પ્રીત
પ્રીત


" કાના. ક્યાં સુધી બેસી રહીશ આમ ચન્દ્ર સામે તાકતો...?? ... તું એને ભૂલી જા કાના. એ હવે ક્યારેય નહીં... આવે ... "
" એ તું ... શું બોલ્યો જગા... એણે મને.. મને વચન આપ્યું છે એ જરૂર આવશે. "
" એ જો આવવાની હોત તો આટલા વર્ષો તને રાહ ના જોવડાવી હોત. ક્યારની આવી ગઈ હોત..."
" હું. હું ... વધુ નથી જાણતો બસ એટલું જાણું છું કે મારી મીરા એ મને વચન આપેલું શરદપુનમની રાત્રે મળવાનું. ને મેય વચન આપેલું એની આ જગ્યા એ રાહ જોવાનું... હું મારું વચન પાળુ છું એય પોતાનું વચન પાળવા જરૂર આવશે... "
" સત્તર - સત્તર વરહ ના વાણા વહી ગયા... હવે એ શું આવવાની. તે એની યાદમાં તારી જીંદગી ધૂળ કરી નાખી . કાના... "
" એ... જગા તને યાદ છે એ મેળો... જ્યાં હું એને પહેલી વખત મળેલો...?.. એ બંગડીઓ લેતી'તી.. ને મારી નજર એના પર પડી ને બસ અટકી જ ગઈ... હું તો રીતસર ઘેલો થયેલો એના માટે... કેવી એની અણિયારી આંખો, એના ગાલ ને ચુમતી લટો, કાળા ભમ્મર લાંબા વાળ , એના ગુલાબની પાંખડી જેવા હોઠ ને એનું રૂપ જાણે શરદપુનમ નો ચંદ્ર. છેલ્લે જ્યારે અમે નવરાત્રીની આઠમે મળ્યા ત્યારે અમે સાથે જીવવા ને મરવાના કોલ એકબીજાને આપેલા અમે બહુ ખુશ હતા... પણ સાથે એ થોડી ચિંતા માયે હતી એનો ભાઈ આ સગપણ માટે નહીં માને એવું એ કહેતી હતી.. ને છતાંય મને વચન આપતી ગયેલી કે શરદપુનમ ના દિવસે એ હંમેશ ને માટે મારી થઈ જશે. એ આજે જરૂર આવશે... તું જોજે જગા... "
" જગા કાના હું ગામતરે મારા સાસરે ગયેલો ન્યા મેં એક ઘર માં મીરા ની તસ્વીર પર હાર જોયો. ગામલોકો પાસે થી જાણ્યું... કાના એ તારું નામ લેતા લેતા જ દુનિયા છોડી ગઈ . એ તને મળવા આવવા નીકળેલી મારગ માં એનો ભાઈ વચ્ચે પડ્યો ને બહેન ને મારી નાખી. એણે જેટલી વાર તારું નામ લીધું એટલી વાર એ નરાધમે એને ચાકુ એ વીંધી નાખી.. ગામનાં સંપી ગયા ને ક્રિયાકર્મ કરી નાખ્યા ને એ નરાધમ આજે મોજ કરે છે. ને તું અહીં એની રાહ જોતો બેઠો છે. એ નહીં આવે... કાના.. એ હવે ક્યારેય... નહિ આવે. "
" લે હાલ ભાઈ ઉભો થા હવે એને યાદ કરમાં... હવે તારા હામુ જો... તારા જેવું પાતર તનેય મળી રહેશે... હાલ ભાઈ. "
( જગો એનો હાથ પકડે છે પણ કાનો તો એની મીરા ની વાટે આગળ નીકળી ગયેલો... )