Hetalba Vaghela

Drama

3  

Hetalba Vaghela

Drama

નિખાલસતા

નિખાલસતા

3 mins
358


" હકુભા આજે હોળીની પૂજા પત્યાં પછે રાયતે કઈક ટીખળ કરીયે.. હું કિયો છો.. કંઈ વિચાયરું છ કે નઈ..?.."

    " તે ચંત્યા શેની કરો સો.. હું છું તે.. મેં વિચાયરું છ.."

    " એવું.. !!.. શુ વિચાયરું છ..?"

    " એ હું કઉં એમ કરે જવાનું પછે જુઓ.. "

    " એ હાલો ટોળકી.. હટ આ બધું સમેટો કરો ને આ બાજુ આઈ જાવ.. "

    " એ.. હો.. "

   ( સાત જણાની હકુભાના નેતૃત્વ હેઠળની ટોળકી.. ગામના બધાજ તહેવારોનું કામ સુપેરે પર પાળી લેતા.. કોઈની મદદ જોઈતી હોય તોય અડધી રાતેય ઉભા રહે.. ને ટીખળમાંય એક્કો.. )

    " એ હકુભા.. આ હોળી તો પુરી થઈ જઇ.. હવ હું કાર્યક્રમ ગોઠયવો છ.. "

   " મગના એક કામ કર તું ઘેર જા.. ને કડક મીઠી ચા બનાવડાવતો આય ને હા ચૂલો ચાલુ કયરા પેલા થોડી રખ્યા લેતો આવજે.. "

    " લે.. રખ્યા કાં..?.."

    " કીધું એટલું કર ને બધું કહી દઈશ તો મજા મરી જાહે.. "

   " આ બાપુ મોટું વિચારીને બેઠા લાગછ.. હારું હું આવું ચા હાયરે રખ્યા લઈન.."

    " એ જીતલા.. તું ને રાજ્યો બે મસાલ તૈયાર કરજો.. "

    " એ હકુભા.. આ કાં..!!.."

    " મુંગીના મરો... હવે કોઈ એક શબદ બોયલું ન તો હું કંઈ નઈ કરવાનો.. "

   " એ રાજ્યા.. લે હાલ.. "

  ( રાજુ.. ને જીતુ બંને એ મસાલ તૈયાર કરી ત્યાં સુધી મગન ચા બનાવી લાવ્યો બધા એ ચા પીધા પછી હકુભા ના કહેવાથી મોં એ રખ્યા (રાખ) ચોપડી મોં કાળા કરી લીધા.. ને હોળી પ્રગટાવવાની હોવાથી બધાએ કાળા કુર્તા એક સરખા પહેરેલા.. )

   " એ હવ તો ચ્યો.. લ્યા.. હું કરવાનું છ.. "

   " હાંભળો લ્યા.. હઉ.. ગામમાં હોળી કરવા હારું જીવણજી શેઠ આયવો છે.. એણે ઘણા ખેડૂ ને હેરાન કયરા છ... એ એકલો આજે આંગણા માં હુતો છ.. "

   " લે.. કાં.. "

  " મેંજ ઈને હાંજે પોરો ચડાયવો કે જો હાંચો મરદ માણહ હોય તો આજે આંગણા માં ઢોલિયો ઢાળીને હુઈ દેખાડ હું મારી મુછ્યું ઉતરાવી દઈશ.. ને એ બાપડો મારી મુછ્યું કઢાવવાના અભરખા રાખતો બાર હુઈ ગયો છ.. "

   " બાપડો... ઇનો ચોયણો બગાડવાનો વચાર સે ઇમ ને... !!.. "

   " હવ હમજયાં... રાજ્યા તું ને જીતલો એક એક મસાલ લઈ આગળ હેડજો ને મગના આપણે ચારેયે ઈને ઢોલિયા સોંતો પાદરે લઈ જવાનો છ.. "

   " હમજી ગ્યા બાપુ.. હવે જુઓ જીવણજી ને વલે.."

   ( ને આગળ રાજુ ને જીતુ મસાલ લઈ ચાલ્યા હકુભા ને બીજા ત્રણ જણા પગ દબાવતા જીવણજીના ઢોલિયા પાસે પહોંચ્યા.. ચારેય જણાએ એક સાથે ઢોલિયો ઉપડયોને બધા એક સાથે રાડો પાડવા લાગ્યા.. ' રામ બોલો ભાઈ રામ.. ' ને ટોળકી પાદર બાજુ આગળ વધી.. જીવણજી સફાળો જાગી ગયો.. ને.. )

    " એ મારી માવડી... એ બાપા... મન બચાઈ લો... એ મને છોડો કાળમુખાવ... એ મારા હારાવ.. મન મેલી દો.. એ મેં શું બગાયડું છ કોઈનું... મારા તો સોકરાવય નાના સે... મન છોડી મેલો હું પાસો ગોમમો પગ નહિ મેલું... મારો જીવ ના લેશો.. મન છોડી મેલો.. હું તમારા હાથ જોડું બાપલાવ.. "

  ( પણ સાંભળે કોણ ગુલાબી શીતળ રાત ને ગામનો સન્નાટો જે બારીઓ કે દરવાજા અવાજ સાંભળી થોડા ખુલ્યા એય આ કાળા મોં ને કપડાંવાળા ને મસાલવાળા લોકોને જોઈ ગભરાઈ ગયા.. ને દરવાજા - બારીઓ બંધ કરી બેઠા.. ગામના પાદરે ઢોલિયો પછાડી મસાલવાળા ઊંધા ઉભા રહ્યા ને આ ચારેય જણા એના ઢોલિયાની આસપાસ નાચવાનું ચાલુ કર્યું.. એવામાં હકુભાએ અવાજ દબાવીને બોલવાનું ચાલુ કર્યું.. )

  " પહેલો હું ખાઈશ.. "

( ત્યાં બાકીનાઓ એ પણ અનુકરણ શરૂ કર્યું.. )

  "હું.. ખાઈશ.. "

  " હું.. ખાઈશ.. "

 ( જીવણજી ઠેકડો મારીને ધોતિયું સંભાળતા ઘર ભણી ભાગ્યા.. ને આ બધા ખખડી પડ્યા.. ને તાળીઓ દઈ છુટા પડ્યા.. સવારે હકુભા જીવણજીના ઘેર આવ્યા.. )

   " એ... જીવણજી ભાઈ ક્યાં ગયા.. "

  " હકુભા.. આવો બેસો.. કાકાને પરોઢિયાના ઝાળા થઈ જ્યાં છ... બાપડાં ધુળેટી રમવા આવેલા.. પણ માંદા પડ્યા છ.. "

   " હશે.. હારું કેજો હકુભા મળવા આયા તા.. "

  ( ને દાઢમાં હસતાં હસતાં હકુભા રંગમાં ખંજવાળનો પાવડર ભેળવતા ધુળેટી રમવા નીકળી પડ્યા.. )


Rate this content
Log in

Similar gujarati story from Drama