STORYMIRROR

Mahendrasinh Rathod(રા.મ.)

Romance

3  

Mahendrasinh Rathod(રા.મ.)

Romance

બસમાં થયેલી મુલાકાત - 1

બસમાં થયેલી મુલાકાત - 1

6 mins
181

આ વાત એ સમયની છે જયારે હું મારા કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો. મારા ઘરથી તો કોલેજ ઘણી દૂર છે એટલે દરરોજ બસમાં જ જવું પડે કેમ કે ઘરેથી વેહિકલ લઈ જવાની સખ્ત મનાઈ હતી કારણ હતું અમદાવાદનું ભયાનક ટ્રાફિક....એ સરસપુરનું ટ્રાફિક. .....કાલુપુરનું ટ્રાફિક. ...દરિયાપુર. ....ઈનકમ ટેક્સ. બાપરે બાપ કેટલું ટ્રાફિક પસાર કરવી પછી કૉલેજ પહોંચીયે એના કરતા બેસ્ટ છે કે બસમાં જ જઈએ.

હા તો આપણે મૂળ વાત પર આવીએ, રોજ બસમાં જ જવાનું હોવાથી આપણી જગ્યા ફિક્સ હતી. હું કાયમ એક જ સીટ પર બેઠો હોઉં ક્યારેય સીટ બદલાય નહીં, હા ક્યારેક કોઈકની હેલ્પ કરવા માટે સીટ આપીયે તોજ બાકી આપણી સીટ નક્કી જ હોઈ ખાલી પડીરે પણ કોઈ બેસે નહિ. અને ઘરની બહાર આવો કે બસ મળી જાય એને બસમાં બેસતાની સાથે જ એ આપણી નક્કી કરેલ સીટ ઉપર બેસી જવાનું. બસમાં બેસતાની સાથે જ સીટ પકડી ને સુઈ જવાનું કોલેજ આવે ત્યાં સુધી મસ્ત મજાની એક ઊંઘ પુરી થઈ જાય કયારેક સફર દરમીયાન મોબાઈલ મા મશગુલ હોઈએ તો ક્યારેક બહાર ના ટ્રાફિક મા. રોજ નો આ આપણો ક્રમ રહેતો.

પરંતુ, મારી શાંત સરોવર જેવી જિંદગીમાં અચાનક ક્યાંથી વરસાદી વાવાજોડું આવ્યું અને જિંદગી ને ડામાડોળ કરી નાખ્યું થોડાક સમય માટે. એક દિવસ હું રોજની માફક બેઠો હતો મારી સીટમાં અને કોલેજ રૂટમાં વચ્ચે એક સ્ટેંડ થી એક છોકરી બસમાં ચઢી,ચઢી એનો કોઈ વાંધો નહતો પણ બસમાં વધારે પબ્લિક ના કારણે એ મારી બાજુમાં જ આવીને ઉભા રહ્યા......

સાહેબ.....આપણે તો કવિ હૃદય એટલે કુદરતની એ એક અનમોલ રત્ન ને જોવાની ઈચ્છા થઈ ગઈ મેં તેની સામે જોયું તો એમની નજર મારી બારી સામેજ હતી એટલે મેં પલક જપતાની સાથે જ તેને નિહાળી લીધી પણ બેડ લક તો જોવો સાહેબ એ છોકરી એ દિવસે પોતાના ચહેરા પર દુપટ્ટો બાંધી ને આવી હતી.....પહેલીવાર જોયા એટલે મેં કઈ બહુ ધ્યાન ના દીધું બસ હું તો પોતાની મોજમાં મશગુલ થાઈ ગ્યો પણ થોડી થોડી વાર એના તરફ ધ્યાન ખેંચાઈ જતું એ પણ પોતાની નજર ને ત્રાસી કરી ને જોઈ લેતા. આવું લગભગ ૨૦ મિનિટ ચાલ્યું આ નજરની મીઠી રમતમાં ને રમતમાં સમય નું ભાન જ ના રહ્યું અને ક્યારે મારી કૉલેજ આવી ગઈ એનો ખ્યાલ જ ના રહ્યો, આતો મારા ઉતરવાના સ્ટૅન્ડ પર અડધી બસ ખાલી થઈ જાય છે એટલે ખબર પડી કે સ્ટેન્ડ આવી ગ્યું. એટલે હું ઝડપ થી ઉભો થઈ ગયો અને પાછળ ના દરવાજે થી ઉતર્યો અને જેવોજ આગળ વધ્યો કે સુ જોવું છું.. હું. .?

પેલા મેડમ તો અહીજ મારા સ્ટેન્ડ પરજ ઉતાર્યા હું તો ઘડીક જોઈજ રહ્યો એટલામાં એ મારા સામું નજર ફેરવી ને એમના કૉલેજ ના રસ્તે ચાલવા લાગ્યા...મને ખબર પડી ગઈ કે એ કઈ કોલેજ ના છે એટલે હું પછી મારી કૉલેજ તરફ જતો રહ્યો, પણ મનમાં વિચારતો એનાજ ચાલતા હતા. 

કૉલેજે પહોંચ્યો કે મારો ખાશ મિત્ર મારી રાહ જોતો બેઠો હતો મને જોઈને તરત જ તેને પૂછ્યું કે કેમ આજે મોડો પડ્યો તો મેં બધી વાત કરી તો એ ભાઈ જરા શરારત ના મૂડમાં મને કે કે આજે ફાઈનલી તને કોઈક મળીજ ગયું એમને, મેં કીધું યાર એવું કઈ નહિ આતો એમજ પછી હું અને મારો મિત્ર ક્લાસમાં જતા રહ્યા.

બીજા દિવસે પણ એજ બન્યું.....

હું ઘરેથી નીકળ્યો બસ સ્ટેન્ડ જવા માટે પણ મગજમાં તો પેલા કાલ વાળા મેડમ જ હતા. બસસ્ટેન્ડ પર ગયો તો બસ ઉપાડવાની તૈયારીમાં જ હતી એટલે દોડી ને ઝડપ થી આપણી સીટ પર બેસી ગયો.

મગજમાં એક વિચાર આવ્યો કે શુ આજે પણ એ બસમાં ચઢશે અને આવશે તો શુ મારી બાજુમાં જ ઉભા રહશે...? હું મારી બધી તૈયારી માંજ હતો થોડીક વારમાં તો તે સ્ટેન્ડ આવી ગયું એટલે થોડા દૂરથી જ મારી નજર એ મેડમની તલાસ માંજ હતી. સ્ટેન્ડ આવ્યું મેં ઝડપ થી બારી માંથી માથું બહાર નીકળી જોયું તો શુ જોવું છું. .?

ફરી એ નજારો માણવાની ઘડી આવી ગઈ એજ છોકરી ફરીથી બસમાં ચઢી અને આજે પણ એને પોતાના ચહેરા પર દુપટ્ટો બાંધ્યો હતો. તો પણ મારી નજર એને ઓળખી ગઈ. એ જેવી બસમાં ચઢી કે હું ઝડપ થી હતો એમનો એમ બેસી ગયો. મનમાં એક જ વિચાર બસ એ મારી બાજુમાં જ આવીને ઉભા રહે. અને જાણે કુદરત પણ સાથ આપતી હોઈ એમ એ મારી બાજુ માંજ આવીને ઉભા રહ્યા. એટલે આજે આનંદ નો પાર નોતો મેં સીધો જ મારા મિત્ર ને કોલ કર્યો ને કીધું કે.." અલ્યા પેલી કાલ વાળી આજે ફરીથી આવી ને બાજુમાં જ ઉભી રહી છે."

મારો મિત્ર કે " તો રાહ શુ જોવે ઉભો થા અને એને જગ્યા આપ..."

મેં કીધું " ભાઈ એમ જાન-પહેચાન વગર સીધું એમને કહેવું કેમ ? કે મારી સીટ પર બેસી જાવ."

ભાઈ રાહ ના જોવાની હોઈ અને શરમ સંકોચ વગર સીધી વાત કરી નાખ, મિત્ર એ કીધું.

પણ ભાઈ આજુ બાજુમાં ઘણા લોકો છે બસ ભરચક છે એને એમાં માત્ર એને જ કેમ કહું કે બેસો. " મેં કહ્યું મને નહિ ફાવે. એમ કહી ને મેં ફોન મુક્યો.

એ મેડમ અને મારા વચ્ચે માત્ર ને માત્ર ૫- ૧૦ ઈંચની જ દુરી હતી. પણ વાત કરવાની મારી હિમ્મત ના ચાલી. હું તો બસ એની આંખો ને જોતો રહીગયો.

સાહેબ, શુ વાત કરું એ છોકરીની ! એકદમ અપ્સરા જોઈ લો. જાણે ભગવાને બહુ નવરાશમાં એને બનાવી હશે. આ બે દિવસની મુલાકાતમાં તો કઈ વાતો તો નાજ થઈ પણ એમનો ચહેરો પણ જોવા ના મળ્યો. બસ જોઈ તો એમની એ નજાકત થી ભરી નજર. અને એમની આંખો. આ નજારો માણતા માણતા જ કોલેજ આવી ગયી, બસ માંથી ઉતરી ને એ એમની મંજિલ પર અમે અમારી. દિવસ આખો એમની યાદમાં ને યાદમાં જતો રહ્યો. સાંજે કોલેજ થી ઘરે આવ્યો પણ મન ક્યાંય લાગતું ના હતું રાત્રે સૂતી વખતે પણ એના જ વિચાર.." કે એની આંખો જો આટલી સુંદર અને કાતિલ છે તો એનો ચહેરો કેવો હશે, ટ્રેલર આવું છે તો ફિલ્મ કેવી હશે બસ આ બધા વિચાર માંજ ઊંઘ કયારે આવી ગયી એજ ના ખબર પડી. અને સુઈ ગયો હું.

ત્રીજા દિવસની સવાર.......

સવારે ૭:૦૦ વાગ્યામાં મારા મિત્ર નો કોલ આવ્યો.....

ટ્રીંગ......ટ્રીંગ...... મોબાઈલ એકદમ રાણકી ઉઠ્યો......મસ્ત મજાના સપના જોતો હતો પણ આ ફોને તો સપનાની તો પુરી પથારી ફેરવી નાખી. કોલ ઉપાડવાની ઈચ્છા નોતી પણ મોબાઈલની સ્ક્રિન પર મિત્ર નું નામ જોયું એટલે ઉપાડ્યો...

ભાઈ સીધોજ બોલવા લાગ્યો કે....પેલીનું સુ થયું...? પછી કઈ જાણ થઈ કોણ છે..? ક્યાં રહે છે..?, વગેરે..વગેરે , ઘડીકમાં તો ઢગલો કરી નાખ્યો સવાલ નો.

મેં કીધું ભાઈ જરા સ્વાશ તો લેવાદે અને તું પણ લે. અને મને જરા કહીશ કે આ સવાર સવારમાં સુ માંડ્યું છે..? એ જે હોઈ એ આપણે શુ બહુ ધ્યાન નહીં દેવાનું, તને તો ખબર જ છે કે આ બાબતમાં જરા આપણો હાથ કાચો છે.

ભાઈ સામે મને વળગ્યો.." શુ યાર તું પણ સાવ નિરાશાવાળી વાતો કરે છે. ક્યારેક તો હિમ્મત કર, ક્યાં સુધી ભાગીશ..? આવો મોકો બીજીવાર નહિ મળે.

મેં એને કીધું " ભાઈ, મેં એને પહેલીવાર જ જોઈ છે. કોણ છે? ક્યાંથી આવે છે ? એ કઈ ખબર નથી. તું બહુ ના વિચારીશ ચાલ ફોન મુકું છું આપણે કૉલેજમાં માળીયે. બાય કહીને મેં ફોન મુક્યો.

પછી હું ઉઠી ને ફ્રેશ થઈ ને નાસ્તો કરીને કોલેજ જવા માટે તૈયાર થઈ ગયો.

સાહેબ આવું લગભગ ૧૦-૧૨ દિવસ સુધી ચાલ્યું. એકજ વાત એ રોજ એજ સ્ટેન્ડ થી ચઢે.......મારી જ બાજુમાં આવીને ઉભા રહે. ....કઈ પણ બોલે નહિ....અને ચહેરા પર નો દુપટ્ટો પણ ઉતારે નહિ. ....બસ એમની નજર મારી તરફ મારી નજર એમની તરફ, માત્ર આજ ખેલ ચાલતો, નજરો નો, નાતો મારી હિમ્મત ચાલી વાત કરવાની અને નતો એમને ક્યારેય વાત કરવા નો પ્રયાસ કર્યો.

બસ હું માત્ર સ્ટેન્ડ આવે એટલે એની રાહ જોતો અને એ આવી ગયા પછી એની નસીલી આંખો તરફ જોતો રહેતો એ પણ થોડી થોડી વારે ત્રાસી નજરે મારી તરફ જોઈ લેતા....સાહેબ ખુશી હતી કે આવું અનમોલ દ્રશ્ય રોજ જોવા મળતું.

માત્ર દુઃખ એકજ વાત નું કે રોજ જોડે આવતા છતાં હું કઈ પણ કહી નતો શકતો. આમને આમ દિવસો જઈ રહ્યા હતા......

દિવસોની સાથે રાતની ઊંઘ પણ ઉડી ગયી હતી માત્ર ને માત્ર એના જ વિચાર.......

બીજી બાજુ ભણવામાં ધ્યાન લાગતું નોતું.....એટલે એનું પણ ટેન્શન હતું સાથે સાથે દુપટ્ટા વળી ના વિચાર તો પીછો જ નોતા મુકતા.

કેવી વિચિત્ર મૂંઝવણ છે મારી..."વધતી જતી ઉંમર મને કહે છે કે થોડોક તો ગંભીર થા હવે..જયારે...બાકી રહેલી ઉંમર કહે છે કે થોડીક તો મસ્તી કરીલે હવે"

એકદમ મનમાં વિચાર કરી લીધો કે કાલે તો હિંમત કરી જ નાખું...ક્યાં સુધી રાહ જોઈશ....?

બસ હવે માત્ર રાહ હતી તો કાલ સવારની.....કે જલ્દી સવાર પડે હું બસમાં જાવ અને દુપટ્ટા વાળી ને ફ્રેન્ડશિપનો પ્રસ્તાવ આપી જ દઉં....

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance