પ્રકૃતિ
પ્રકૃતિ


" મમ્મી આ જો આપણા આંગણામાં કેટલા પક્ષીઓ ચણવા આવવા લાગ્યા છે ને.. ને જોને આપણો નાનો એવો બગીચો પણ કેવો લહેરાઈ ઊઠ્યો છે નહીં, મમ્મી.. !
"હા બેટા.. આ આપણે લોકડાઉનમાં છીએ તો આ મૂંગા જીવોને પ્રકૃતિને થોડી મોકળાશ છે."
"તે હેં મમ્મી આપણે આ પક્ષીઓને ને પ્રકૃતિને કેટલા હેરાન કર્યા હશે.. તે ભગવાને આપણને ઘરમાં રહેવાની સજા કરી..? "