Leena Vachhrajani

Abstract

3  

Leena Vachhrajani

Abstract

બરફના બે રંગ

બરફના બે રંગ

2 mins
174


બસ માર્ચ એન્ડિંગ અને હોળીનું આગમન થવાની જ વાર હતી. ઠંડીની મોસમ સ્વેટર શાલને ડ્રાયક્લીન કરીને કબાટમાં મૂકીને વિદાય થઈ. વાતાવરણમાં ગરમાવો પ્રસરી ચૂક્યો હતો. શરબત, કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, બરફગોલાની જાહેરાતો અને ઠેર ઠેર પથરાયેલા લારી અને પાર્લરો પર ઠંડક મેળવવા એકઠા થયેલ માનવની ભીડ અલકમલકની વાતો સાથે શરબત અને બરફના સ્વાદથી તરબતર થતી જતી હતી. 

શહેરના પ્રખ્યાત “સોમેશ્વર ગોલા” ની દુકાન પર રોજની જેમ માનવ મહેરામણ ઉમટ્યો હતો. “મને એક કાચી કેરી ભઈ.”

“મને ફાલસા.”

અને આ બધા અવાજ વચ્ચે એક અનોખો તરી આવતો મીઠો અવાજ રણક્યો. 

“મને રોઝ આપજો ને ભાઈ !”

લગભગ ઘણી નજર એ તરફ વળી. પાંચ સાત કોલેજિયન યુવતીઓમાં એક રોઝ હતી. એણે રોઝનો ગોલો લીધો. 

રોઝે રોઝ ફ્લેવરના આકર્ષક બરફગોલા પર મસ્તીથી જીભ ફેરવી. અને.. કુશ એકીટસે ડ્રીમગર્લ જેવી ગોલો ખાતી રોઝને નજરથી પીતો રહ્યો.

"આયે હાયે, કાશ હું તારા ખૂબસૂરત હાથમાં રહેલો બરફગોલો હોત ! તારા હુંફાળા માદક સ્પર્શે હું ઓગળીને તારામાં સમાઈ ગયો હોત ! મારી ડ્રીમગર્લ, તારા સુરાહીદાર ગળામાં રોઝ શરબત ઉતરે છે એ શું લોભામણું લાગે છે ! ઓહો ! તારા રંતુબડા પરવાળા સા હોઠ પર લાગેલા શરબતી લાલ રંગ પર તું જીભ ફેરવે છે, જાણે ખુલ્લું ઈજન આપે છે."જો કે આવા વિચાર ભીડમાં ઘણાને આવી રહ્યાં હતા. જાણે અજાણે ભીડની બરાબર સામેની બાજુ બેઠેલો બાબુ ભિખારી પણ એ જ વખતે રોઝને અને એના ગોલાને પલક ઝપકાવ્યા વગર નિહાળી રહ્યો હતો.

"અરેરે ! આ કેવા રોજ મસ્ત શરબતવાળા ગોલા ખાય છે. એના શરબતથી લાલચટ્ટક થયેલા હોઠ જોઈને કોઈને પણ ગોલો ખાવાનું મન થઈ જાય. આટલી તન-મનની ગરમીમાં આ ઠંડક કોને ન ગમે !એના ગોલા પરથી પડતું એક એક બુંદ મને બેચેન બનાવી જાય છે કે, જો તો ! આને ગોલાની જરાય કિંમત નથી. અહીયાં પૂછો તો સમજાય. ખેર ! ક્યારેક તો મને જોઈને કોઈને દયા આવશે."

સોમેશ્વર ગોલાનો માલિક દયાનંદ આટલી ઘરાકીમાં વ્યસ્ત હોવા છતાં ટોળામાં રહેલા કુશ અને બાબુ ભિખારી બંને જેવા કેટલાયનું મન વાંચીને બરફના બે અર્થ સમજી રહ્યો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract