ચાહત
ચાહત


"તું આજે પાછો'' પી''ને આવ્યો છે ?''
"ઓહ તું તમે... તું હજુ જાગે છે ને એય મારી રાહ જોતા ?''
"નમિત તું કેમ આવું બોલે છે ? ને ક્યાં સુધી આ બેરુખી ભર્યુંવર્તન રાખીશ મારા પરત્વે ?''
"હું હું કોણ છું નીલુ. તારા પરત્વે દુર્વ્યવહાર કરનારો. તે ક્યાં મારી કોઈ ગણતરી કરીજ છે ક્યારેય.''
"એવું એવું નથી નમિત, એ સમયે આપણે એક બાળકને ઉછેરવા જેટલા સક્ષમ હોઈયે એવું મને નહોતું લાગતું.''
"તને ના લાગ્યું... તને ના લાગ્યું ને તે મારા જીવનની એકમાત્ર ''ચાહત'' મારુ પોતાનું બાળક તારા ગર્ભમાંજ મારી નાખ્યું. હું કેટલો ખુશ હતો. ને હું એ સમયે પણ બેરોજગાર તો નહોતોજ ને. હું મારા બાળકની ઈચ્છાઓ સંતોષવા દિવસ રાત મહેનત કરવા તૈયાર હતો. કેટકેટલા સપનાઓ સેવેલા મેં ને તે તે મને જાણ પણ ના કરી મારા બાળકને મારતા પહેલા. તે મને આજીવન મારી ''ચાહત''થી વંચિત રાખ્યો.''
"મેં વંચિત રાખ્યો ? મેં કેટલા પ્રયત્નો કર્યા, દવાઓ લીધી. બાધા આખડીઓ રાખી. તને ક્યાં નથી ખબર ? પણ કદાચ આપણા નસીબ !''
"નસીબ... નસીબને દોષના દઈશ. આજે આ ધન - દોલતને તારી કહેવાતી શોહરત માટે તે મારી ''ચાહત''નું ખુન કર્યું છે. ઓહ.... માફ કરજો મેડમ જો વધુ બોલાઈ ગયું હોય તો.''
(ને નમિત આંખો લૂછતો પોતાના રૂમ તરફ આગળ વધી ગયો.)