ચાલશે - ૩
ચાલશે - ૩
ફરી ૧૭મી મે ૨૦૨૦..ને કાલથી તો બધુ જ બંધ..
કેટકેટલાય જીવોને જાણે કે એક આંચકો લાગ્યો...બધા જ મચી પડ્યા છે જુસ્સો વધારવા ને જીવનને સમતોલપણે સાચવવા. તોએ મન હવે ધીરું પડ્યું છે નહીંને..?
કંઈ વાંધો નહીં શાક નહીં મળે તો..! કઠોળ તો છે ને..! ખાય લઈશું..પણ કોથમીર વગર, લીલા મરચાં નું શું ?
એ પણ ચાલશે ! ક્યાં સુધી કદાચ છે તેટલા કપડાં પહેરી કાઢશું,પણ જીભ જે સ્વાદને જ ઓળખે છે તેને કેમ ચાલશે...?
પહેલાના જમાનામાં અનાજ,મસાલા ને કઠોળ બાર મહિનાના ભરાતા, અથાણાં ને છૂંદો બાર મહિનાનો થતો કારણ જાણો છો..? રાજાઓ રજવાડાઓ યુદ્ધો કરતાં તેથી ક્યારે નજરકેદ થઈ જવાતું તે નહોતી ખબર..!
શાકભાજી જમીન કે ઘરની આજુબાજુની જગ્યાનો ઉપયોગ કરી વેલાને છોડવા ઊગાડવામાં આવતાં. તેથી ન તો અછત હતી ન હાડમારી.
ગામ હોયતો બાર્ટર સીસ્ટમ એટલેકે એકબીજાની ચીજોની અછત પૂરી થતી..અત્યારે જગ્યાના અભાવના બહાના હેઠળ મહિનાનું અનાજ, કઠોળને મસાલાના પેકેટ ભરાય છે પણ ઘરમાં મોઘાં વાસ, શો પીસ ને ફર્નિચરની સગવડ થાય છે...ત્યાં ચાલશે નથી હોતું.
જરા કોરેનટાઈન ખૂલતા તરસ્યા લોકો દોડી ગયા કારણ જમા કરેલો રોજનો કોટા પૂરો થયો..એવા તૂટી પડ્યા કે કોરોના નામના રાક્ષસને જ ભૂલી ગયા, એકબીજાના ખભા પર ચઢી બેઠા...તો કોના માટે ચાલશે..?
આજે આપણી જ નજરમાં આપણે કેદ છીએ..જેને નજરકેદ કહી શકીએ..પચાસ ટકા માનવી પોતાની જાતને સમજાવી ઘરમાં છે પણપચાસ ટકા ચાલશેમાં જીવી રહ્યા છે.
ઘરમાં જે સમજીને બેઠા છે માર્ચ ૨૩થી આજ સુધી તેમનું બેઠેલું વ્યર્થ ? અરે તમને કોઈ સજા નથી થઈ, આતો અણધારી આફત આવી છે તો લઢતા તો શીખવું પડશે..ચીનની આ અસ્ત્ર શસ્ત્ર વગરના યુદ્ધને આપણે પણ માત આપવાની છે..ટપોટપ દેશવિદેશમાં માનવી મચ્છરની જેમ મરે છે..તો..? શું મરવા દેવા ?
મોતતો આવવાનું જ છે જે સમયે લખાયું હશે..કોઈ રોકી નહીં શકે..! ત્યારે દોડીને કે ધક્કે ચઢીને લાવેલો નશો પણ ચાલશે..મને ન પી, તું જઈ શકે છે એમને એમ પણ એ લેવા ગયો ત્યાં તો તું મને તેડીને લઈને આવ્યો એના કરતા મનને કહ્યું હોત તો ચાલશે.
આજે ફરી નભમાં એ ઘરેરાટી સંભળાય..નભમાં ફરી ઉડ્યું વિમાન...વિશ્વનો ઈતિહાસ રચી..તેંતાળીસ દિવસ પછી..વડોદરા..ના એરપોર્ટ પર કે અમદાવાદ ખબર નથી..શું એ બધા વિના ચાલશે.
જીવવું છે કે મરવું છે એવી ભગવાને ચેલેન્જ કરી છે...કોણ કહેશે મરવું છે અમને ચાલશે.
