રચનાઓ મીના શાહની

Romance Tragedy

4  

રચનાઓ મીના શાહની

Romance Tragedy

ચાંદીકી દિવાર

ચાંદીકી દિવાર

4 mins
402


નરીમાન પોઈન્ટની પાળ પર બેઠો બેઠો દરિયાના ઉછળતા મોજા કલ્પેશ જોઈ રહ્યો. પોતાના મન સાથે દરિયાની લહેરોને સરખાવી રહ્યો. શહેરોથી આવતી જતી ભરતી ઓટ જેવા જ વિચારો તેના મનમાં ઉમટી રહ્યા હતા. યાદ આવી રહી કાયરા સાથેની અંતિમ મુલાકાત. કાયરા અને તે કોલેજના પ્રથમ વર્ષથી સાથે ભણતા. શરૂમાં ગૃપમાં સાથે ફરતા ધીરે ધીરે બંનેને એકબીજાનો સાથ ગમવા લાગ્યો અને તેમની મૈત્રી પ્રેમમાં પરિણમી.

આ પાળ જ તેમનું મિલન સ્થાન. તેમની પ્રણયભરી ગુફતગોનો સાક્ષી આ દરિયો. ગ્રેજ્યુએશન બાદ ઘરમાં વાત કરવાનું નક્કી કર્યું. પોતે એક સાધારણ મિડલ ક્લાસ મા-બાપનો એકનો એક દિકરો હતો. તો કાયદા પણ સાધારણ ધરની જ દિકરી. એક મોટો ભાઈ હતો . તે એમ.કોમ. થઈ નોકરી કરતો હતો. બંનેના પરિવાર સમકક્ષ તેથી હસીખુશી વાત સ્વીકારશે તેવી ખાતરી હતી.

અઠવાડીયા પહેલા મમ્મીનાં બહેન -માસી- આવ્યા હતા કલ્પેશ માટે સરસ માંગુ લઈને. કરોડપતિ બાપની એકની એક દિકરી. ધંધામાં પલોટાઈને અમેરિકા જવાનો પણ ચાન્સ. પોતે ઘસીને ના પાડી દીધી. મમ્મી પપ્પાએ ભવિષ્યનો વિચાર કરી સમજાવવા મહેનત કરી પણ પછી નમતું જોખી દીધું.

આ વાત કાયરાને કરી તો તેને પોતાના પ્યાર પર નાઝ થયો. બંને ખુશ હતા. અને ત્યાં જ થોડા સમયમાં આ જ પાળ મળી તેણીએ આઘાત આપ્યો. રડતાં રડતાં જણાવ્યું તેના મોટાભાઇ માટે એક સરસ માંગુ આવ્યું છે. ભાઈનું ભવિષ્ય બની જાય. મા બાપને પણ જતી ઉંમરે સગવડભર્યું જીવન મળે. પણ તેમની એક માંગણી છે. કન્યાના કાકાના દિકરા સાથે તેઓ કાયરાને પરણાવવા ઈચ્છે છે. મા-બાપની ખૂબ મરજી છે. પૂરા ઘરને સમૃદ્ધિ પૂર્ણ જીંદગી મળે. એક દિકરી તરીકે મારે વિચારવું જ રહ્યું. વળી સાચું કહું તો એ રીતની લાઈફસ્ટાઈલ વસાવતા આપણે વર્ષો વીતી જશે. કલ્પેશ તેને જોઈ રહ્યો. નાસીપાસ થઈ ગયો પણ લાચાર.

આજે દરિયાકિનારે બેસી કાયરાને હંમેશ માટે ભૂલવાની મથામણ કરતો રહ્યો. અને ગાતો રહ્યો, "ચાંદી કી દિવાર ના તૂટી" .

કાયરા અને તેના ફેમિલીને માતબર કુટુંબ સાથે જ સંબંધ પસંદ છે તો મારે શા માટે તેના વગર જીવન સુનું માનવું ? તેણીને જ શ્રીમંતાઈ આકર્ષી રહી હશે. પ્રેમ લાગણી બધું ઠીક છે તેને ધનના ઢગલામાં જ સુખ દેખાયું. ખેર જે નસીબ.

અને ઘરે જઈને , માતાને કહી માસી મારફત આવેલ માંગવાનો સ્વીકાર કર્યો.સ્નેહા દેખાવે સારી અને મળતાવડી લાગી પણ કદાચ મનસ્વી હશે એમ પ્રતીત થયું. રંગેચંગે સગાઈ વિધી કરવાનું ઠરાવ્યું. ચાહીને કાયરાને પણ આમંત્રણ પાઠવ્યું. જો કે વ્યસ્તતાના બહાને તેણી ના આવી. મહિના પછી લગ્ન લેવાયાં. સ્નેહા તવંગર કુટુંબની એકની એક દિકરી હતી. નાની જગ્યામાં ના ફાવે તેથી સસરાએમોટો ફ્લેટ પહેલાથી જ વસાવી લીધો હતો.

લગ્ન બાદ પતિ પત્ની ત્યાં રહેવા ચાલી ગયા. મમ્મી- પપ્પા જુના ધરે જ રહ્યા. બધી સગવડ વસાવી લીધી પણ એકલતા તેમને અકળાવતી. દિકરા વહુ સાથે રહેવાની તેમની આશા પર પાણી ફરી વળ્યા. કદી ના માણેલ સગવડભર્યું જીવન મળ્યું પરંતુ કુટુંબ પ્રેમ ના મળ્યો.

સ્નેહા સ્વકેન્દ્રી આને ધાર્યું કરવાવાળી હતી. કલ્પેશ સમજણ અને સમાધાનકારી વલણથી રહેતો. બંનેની વિચારસરણી જ અલગ. પૈસાની રેલમછેલમા ઉછરેલ સ્નેહાને પ્યાર, લાગણીઓ, પ્રેમાલાપ બધું ટાયલાવેડા લાગતા. લાગણીઓને તે મળેલ ગીફ્ટની કિંમતથી આંકતી. અને કલ્પેશ ચૂપ થઈ જતો. બાકી કોઈ વિખવાદ નહોતો.ખરૂ કહીએ તો બંને પોતાનામાં જીવતા. સ્નેહા સખીઓ, પાર્ટી અને શોપિંગમા જ મશગુલ રહેતી તો કલ્પેશ સસરાના બિઝનેસમા વ્યસ્ત. કોઈ સમસ્યા નહોતી અને કોઈ ઐક્ય પણ નહોતું. જ્યારે જ્યારે મન ઉદાસ થતું અનાયાસ કાયરા યાદ આવી જતી.

આજે ફરી એ જ પાળ પાસે આવીને બેઠો બેઠો જીવનમાં ઘટેલી ઘટમાળ વિષે વિચારી રહ્યો હતો. ત્યાં જ સામે રોડ પરથી જોરથી અવાજ આવ્યો.કોઈની ટેક્સી ટ્રક સાથે ભટકાઈ હતી. ત્યાં દોડીને જોયું તો ટેક્સી ચાલક અને એક સ્ત્રી બેભાન પડ્યા હતા. લોકો ભેગા થયા અને બંનેને ઉઠાવી કોઈ ગાડીમાં હોસ્પિટલમાં લઈ જવા લાગ્યા. અને કલ્પેશને આઘાત લાગ્યો. તે સ્ત્રી કાયરા હતી. તે પણ હોસ્પિટલમાં સાથે ગયો. તેણીના મમ્મી પપ્પાને ફોન કર્યો. તેઓ દોડતા આવી ગયા. કાયરા હજુ ભાનમાં નહોતી આવી. તેના મમ્મી-પપ્પા આવ્યા એટલે કલ્પેશે કહ્યું "મારી પાસે તેના પતિનો નંબર નહોતો. હવે તેને બોલાવી લો." તેઓ આશ્ચર્યથી જોવા લાગ્યા. "પતિ ? કાયરાએ વળી ક્યાં કોઈને હા જ પાડી છે."

"શું? તમારા દિકરાના કાકાજીના છોકરા સાથે તેની વાત થઈ હતી ને ?"

"ના, રે. એવી કોઈ વાત જ નથી. અમારો દિકરો એટલે કે કાયરાનો મોટોભાઈ તો સારી જોબ મળતા પત્ની સાથેબેંગલોર શીફ્ટ થયો છે. કાયરા અહીં અમારી સાથે રહે છે. એક પ્રાઈવેટ ફર્મમા કામ કરે છે. કેટલું સમજાવવા છતાં લગ્ન માટે હા જ પાડતી નથી. "

"ઓહ, તો કાયરાની એ વાત. તેને માલદાર ઘર સાથે સંબંધ બાંધવા તમે દબાણ કર્યું હતું."

"તેણે તમને કહ્યું ?" તેની માતા બોલી."ખરૂ કહું? તમારા મમ્મી તેને મળી ગયા પછી કાયરાએ તમારા તરફથી મન વાળી લીધું હતું. કારણ તે કહેતી જ નથી."

"મારા મમ્મી કાયરાને મળ્યા હતા?"

કલ્પેશ તરત મમ્મીનાં ઘરે ગયો. કાયરાના અકસ્માતની, પોતાના પ્રેમભંગની બધી વાત કરી. તેની મમ્મી રડવા લાગી. રડતાં રડતાં બોલી, "બેટા, ખરે જ મારાથી ભૂલ થઈ ગઈ. સ્નેહાનુ માંગુ આવ્યું અને અમે ખુશ થઈ ગયા હતા. લાગતું હતું જીવનમાં જે સુખ આજ સુધી ના મળ્યું તે આ સંબંધથી મળી શકે. પણ તે કાયરા સાથે જ લગ્ન કરવાની જીદ કરી. અમે નાસીપાસ થઈ ગયા. છેલ્લા ઉપાય તરીકે હું કાયરાને મળી .તેને વિનવી અને મારી મહેચ્છા વ્યક્ત કરી. તારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા તેની સામે હાથ ફેલાવ્યો. તે માની ગઈ. મને ના સમજાયું પૈસાથી સગવડ મળી શકે સુખ નહીં. તારી હું ગુનેગાર છું'."

કલ્પેશ પોતાની આને કાયરા વચ્ચે ચણાયેલી ચાંદી કી દિવાર જોઈ રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Romance