉભરી આવ્યું. તેણે મનનને કોલ્સ કર્યા પણ હવે મનન ગુસ્સામાં સળગતો હતો, મનને ગાડી ચાલુ કરી અને રસ્તામાં સ્ટિયરિંગ પર કાબુ ના રહેતા ગાડી સીધી બ્રિજ કૂદીને સાબરમતીમાં સમાઈ ગઈ. મનને બહાર આવવા પ્રયત્નો કર્યા પણ તે પોતાના પર જ કાબુ ના રાખી શક્યો અને તડપતા અંતિમ શ્વાશો મૂકી દીધા,

આ તરફ નિધિને જાણ થઇ તો તે તૂટી પડી અને એને આ ઘટનાઓ પાછળ પોતાનોજ વાંક લાગ્યો અને એ દિવસે રાતે જ તેણે પોતાના બેડરૂમમાં ગળાફાંસો ખાધો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy