STORYMIRROR

Hetalba Vaghela

Inspirational

4  

Hetalba Vaghela

Inspirational

માળો

માળો

1 min
79


સવારનાં સૂર્યને જોવા બહાર બેઠેલી ત્યાં ઝાડ પર ચકલીનાં માળા પર નજર ગઈ ચકલી બચ્ચાને ચાંચ મારી મારીને ઉડવા પ્રેરી રહી હતી જેવું એ પાછું વળે ચકલી ફરી એને ચાંચ મારી ઉડાડી મૂકે... ત્યાંથી નજર હટતી નહોતી ત્યાંજ બાજુના ઘરનાં આંગણામાં બાળકનું માથું ઓળતાં મા બોલી રહી.. " મારો લાડકવાયો.. કેવો કાનુડા જેવો લાગે છે..!.. તું તારી રાધાનો તો નહીં થઈ જાય ને..??.. જોજે હો.. મોટો થઈને તારેજ મારો આધાર બનવાનું છે.. "

ને ફરી આ બાજુ નજર કરતા એ ચકલી પોતાના બાળકને ચાંચ મારીને ઉડાડવા હજુય મથી રહી હતી...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational