વડલો
વડલો


ચોફેર ઘટાદાર... ડાળીઓ... પચાસેક લોકોને છાંયડો મળી રહે એટલો ઘેઘુર વડલો... ગામને પાદરે કેટલાય પક્ષીઓનું રહેઠાણ... , એયને.. વડવાઈએ હિલોળા લેતું બાળપણ... ડાળીએ ડાળીએ નાના નાના પક્ષીઓનો કલરવ...
ને એક દિવસ ત્યાં જ બસસ્ટેન્ડ બની ગયું... ગામલોકોને જરૂર નહોતી... પણ વડલાનીયે કોને હતી...?...
હવે... એ કલરવ ને બાળકોનો કલબલાટ ક્યાં... ?