Hetalba Vaghela

Others

3  

Hetalba Vaghela

Others

જવાબદારી

જવાબદારી

2 mins
547


 "પાંખી તું ખુશ તો છે ને બેટા ! "

" હા મમ્મી. હું બહુ ખુશ છું. તમારા કુમાર મારુ બહુ ધ્યાન રાખે છે. ને મમ્મીજી ને પપ્પાજી પણ ને તું માનીશ ? .. મારા મમ્મીજી તો મને જોવા આવતા મહેમાનો સામે મારા ને મારી સાથે લાવેલા કરિયાવરના વખાણ કરતા થાકતાજ નથી. પણ મમ્મી તમારી ને પપ્પા ને ભાઈની બહુ યાદ આવે છે."

"તે આવેજ ને બેટા. અમેય તને બહુ યાદ કરીએ છીએ. તું આરામ કર આપણે ફરી ક્યારેક વાત કરીશું.હો.."

" કેમ છે મારી વ્હાલસોયી ? "

" મજામાં છે... ને બહુ ખુશ પણ."


રિતેશભાઈને રિમાબેને 3 મહિના પહેલાજ દીકરીને વળાવેલી. ખૂબ હોંશે ને ખૂબ ધામેધુમે. એ ખુશ છે જાણીને બંને ખુશ થઈ જતા. રિતેશ ભાઈ હવે થાક્યા હતા. પણ દીકરો હજુ નોકરીમાં ધીરેધીરે સેટ થઇ રહ્યો હતો. ત્યાં અચાનક એક દિવસ એમને નોકરીના સ્થળેજ ચક્કર આવ્યા ને ઓફીસ ના બે કર્મચારીઓ એમને દવા આપાવી ઘરે મૂકી ગયા.પાંખી ને ખબર મળતા જ એ પપ્પાને જોવા દોડી આવી.


"મમ્મી પપ્પાએ પોતાનું રિટાયરમેન્ટ કેમ જતું કર્યું ? આટલી રૂપિયાની હાયહોય થોડી સારી કહેવાય. તમે કેમ નથી સમજતા કે હવે પપ્પાથી મહેનત નથી થતી. એ તમારું એટીએમ મશીન થોડું છે. ? એ થાક્યા છે હવે ને ભાઈ પણ નોકરીએ લાગ્યો છે ને. ને હવે તો પપ્પાને આરામ જોઈએ ને તુંજ કે મમ્મી."

"હા દીકરી એ હવે થાક્યા છે. એ તારા લગ્ન કરાવીને થાક્યા છે. તને વળાવીને, તને અળગી કરીને થાક્યા છે. એ કામથી નહિ દીકરી હામથી થાક્યા છે."

"એટલે..."

"તારા લગ્ન માટે એમણે લોન લીધેલી ને એ ચૂકવવા માટેજ એ નોકરી કરી રહ્યા છે. ને તું એમને જીવથીયે વ્હાલી. જે દિવસે તારો ફોન ના આવ્યો હોય કે તું ઉદાસ લાગે તે દિવસે તારા પપ્પા પણ જાગે છે. એમને કે મને રૂપિયાની હાયહોય નથી. બસ એટલું જ ઇચ્છિયે કે અમારા બાળકો ખુશ રહે."


(દૂર ઉભેલા જમાઈ ને દીકરો નજીક આવ્યા. ને રિમાબેનનો એક એક હાથ પકડી એમના પગ પાસે બેસી ગયા.)

"મમ્મીજી આજથી તમારી દીકરીની દરેક જવાબદારીમાંથી તમે આઝાદ. હું ક્યારેય તમને ચિંતા કરવાનો મોકો નહિ આપું."

"ને મમ્મી હું પણ જવાબદાર બનીશ. પપ્પાની કમજોરી નહિ હિંમત બનીશ."

(ને ઊંઘમાંથી જાગી ચૂકેલા રીતેશભાઈ આ બધું સાંભળી મુસ્કુરતાં ફરી એકવાર સુઈ ગયા...)


Rate this content
Log in