Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Leena Patgir

Romance


4  

Leena Patgir

Romance


પહેલી મુલાકાત

પહેલી મુલાકાત

4 mins 76 4 mins 76

ડિયર, આદિત્ય,

  

આજે 7, ફેબ્રુઆરીએ આપણા સંબંધને 7 વર્ષ પૂરા થઇ રહ્યા છે, એવું કહેવાય છે કે જે સંબંધ 7 વર્ષ સુધી લાંબો ચાલે એ 7 જન્મોનો સાથ નિભાવી જાય છે, આપણા લગ્નને પણ હવે 7 દિવસનીજ વાર છે, કેવો સંજોગ છે નહિ 7 ના આંકડાનો આપણા પ્રેમ સાથે.

આજે થોડી આપણા પ્રેમની શરૂઆત એટલે કે આપણી પહેલી મુલાકાત વિશે હું કહેવા માંગુ છું. મને ખબર છે તારા માટે પણ એ દિવસ કેટલો અમૂલ્ય હતો, અજાણ્યા નંબરથી આપણે એકબીજાને જાણતા થઇ ગયા હતા, શરૂઆતમાં તારી સાથે આખી રાત વાતો કરવી અને હું તો દિવસમાં 10 વખત ડીપી બદલ્યા કરતી અને તું મારા ભરપૂર વખાણ કરતો, મારી એ બાલિશ હરકતો યાદ કરીને મને હજુ હસવું આવી જાય છે, હવે તો સમય સાથે ઘણી સમજણ આવી ગઈ છે, એ વખતે હું તારી ગર્લફ્રેન્ડ બનવાને જ લાયક હતી પણ હવે હું તારી અર્ધાંગિની બનવા સક્ષમ છું,

પહેલી મુલાકાત આહા, કઈ રીતે ભૂલી શકું, તને મેસેજમાં મેં પહેલેથી જ કહ્યું હતું કે હું જે રંગ પહેરીને આવીશ એ જ રંગ જો તે મારી સાથે મેચિંગ કર્યો તો આપણી લવશિપ પાક્કી, અને તે સાલા ચીટરીયા મારી ફ્રેન્ડને પૂછીને મેચિંગ કરી લીધું હતું, સફેદ ઘોડા પર જેમ વરરાજા પોતાની દુલ્હનને લેવા આવે એમ તું પણ સફેદ ટીશર્ટ પહેરીને સફેદ ગાડીમાં મારું મન અને મારું દિલ ચોરવા આવ્યો હતો, તને મારા કપડાં સાથે જ મેચીંગ જોઈને મને એક સુખદ ઝાટકો લાગી ગયો હતો કે આપણે બંને એકબીજા માટે જ બન્યા છીએ, ત્યારપછી મને તો તારી સાથે વાતો કરવામાં ખૂબજ શરમ લાગતી હતી, એમ તો હું બહુજ બિન્દાસ છોકરી હતી પણ ખબર નહિ તને જોઈને મારું દિલ જોરજોરથી ધબકવા લાગ્યું હતું કદાચ એને જ પ્રેમનો અહેસાસ કહેવાય એ વખતે હું સમજી ચૂકી હતી, પછી આપણે કેફેમાં ગયા હતા અને મને ટેબલ પર મૂકીને તું ત્યાં ઓર્ડર આપીને મારી સામે તારી કાતિલ નજરોના બાણ ચલાવતો હતો અને હું તારામાં મંત્રમુગ્ધ બનતી જતી હતી,

પછી એકજ કોફી લઈને તું આવ્યો અને એ કોફીનો કપ જોઈને મારા ફેસ પર સ્માઈલ આવી ગઈ કેમકે તે કોફીમાં પણ સ્માઈલી કરાવ્યું હતું, મારી સ્માઈલ જોઈને તું પણ તારી સુંદર સ્માઈલ સાથે મારી સામું જ જોઈ રહ્યો હતો, તારામાં મને ગમતી એક વસ્તુ આ પણ છે, તારી સ્માઈલ, તું હસે છે ત્યારે તારા ગાલ પર પડતા ખંજનોમાં મને પણ પડી જવુ હોય છે, છોકરીઓના ખંજન સુંદર હોય પણ તારા ખંજન જોઈને મને જાણે મારો પ્રિય શાહરુખ ખાન મળી ગયો હોય એમ લાગવા લાગ્યું હતું, મને તો કોફી પી ને એ સ્માઈલને હટાવવાનું બિલકુલ મન નહોતું થતું પણ પછી હું પણ એ વાત સમજી જ ગઈ હતી કે તું એકજ કપ શા માટે લઈને આવ્યો હતો, અને મેં કપ મોંઢે માંડ્યો ને મારી હળવી ગુલાબી લિપસ્ટિકની છાપ એની પર પડી ગઈ, મારા કપ મૂકતા જ તારો લંબાયેલો એક હાથ મારા હાથમાં મૂકી દેતા તારા એ પ્રથમ સ્પર્શથી મારા હૃદયના ધબકારા વધવા લાગ્યા, મારા ઠંડા પડેલાં હાથ જોઈને તું મારી મુંઝવણ સમજી ગયો અને તે પછી તે તારો હાથ લઇ લીધો અને પછી તે પણ એ જ જગ્યાએથી કોફી પીધી જ્યાંથી મેં પીધી હતી.

અને પછી ત્યાંથી આપણે મુવી જોવા ગયા જે હતું 'જન્નત ' તારા આવવાથી હું પણ જન્નતમાં પહોંચી ગઈ હોઉં એવું લાગતું હતું, તને વળગીને આખુ મુવી આપણે જોયું હતું, આપણી આજુબાજુનાં લોકોને જોઈને મને ઘડીક ઈર્ષ્યા થતી કેમકે તું એવી કોઈજ હરકત નહોતો કરતો પણ પછી મને તારું એ જ વ્યકિતત્વ ગમી ગયું હતું અને તારા ઉપર વધારે માન અને પ્રેમ વધી ચૂક્યુ હતું, ત્યારપછી તું મને ઘરે મુકવા જતો હતો અને રસ્તામાં આપણે અંતાક્ષરી રમ્યા હતા, એટલામાં ઘર આવી ગયું અને આપણી પહેલી મુલાકાત પૂરી થવા આવી હતી, જતા જતા મારો ઉદાસ ચહેરો વાંચીને તે કહ્યું કે જલ્દી ફરી મળીશું અને મારા ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી, પછી મને દિલથી તને વળગવાનું મન થયું હતું પણ મારા હૈયાના શબ્દો હોઠે નહોતા આવી સકતા અને ફરી જાણે તું મારા મનની વાતો જાણી ગયો હોઉં એમ સામેથી મને વળગી ગયો અને હું પણ મનોમન ખુશ થઇ ગઈ અને જોરથી તને ભેટવા લાગી હતી, લગભગ પાંચ મિનિટ સુધી આમજ ભેટ્યા બાદ આપણે અલગ થયાં અને તારા ગાલ પર એક કીસ આપીને હું ફટાફટ હસતી હસતી ગાડીનો દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ હતી, 

કેટલી સુંદર અનુભૂતિ હતી નહિ આદિ ! આપણા પ્રેમનો એ પહેલો દિવસ આપણા માટે કેટલો અદ્ભૂત રહ્યો હતો, આજના દિવસે ફરી આ યાદને યાદ કરીને હૈયું હિલોળે ચઢ્યું છે, આપણે લગ્ન પછી પણ રોજ આપણા પ્રેમનો પહેલો દિવસ હોય એમજ એકબીજાને પ્રેમ કરતા રહીશું.

તારી થવાવાળી પત્ની,

નિધિRate this content
Log in

More gujarati story from Leena Patgir

Similar gujarati story from Romance