2% પાણી
2% પાણી

1 min

31
સ્કૂલેથી આવી નીરવ બેગ મૂકી સીધો બાથરૂમના ટપકતા નળને અટકાવવા પ્રયત્ન કરવા લાગ્યો પણ.. એના નાના હાથ કેટલી તાકાત કરી શકે.. ત્યાં મમ્મી આવી..
"બેટા હાથ પગ ધોઈ જમી લે આ શું કરે છે.. શા માટે મથી રહ્યો છે ?"
"મમ્મી મારા મેડમ કહેતા હતા કે દુનિયામાં પીવા લાયક પાણી માત્ર બે ટકાજ બચ્યું છે, ને એ પણ આપણી બેદરકારીના કારણે ધીરે - ધીરે સમાપ્ત થઈ જશે."
ને એજ દિવસે મમ્મીએ નળ રીપેર કરાવી દેતા નિરવે રાહતનો શ્વાસ લીધો.