શતરંજની ચાલ
શતરંજની ચાલ


બંધ રૂમની ભેંકાર શાંતિ સામસામે બેઠેલા હરીફોના મગજની નસોને વધુ ખેંચતી જઈ રહી હતી. ઘડિયાળની ટીક ટીક થતી સેકન્ડો સમયને ચીરતી આગળ વધી રહી હતી.
64 ખાનાઓમાં જાણે પ્રાણ પુરાયા હતા. એક શતરંજ રમનાર ચેસબોર્ડમાં પ્રાણ ઉમેરી શકે એ સો ટકા સત્યની વાત છે. બંધ રૂમમાં સામસામે બેઠેલા એ બે હરીફ હતા શતરંજના ધુરંધરો.
એક હતા ઇન્ડિયાથી વિશ્વનાથન આનંદ અને બીજા છેડેથી હતો નવોદિત યંગસ્ટર કેનેડાનો જ્હોન એન્ડ્રયુઝ. આનંદ સતત પાંચ વર્ષથી વર્લ્ડ ચેસ ચેમ્પિયન હતો, પણ આ વખતે તેને ટક્કર આપનાર પણ કાંઈ કમ નહોતો. સતત પાંચ ડ્રો બાદ આ અંતિમ રમત રમાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.
બંને જણાને એક બંધ રૂમમાં મોકલવામાં આવ્યા.
'આનંદ વાય કાન્ટ વી ટોક બિટવિન ગેમ?? ઇન સાયલન્સ એનીબડી કેન પ્લે.' (આનંદ આપણે ગેમ રમતા રમતા વાતચીત કરીએ. શાંત વાતાવરણમાં તો કોઈપણ રમી શકે. ) જ્હોને રમત શરુ થતા પહેલા પોતાના શાતીર દિમાગને જોર આપતાં કહ્યું.
'હા, ચોક્કસ. મને કોઈ વાંધો નથી. લેન્ગવેજ ડીકૉડર મશીન પણ સાથે છે એટલે રેકોર્ડિંગમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ' આનંદે ચહેરા પર હાસ્યરેખાઓ ખેંચતા જવાબ આપ્યો.
'ઓકે સો નાઉ ટ્વીસ્ટેડ ગેમ ઇસ બિગીન.' (તો હવે શરુ થાય છે ટ્વિસ્ટેડ ગેમ) જ્હોને રમત શરુ કરતા ખુશીથી કહ્યું !
'યાહ... 'આનંદે સૌપપ્રથમ પોતાનો રાજાની આગળનો સૈનિક બે કદમ વધાર્યો.
'ધીસ મેચ કાન્ટ બી ડ્રો ઓક્કે વન પ્લેયર મસ્ટ વિન. ધેટ વન ઇસ મી.'(આ મેચ ડ્રો ના જવી જોઈએ. એક પ્લેયર તો જીતવો જ જોઈએ. અને એ હું જ હોઈશ. ' જ્હોને પોતાના ઘોડાની આગળનાં સૈનિકને એક કદમ વધાર્યો.
'માય ડિયર ફ્રેન્ડ હું ચેસને જીતવા માટે નથી રમતો પણ મારા પ્યાદાઓ હારે નહીં એટલા માટે રમું છું.' આનંદે પોતાના વજીરના બે ડગલા જમણી બાજુ ખસેડતા જવાબ આપ્યો.
'ઓહહ કમોન... સ્ટોપ ધીસ નોનસેન્સ. યુ ઇન્ડિયનસ થિન્ક ધેટ યુ આર કૂલ બટ યુ આર ફૂલ.' (અરે બસ.. બકવાસ બંધ કરો. તમને ભારતીયોને એવું લાગે છે કે તમે હોંશિયાર છો પણ તમે સાવ મૂર્ખ છો. 'જ્હોન પોતાના ડાબી બાજુનાં ઘોડાને જમણી બાજુ ચલાવતા બોલ્યો.
'તું હજુ નવો નવો આવ્યો છું. ચેસ માટેના પ્રેમને તું શું સમજે?? ' આનંદે પોતાના જમણી બાજુનાં ઊંટને ડાબી બાજુ ત્રણ ડગલા આગળ વધાર્યો.
'નાઇસ... યુ નો વ્હેન આઈ વૉઝ લર્નિંગ ચેસ, આઈ વૉઝ સીઇંગ યોર વિડિઓઝ. યુ પ્લયેડ વેરી વેલ બટ નાઉ આઈ એમ જીનિયસ..આઈ નો યોર ઓલ વિકનેસિસ '
(સરસ.. તને ખબર છે હું જયારે ચેસ શીખતો હતો ત્યારે હું તારા જ વિડીયો જોતો હતો. તું અલબત્ત સારુ રમે છે પણ હવે હું માસ્ટર થઇ ગયો છું. મને તારી બધી કમજોરી ખબર છે. ) જ્હોન પણ સામે ઊંટને મારવા પહેલા ઘોડા આગળનો સૈનિકને ફરી એક ડગલું આગળ લેતા બોલ્યો.
'ચેસ એ માત્ર રમત નથી. જીવનમાં પણ ચેસનાં અમુક નિયમો ઘણું બધું શીખવી જાય છે. હું માત્ર સાત વર્ષની ઉંમરે ચેસ રમતા શીખ્યો હતો. મને રમકડાં કરતા ચેસના પ્યાદાઓ વધુ પ્યારા લાગતા હતા. મારા પપ્પાએ મને ચેસ શીખવી તો હતી પણ તેઓ નહોતા જાણતા કે હું તેમને જ ચેક્મેટ કરતો થઇ જઈશ. જયારે મને સમજણ આવી હતી ત્યારથી હું હંમેશા એમને હાથે કરીને જીતવા દેતો હતો.' આનંદ પોતાનો હાથી આગળનો સૈનિક ચલાવતા બોલ્યો.
'ઓહહ ધેટ્સ ધ પ્રોબ્લેમ ઓફ યુ ઇન્ડિયન પીપલ્સ. યુ કેન એનીટાઇમ લોસ્સ ધ ગેમ ફોર યોર લવલી પીપલ્સ બટ વી ઓન્લી પ્લે વિથ માઈન્ડ.' (ઓહહ આજ તો તમારા ભારતીયોની પ્રોબ્લેમ છે. તમે ગમે ત્યારે કોઈના પણ માટે હારી જાઓ છો પણ અમે માત્ર મગજથી જ રમીએ છીએ. ) જ્હોન પોતાના ઊંટને બહાર કાઢતા બોલ્યો.
'એટલા માટે જ તમે લોકો સંસ્કારની બાબતમાં શૂન્ય છો. '
'ડોન્ટ ફોર્ગેટ ધેટ યુ મેડ ધ ઝીરો બટ ડોન્ટ વરી ટુડે આઈ કેન પ્રુવ ધેટ યુ આર ઓલ્સો ઝીરો. ' (એ ન ભૂલીશ કે શૂન્યને તમે જ બનાવ્યો છે. પણ ચિંતા ના કરીશ આજે હું સાબિત પણ કરી દઈશ કે તું પણ એ જ શૂન્યનો એક ભાગ છું. )
'હાહાહા, તને ખબર છે શતરંજની ગેમ પણ આપણી લાઈફ જેવી છે. કયારે નવો દાવ આવે અને રમવો પડે એની ખબર જ ના પડે. ચેસની રમત તો કદાચ એક દિવસમાં પૂરી થઇ જાય પણ જીવનની રમત તો સદાય ચાલતી રહે છે. તારા જેવા ચેકમેટ કરવાવાળા આવે ત્યારે જ બસ થોડું દિમાગ લગાવવું પડે છે જેથી સામેવાળાની બાજી પલટી જાય એન્ડ ધીસ ઇસ ચેક એન્ડ મેટ. ' કહીને આનંદે પોતાના વજીરથી ડાયરેક્ટ ચાર કદમ આગળ ચાલી ઊંટ આગળનો સૈનિક મારીને ચેકમેટ આપતાં જ્હોન સામું રહસ્યમયી સ્મિત ફરકાવતો રહ્યો. પોતાની ચેર પર પાછળ હાથ રાખીને આનંદ જ્હોનની સામું જોવા લાગ્યો.
'હાઉ કેન ધીસ હેપન !! ' (આ કેવી રીતે બની ગયું!!) જ્હોન શતરંજની બાજી પર નજર ફેરવતા બોલ્યો. '
'બેટા, શિષ્યને ગમે તેટલું લાગે કે તે એના ગુરુથી વધુ હોંશિયાર થઇ ગયો છે તો એ એની મૂર્ખામી છે. ગુરુ ગુરુ જ રહે છે. ' આનંદ પોતાની ખુરશીમાંથી ઊભો થયો અને જ્હોન સામું હાથ લંબાવ્યો.
જ્હોને પણ સામે હાથ લંબાવ્યો અને તે આનંદને બહાર જતા જોઈ જ રહ્યો. તે હજુ શતરંજની સામું જોઈને એ ચાલ સમજવા મથી રહ્યો હતો.