urvashi trivedi

Thriller

4.2  

urvashi trivedi

Thriller

બ્રેસલેટ

બ્રેસલેટ

18 mins
290


નાસ્તાના ટેબલ પર બેઠા બેઠા ધનવંતરાય અને કોકીલાબેન સુદેશની રાહ જોતાં જોતાં છાપું વાંચી રહ્યા હતાં સુદેશ ધીમે કરીને નાસ્તાના ટેબલ તરફ આવ્યો અને મમ્મી પપ્પાને પગે લાગ્યો. ધનવંત રાય અને કોકીલાબેન એકબીજાની સામે જોવા લાગ્યા આજે એવી તો શું વાત છે કે સતત મસ્તી તોફાનમાં મસ્ત રહે તો મારો દીકરો આજે ગંભીરતા ધારણ કરી રહ્યો છે. ધનવંતરાયે હસતા હસતા સુદેશ ને પૂછ્યું "બેટા શું વાત છે આજે તો તું કંઈક બહુ ગંભીર લાગે છે"? સુદેશ શરમાતા શરમાતા કહ્યું "પપ્પા મને મારી કોલેજની એક છોકરી બહુ જ પસંદ છે તેનું નામ આભા છે. મેં તેના વિશે બધી માહિતી કઢાવી છે. તેઓ આપણી જ નાતના છે. અને તેના પપ્પાનું નામ કિરીટભાઈ છે. તેઓ એક વર્ષ પહેલાં તેમના દીકરા યશની નોકરી મુંબઈ થઈ હોવાથી અમદાવાદથી મુંબઈ આવ્યા છે". ધનવંતરાય તો દીકરા ની સામે જોઈ રહ્યા. દીકરાને એક નજરે નિરખી રહ્યા લે મારો દીકરો તો પરણવાલાયક થઈ ગયો તે મનોમન હસવા લાગ્યા કોકીલાબેન પણ બાજુમાં બેઠા બેઠા મરક મરક હસતા હતાં

           ધનવંતરાયે ઉભા થઈ દિકરા ની પીઠ થાબડતા કહ્યું "બેટા તુ તો મોટો થઈ ગયો, તારી બધી વાત સાચી પણ આભા ને આ વાતની જાણ છે? તે આભા સાથે ક્યારેય વાત કરી છે? આપણે રહ્યા મોટા ખોરડાવાળા માન મોભાવાળા અને કિરીટભાઈ ને હું ઓળખું છું તારી મમ્મીના ભાઈનો દૂરનો સાળો થાય છે, તેઓ સામાન્ય ખાતા-પીતા ઘરના લોકો છે. જો આપણે સામે ચાલીને માંગુ લઈને જઈએ અને તે લોકો ના પાડી દે તો સમાજમાં મારું નાક કપાય જાય અને સમાજમાં મારો માન-મોભો છે તેને બટ્ટો લાગી જાય. પહેલા તો આભા સાથે વાત કરી લે. આપણે કોઈપણ જાતની ઉતાવળ નથી મારા દીકરાની પસંદ એ જ મારી પસંદ હોય મેં આજ સુધી ક્યારેય એક પણ વાતની તને ના નથી પાડી તો આ તો તારી જિંદગીનો સવાલ છે તું આભાના મનની વાત જાણી લે જો તેની હા હોય તો આપણે વાજતે ગાજતે માંગુ લઈને જશું". સુદેશ તો એકદમ રાજી થઈને ધનવંતરાયને ભેટી પડ્યો તેમની આંખમાં હરખના આંસુ આવી ગયા અને હરખથી મમ્મી-પપ્પાને કહેવા લાગ્યો "તમે બંને કેટલા સારા છો મારા મનની વાત તમે કેટલી સમજો છો તમારા જેવા માતા પિતાનો હાથ મારા પર છે તેથી હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું."

              ધનવંતરાય હસવા લાગ્યા અને વ્હાલથી દીકરાના માટે હાથ ફેરવતા કહેવા લાગ્યા "બેટા હવે અમને મસ્કા લગાડવાનું બંધ કર અને જલ્દી નાસ્તો પૂરો કરીને કોલેજ ભેગો થા જેથી આભા સાથે તારી વાતચીત આગળ વધે, બહુ શરમની પૂંછડી ના થાતો ગમતી હોય તો સીધું જઈને પૂછી લેજે બહુ લાંબુ ખેચી એ તો દોર તૂટી જાય." એમ કહી ધનવંત રાય અને કોકીલાબેન ખડખડાટ હસવા લાગ્યા.

          ધનવંતરાયે પણ પોતાની રીતે આભા ના ઘરની માહિતી મેળવવાનું શરૂ કરી દીધું તે તો મોટા બિઝનેસમેન હતાં કોઈ પણ સોદો તપાસ્યા વગર નહોતા કરતા, આ તો તેના દીકરાની જિંદગીનો સવાલ હતો તેમણે માહિતી એકઠી કરવા માંડી.

           કિરીટભાઈ અને તેમના પત્ની સ્મિતાબેન બંને કોલેજમાં પ્રોફેસર હતાં તે બંનેના લવ મેરેજ હતાં કોલેજમાં સાથે ભણતા ત્યારથી બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતાં અને બંને ના ઘરનાઓની સંમતિથી લગ્નગ્રંથિથી જોડાયા હતાં આભા અને યશ એમ તેના બે સંતાનો હતાં. યશ આભા કરતા મોટો હતો અને આઈટી એન્જિનિયરનું ભણ્યો હતો તેને મુંબઈમાં ખૂબ મોટી કંપનીમાં સર્વિસ મળી હતી આથી તેઓ અમદાવાદ છોડી મુંબઈ શિફ્ટ થયા હતાં કિરીટભાઈ અને સ્મિતાબેન બંને રીટાયર થઈ ગયા હતાં. મુંબઈમાં હજુ તેઓ ભાડાના મકાનમાં રહેતા હતાં. અમદાવાદમાં નાનકડો બંગલો હતો તે વેચવા કાઢ્યો હતો, જે વેચાય પછી મુંબઈમાં ફ્લેટ લેવાનું વિચારતા હતાં, યશ ને ખૂબ સારો પગાર હતો અને કિરીટભાઈ અને સ્મિતાબેન બંનેને પેન્શન પણ સારૂ એવું આવતું હતું. ખાધેપીધે કુટુંબ સુખી સંપન્ન હતું, પણ ધનવંતરાય ની તોલે સાવ સામાન્ય હતું. ધનવંતરાયનો ચોપાટી પર ખૂબ જ મોટો બંગલો હતો અને તેઓ ત્રણ ફેક્ટરીના માલિક હતાં. સુદેશ તેમનો એકનો એક દીકરો હતો, ધનવંતરાય માટે દીકરા કરતા પૈસા વધારે મહત્વના ન હતાં તે તો દીકરાના રાજીપામાં જ રાજી હતાં.

          સુદેશ હરખાતો હરખાતો કોલેજમાં પહોંચ્યો અને જઈને પહેલા જોઈ લીધું કે આભા આવી છે કે નહીં. એ પહોંચ્યો ત્યારે લકચર શરૂ થઈ ગયો હતો તેથી તે પહેલા પોતાની સીટ પર ગોઠવાઈ ગયો પણ તેનું ધ્યાન તો સતત આભા તરફ જ હતું. જેવો લેક્ચર પતે કે તરત જ તે ઊભો થાય છે ને આભા પાસે પહોંચ્યો અને કહ્યું કે "આભા થોડીવાર માટે બહાર આવ ને મારે તારું કામ છે". સારુ કહીને આભાર સુદેશની પાછળ ક્લાસમાંથી બહાર આવી. જેવી આવા આવીને સુદેશ ની સામે ઊભી રહી એવું તરત સીધેસીધું તેને પૂછી લીધું "આભા તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો?". આભા તો અભી બનીને સુદેશની સામે જોવા લાગી થોડીવાર માટે તો તેનું મગજ સુન્ન થઈ ગયું, એકદમ આવા અચાનક સવાલથી તે ગભરાઈ ગઈ અને દોડીને પાછી ક્લાસમાં જતી રહી, સુદેશને કંઈ સમજાયું નહીં એ પણ બાઘા ની જેમ ત્યાં ને ત્યાં ઊભો રહી ગયો. તેનામાં હવે બાબા સામે જવાની હિંમત નહોતી તેણે લેક્ચર એન્ટેના કર્યો અને બહાર લોબીમાં એમનેમ ઊભો રહ્યો. આભાર તોડીને અંદર ક્લાસમાં તો જતી રહી પણ તેનું મન ચકડોળે ચડ્યું તેનું લેક્ચરમાં જરા પણ ધ્યાન ન હતું તે સુદેશ માટે વિચારવા લાગી આમ તો સુદેશ સારો છોકરો હતો હોશિયાર હતો સાવ સામાન્ય છોકરાઓ ની માફક રહેતો હતો એને ખબર હતી કે સુદેશ ખૂબ જ મોટા ઘર નો દીકરો છે પણ ક્યારેય તેણે તેને પૈસાના ગુમાનમાં ફરતો જોયો નહોતો અને પાછો પોતાની નાતનો હતો. જેમ જેમ સુદેશ માટે વિચારતી જાતિ હતી તેમ તેમ તેના ગાલ પર શરમની લાલી ઉપસી આવતી હતી તેનામાં પણ સુદેશ સામે જવાની હિંમત ન હતી. જેવો લેક્ચર પડ્યો તે પણ બધાની સાથે ક્લાસ રૂમની બહાર નીકળી બોલતો સુદેશ તો હજી ત્યાં ને ત્યાં જ તેના જવાબની રાહ જોતો ઊભો હતો તેણે એક નજરે સુદેશ સામે જોયું અને થોડું મરકી જઈ શરમાઈ ને નીચું જોઈ ગઈ અને કેન્ટીન તરફ ચાલવા લાગી સુદેશ તેના આ ઈશારા ને સમજી ગયો અને ઉછળી પડ્યો તે પણ તેની પાછળ પાછળ કેન્ટીન તરફ જવા રવાના થયો બંને જણા કેન્ટીનના એક ખુણા ના ટેબલ પર ગોઠવાયા. થોડીવાર પછી સુદેશે ચા અને સમોસા નો ઓર્ડર આપ્યો થોડીવાર પછી સુદેશે ધીમે ધીમે વાતચીતની શરૂઆત કરી સુરેશે આભાને કહ્યું "જો તમારી ઈચ્છા હોય અને હા હોય તો અમે તમારા ઘરે માંગુ લઈને આવીએ". આભાએ નીચું જોઈને ધીમેથી ડોકું ધુણાવી હા પાડી સુદેશ તો રાજીના રેડ થઈ ગયો અને કોલેજમાંથી જ આભા પોતાને ઘેર મમ્મી-પપ્પાને દેખાડવા લઈ ગયો.

              આભા ને લઈને જેવો સુદેશ જેવો બંગલામાં દાખલ થવા જાય છે ત્યાં જ તેના મમ્મી અંદરથી કહે છે" બંને ત્યાંજ ઊભા રહેજો ".સુદેશ અને આભા એકબીજાની સામે જોવા લાગે છે તેટલી વાર માં કોકીલાબહેન અંદરથી પુજાની થાળી લઈને આવે છે બંને ની આરતી ઉતારે છે પછી ઘરમાં આવવા દે છે. તેઓ તો આભાને એકીટશે જોયાજ કરે છે એટલીવારમા ધનવંતરાય અંદર થી બહાર આવે છે આભાને સુદેશ સાથે જોઈને ખુબજ ખુશ થઈ જાય છે. બંને જણા મમ્મીપપ્પા ને પગે લાગે છે. કોકીલાબહેને તરતજ પોતાના હાથમાં સોનાનું હીરાથી જડેલુ બ્રેસલેટ હતું તે કાઢીને આભાના હાથમાં પહેરાવી દીધું. અને કહ્યું કે "આ મારા સુદેશનો જન્મ થયો ત્યારે એના પપ્પાએ એની ખુશીમાં મને ભેટમાં આપેલું આ મારા સુદેશના જન્મની નિશાની છે. આજે આટલા વર્ષો બાદ પહેલી વાર મે મારા થી અળગું કર્યું છે તેનો અર્થ એ થાય છે કે આજથી અમે સુદેશ ને તને સોંપીએ છીએ. બીજી બધી વીધી તો પછી થશે પણ આજથી અમે તને અમારી માની લીધી છે" કહેતાં કહેતા કોકીલાબહેનનો અવાજ રૂંધાઈ ગયો. આભાની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે તો કોકીલાબહેનને ભેટી પડી. ધનવંતરાયે કિરીટભાઈ સાથે ફોનમાં બધી વિગતવાર વાત કરી અને જણાવ્યું કે આભા અત્યારે અહીંજ છે. સુદેશ તેને થોડી વાર પછી મુકી જશે. તમે સુદેશ ને જોઈ લેજો. પછી આપણે રવિવારે મળીએ". કિરીટભાઈ તો ધનવંતરાયની વાત સાંભળી ખુશ થઈ ગયાં તેમણે સ્મિતાબહેન ને બોલાવી બધી વાત કરી અને કહ્યું "હમણાં થોડીવારમાં સુદેશ આપણી આભાને મૂકવા આવશે ત્યારે તેને તું સરખી રીતે જોઈ લેજે. બધું સારું હોય અને બંનેના મન રાજી હોય તો આપણ ને કોઈ વાંધો નથી રવિવારે ધનવંતભાઈએ મળવાનું ગોઠવ્યું છે ત્યારે બધી ચોખવટ કરી લેશું. કારણ આપણે તેના જેટલા પહોંચતા માણસો નથી".

           થોડીવારમાં સુદેશ અને આભા આવી ગયા. આભા તો શરમની મારી પોતાના રૂમમાં જતી રહી. સુદેશ ને જોઈને કિરીટભાઈ અને સ્મિતાબહેનની આંખો ઠરી તેમને સુદેશ જોતાંવેત ગમી ગયો અને પાછો વાતચીતમાં પણ એકદમ સરળ લાગ્યો તેથી તેમણે સુદેશ સાથે કહેવડાવ્યુ કે તમારા પપ્પાને કહેજો કે રવિવારે આપણે મળીએ. સુદેશ તો આ સાંભળીને રાજીના રેડ થઈ ગયો. તેમને જતાં જતાં આભા ને જોવા ની ઈચ્છા થઈ પણ આભા તો પોતાના રૂમમાં પુરાઈ ગઈ હતી. બહાર નીકળી ને કારનો દરવાજો ખોલતાં ઉપર નજર કરી તો આભા બાલ્કનીમાં ઊભા ઊભા તેને નિહાળી રહી હતી તેમણે આભા સામે હાથ હલવ્યો અને હસતાં હસતાં કારમાં ગોઠવાયો.

           સુદેશ ના જતાં વેત સ્મિતાબહેન આભાના રૂમમાં ગયાં.આભા તો તેની મમ્મીને વળગી ને રડવા લાગી સ્મિતાબહેન સમજી ગયાં કે આ ખુશીના આસું છે તેની આંખમાંથી પણ દડદડ આંસુ વહેવા લાગ્યા. ત્યાં તો કિરીટભાઈ પણ રૂમમાં દાખલ થયા મા દીકરી ને રડતાં જોઈ તેનું હૈયું પણ ભરાઈ ગયું. તેમણે પ્રેમથી આભાના માથા પર હાથ ફેરવ્યો. આભા એ ધીમેધીમે સવારથી સાંજ સુધીની બધી ઘટના વર્ણવી. અને કોકીલા બહેને આપેલું બ્રેસલેટ દેખાડ્યું. સ્મિતાબહેનની તો બ્રેસલેટ જોઈ ને આંખો પહોળી થઈ ગઈ. "આટલું મોંઘું બ્રેસલેટ તને આપ્યું, બેટા સાચવીને રાખી દેજે."આભા એ કહ્યું "ના મમ્મી આ હવે ક્યારેય મારા હાથમાંથી નહીં ઊતરે. સુદેશની મમ્મીએ સુદેશના જન્મથી આ બ્રેસલેટ પહેરી રાખ્યું હતું અને ઉતારી ને મને પહેરાવ્યુ ત્યારે કહ્યું હતું કે મારા સુદેશ ને હું તને સોપુ છું એટલે આ બ્રેસલેટ તો હવે ક્યારેય નહીં કાઢું."આભા ની મમ્મી આભા ની સમજણ ભરી વાતથી ખુશ થઈ ગઈ. તેને મનમાં થયું મારી દીકરી એકાએક મોટી થઈ ગઈ.

              ધનવંતરાયે કિરીટભાઈ ના ફેમીલી ને રવિવારે પોતાના ઘરે આવવાનું આમંત્રણ પાઠવી દીધું. રવિવારે બંને ફેમિલી ભેગા થયા. એકબીજાના વિચારોની આપલે કરી યશ ને સુદેશ નો સ્વભાવ ખુબ ગમી ગયો બંનેએ અલકમલકની ઘણી વાતો કરી. જમી કરી ને સુદેશ અને આભા ચોપાટી ના દરિયાકિનારે લટાર મારવા નીકળ્યા. અને વડીલો સગાઈ લગ્નની તારીખ ક્યારે રાખવી કેવી રીતે કરવા એની ચર્ચામાં લાગી ગયાં. ધનવંતરાયે કિરીટભાઈ ને હાથ જોડી વિનંતી કરી કે "મને તમારી દીકરી ના કરિયાવર માં મને તમારી દીકરી સિવાય કશું ન આપતાં. દીકરીનું દાન ભાગ્યશાળીના ભાગમાં જ હોય. માટે કરિયાવર કરશો તો પણ હું સ્વીકારીશ નહીં".કિરીટભાઈ અને સ્મિતાબહેન ની આંખમાં આંસુ આવી ગયા. અને કહેવા લાગ્યાં "અમે તો ભાગ્યશાળી છીએ પણ મારી દીકરી પણ સારા ભાગ્ય લખાવી ને આવી છે કે તે તમારા જેવા માબાપની ઓથમા સમાવાની છે."

              સુદેશ અને આભા બંને કોલેજના છેલ્લા વર્ષ માં હતાં. તેથી અઠવાડિયા પછી સગાઈ અને કોલેજ પુરી થાય પછી લગ્ન રાખવા એમ બંને કુટુંબ વચ્ચે વાતચીત થઈ સુદેશ અને આભા પણ લટાર મારી ને પાછા આવી ગયાં હતાં. કિરીટભાઈ અને સ્મિતાબહેને વેવાઈનો ખુબખુબ આભાર માનતા ગળગળા થઈ રજા લીધી. અઠવાડિયામાં સગાઈ નક્કી થઈ હોવાથી બંને કુટુંબ સગાઈની તૈયારીમાં વ્યશ્ત થઈ ગયાં. આખરે એ દિવસ આવી ગયો અને બંનેની સગાઈ ધામધુથી પાર પડી.

            સુદેશ અને આભા માટે તો સગાઈ અને લગ્ન વચ્ચેનો ગોલ્ડન પિરિયડ હતો. એક તો બંને સાથે ભણતા હતાં તેથી રોજ મળવાનું થતું કેન્ટીનમાં કલાકો ના કલાકો બેસી રહેતાં. બંને એકબીજામાં મશગૂલ રહેતા આખી કોલેજ બંનેને દો કબૂતર કહીને ચીડવતુ પણ તેઓ તો તેની લાઈફમાં ગુલતાન હતાંં. જોતજોતાંમાં કોલેજ પણ પુરી થઈ ગઈ ને બંનેના લગ્ન પણ લેવાય ગયાં.

             આભા સાસરિયાંમાં એક વહુ તરીકે નહી પણ એક દીકરીનુ માન પામીને રહેવા લાગી, ધનવંતરાય અને કોકીલાબહેનને ખુબ માન આપતી ઘરમાં નોકર ચાકર ની કમી નહોતી છતાંય ચિવટ થી તેના નાસ્તાપાણીનુ જમવાનું પોતે જાતે ધ્યાન રાખતી.

              ધનવંતરાય અને કોકીલાબહેનની આજે ખુશી નો પાર નહોતો પોતે દાદા દાદી બનવાના છે તે સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થયા હતાં તેમણે તરત જ કિરીટભાઈ અને સ્મિતાબેન ને તેડાવ્યા અને તેઓ નાના નાની બનવાના છે તે સમાચાર તેમણે તેને આપ્યા સુદેશ તો રાજીના રેડ થઈ ગયો હતો અને ખુશીનો માર્યો ઉછળી રહ્યો હતો. આભા નો ખોળો પણ ખૂબ ધામધૂમથી થી ભરાયો ખુબ મોટી પાર્ટી રાખી હતી. આભા ની તબિયત સારી હતી, કોઈ જાતનો પ્રોબ્લેમ ન હતો, આથી પુરા દિવસે ખુબજ હેલ્ધી બાળક ને જન્મ આપ્યો. પુત્ર ના આગમનથી દાદ દાદી અને નાના નાની ખુશખુશાલ હતાં મામા અને પપ્પા નો હરખ પણ માતો નહોતો. નામકરણ વિધિ માં મોટી પાર્ટી રાખી અને બાળક નું નામ અંશ રાખ્યું. અંશ દાદા દાદી ની ઓથમા ખુબજ લાડકોડથી મોટો થવા લાગ્યો.અંશ પાંચ વર્ષ નો થયો ત્યારે તેમના દાદીએ ટુંકી બીમારીમાં આ દુનિયામાંથી વિદાય લીધી. અંશ દાદી નો ખુબજ હેવાયો હતો આથી વારેઘડીએ દાદી ના રૂમ પાસે જઈ દાદી દાદી કરતો અને દાદી ન દેખાય તો ચીસો નાખતો અતિશય લાડકોડથી થોડો જીદ્દી પણ થઈ ગયો હતો. આ બાળહઠ બધાની આંખમાં આંસુ લાવી દેતી. તેને સમજાવવો અઘરો પડી જાતો. ધીમેધીમે બધું વિસારે પડતું ગયું. દાદા પોતાનો પુરો ટાઈમ હવે અંશ ને રમાડવા માં તેને શાળામાં લેવા મુકવામાં નવી નવી વાર્તા ઓ કહેવામાં પસાર કરતાં. અંશ ખુબજ લાડકોડમાં ઉછરતો હતો છતાં ખુબજ સારા સંસ્કાર પણ મળતા હતાંં. ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો તેની યાદશક્તિ ગજબની હતી એકવાર જોયેલી વસ્તુ ક્યારેય ભૂલતો નહીં.

            દસ વર્ષનો થયો ત્યારે દાદા ને અચાનક હાર્ટ માં દુખાવો ઉપડ્યો અને પુરી ટ્રીટમેન્ટ મળે તે પહેલાં તો વિદાય લઈ લીધી,નાનકડા અંશ માટે તો દાદા નુ મૃત્યુ પણ આઘાતજનક હતું. થોડો મોટો હતો તેથી ધમપછાડા નહોતો કરતો પણ ચુપચાપ બેસી રહેતો. બીજો વજ્રગાતે તો સુદેશ અને આભા ને પણ અંદરથી હલાવી દીધા હતાં. નાનકડો અંશ પપ્પા અને મમ્મીને રડતાં જોઈ રહેતો અને ધીમેથી મમ્મી ના ખોળામાં માથું રાખી સૂઈ જતો મમ્મી તેના માથામાં હાથ ફેરવતી ત્યારે તેના હાથમાં પહેરેલા બ્રેસલેટ ને જોયા કરતો. ધીમે ધીમે આ દિવસો પણ પસાર થવા લાગ્યાં. સુદેશ માથે ત્રણ ફેક્ટરી સંભાળવા નો ભાર આવી પડ્યો. સુદેશ બીઝી રહેવા લાગ્યો. અંશ ની બધી જવાબદારી હવે આભા માથે આવી પડી હતી. એને શાળામાં લેવા જવાનું મુકવા જવાનું. તેના ટ્યુશન ના સમય સાચવવા ના હવે તેની દુનિયા અંશમય બની ગઈ હતી. અંશ દસમા ધોરણમાં હતો ત્યારે તેની શાળામાં લંડન થી એક સાયન્ટિસ્ટ આવ્યાં હતાં. અને સ્કુલના હોશિયાર છોકરાને સ્પોન્સર કરવા તૈયાર હતાં. તે અંશ ના ક્લાસરૂમમાં આવ્યા અને અમુક નવા પ્રયોગો વિશે માહિતી આપી તે સમજાવતાં હતાંં ત્યારે અંશે બે સવાલ એવા પૂછ્યા કે તે સાયન્ટિસ્ટ વિચાર માં પડી ગયાં તેમણ તરતજ ક્લાસટીચરને કહ્યું જો આ બાળક ના મમ્મીપપ્પા રાજી હોય તો મારે તેને લંડન લઈ જવો છે.એટલે ટીચરે રાજી થતાં થતાં અંશ ના મમ્મીપપ્પા પર એક ચિઠ્ઠી લખી દીધી અને અંશ ને કહ્યું કે આપણે ત્યાં જે સાયન્ટિસ્ટ આવ્યા છે તે તને લંડન ભણવા માટે લઈ જવા માંગે છે, આ ચિઠ્ઠી તારા મમ્મીપપ્પા ને વંચાવજે, જો તને મોકલવા માંગતા હોય તો કાલે સ્કૂલમાં મળવા આવે. અંશ તો એકદમ રાજી થઈ ગયો. ઘરે જઈને મમ્મીને વળગી પડ્યો અને હરખાતા હરખાતા ક્લાસમાં બનેલી બધી વાત કરી. આભા તો આ સાંભળીને આઘાત પામી ગઈ. સાસુ સસરા ના દેહાંત પછી અંશ તેનું સર્વસ્વ બની ગયો હતો.તે વિચારવા લાગી હજું કેટલો નાનો છે. અજાણ્યા ગામમાં તેનું ખાવાપીવાનું કોણ ધ્યાન રાખશે. મારા જીગર ના ટુકડા ને મારાથી અળગો નહીં થવા દઉં. તેણે અંશ ને કહ્યું તારા પપ્પા આવી પછી વિચારીએ. અંશ તો પપ્પા ના આવવાની રાહ જોઈને દરવાજે બેઠો રહ્યો. જેવા પપ્પા આવ્યા કે તરત જ કહ્યું પપ્પા બીજુ બધું પછી કરજો પણ પહેલાં મારા ટીચરે ચિઠ્ઠી લખી છે તે વાંચો.સુદેશે અંશ ને આટલો ઉત્સાહિત ક્યારેય નહોતો જોયો એમાં પણ દાદા ના મૃત્યુ પછી તો તે સાવ અંતર્મુખી થઈ ગયો હતો સુદેશ તો અંશ ને આટલો ખુશ જોઈને રાજી થઈ ગયો. અંશે આપેલી ચિઠ્ઠી વાચવા લાગ્યો. ચિઠ્ઠી વાચીને કહ્યું અમે કાલે તારા ટીચર ને મળવા આવશું.અંશ તો રાજી થઈ લંડનના સપના જોતાંજોતાં સૂઈ ગયો.

           રાત્રે સુદેશે આભાને સમજાવવાની ખુબ કોશીશ કરી કહ્યું આપણે દીકરા ને મોકલશુ નહી તો તેનું સ્વપન તૂટી જશે દર મહિને લંડન જઈને આપણે તેની તપાસ કરતાં રહીશું. પણ આભા એક ની બે ન જ થઈ અંતે માં ના હૃદય સામે સુદેશે હાર સ્વીકારવી પડી. વહેલી સવારે અંશ તો ખુશખુશાલ થતો સ્કૂલમાં જવા રવાના થઈ ગયો. સ્કૂલમાં પહોંચી ને બધાં ભાઈબંધો ને બોલાવી બોલાવી કહેવા લાગ્યો કે હું તો આગળ ભણવા લંડન જવાનો છું. અમુક રાજી થયાં અને અમુકે મોઢા બગાડ્યા. તેના મમ્મી પપ્પા આવ્યાં એટલે ક્લાસટીચર તેને લઈને પ્રિન્સિપાલની ઑફિસમાં લઈને ગયાં. ત્યાં જઈને જોયું તો તેના મમ્મી રડતા હતાંં અને પપ્પા અને પ્રિન્સિપાલ બંને મમ્મીને સમજાવતાં હતાં. ત્યાં મમ્મીના શબ્દો કાને પડ્યાં કે ના તમે લોકો ગમે તે કહો પણ હું મારા આંખ ના રતન ને મારાથી દૂર ક્યારેય જવાની રજા નહીં આપું. મમ્મી ની આવી વાત સાંભળીને અંશની આંખમાં આંસુ આવી ગયા. આખી રાત ના જોયેલા સ્વપ્નાના મહેલ ને તૂટતો દેખાયો, તે તેની મમ્મીને આજીજી કરવા લાગ્યો મમ્મી જવા દેને હું મારું પુરુ ધ્યાન રાખીશ. મને લંડન માં ભણવાનો મોકો મળ્યો છે મને જાવા દેને. પણ આભા એક ની બે ન થઈ. અંશ નિરાશ થઈ રોતો રોતો ક્લાસ તરફ જવા લાગ્યો ત્યારે જે સાયન્ટિસ્ટ આવ્યા હતાંં તેમણે તેને કહ્યું કે ભલે હમણાં તારી મમ્મી ના પાડે છે પણ ભવિષ્યમાં ક્યારેય પણ આગળ ભણવાની ઈચ્છા થાય તો આ મારું કાર્ડ છે. તું જરુર આવજે હું તને બધી જાતની હેલ્પ કરીશ. અંશે રોતાં રોતાં થેન્ક યુ કહીને કાર્ડ પોતાના ખીસામાં રાખી દીધું. ક્લાસમાં બધાને ખબર પડી ગઈ કે અંશ હવે લંડન નથી જવાનો કારણ તેની મમ્મીએ ના પાડી છે. આથી રીસેસ માં આખો ક્લાસ તેને ચિડવવા લાગ્યો. અંશ હજુ નાનો કિકલો છે હજુ મમ્મી ના ખોળામાંજ રમે છે જીભડા કાઢીને અંગુઠો બતાવવા લાગ્યાં. અંશ તો નીચું મોઢું કરીને સાંભળતો રહ્યો અને રોતો રહ્યો.

        ઘરે પહોંચી ને પણ સીધો તેના રૂમમાં જતો રહ્યો બપોરે આભા એ જમવા માટે કેટલીયે વાર બોલાવ્યો તો પણ રૂમ બંધ કરીને બેસી રહ્યો આભા પણ જમી નહીં અને તેના રૂમ ની બહાર રોતી રોતી બેઠી રહી. સાંજે સુદેશ આવ્યો ત્યાં સુધી બંને એમ જ હતાં. સુદેશે ખુબજ પ્રેમથી સમજાવી અંશ નો દરવાજો ખોલાવ્યો. અને આભા ને પણ સમજાવટથી સ્વસ્થ કરી અને ત્રણેય સાથે જમવા બેઠા અંશે ચુપચાપ જમી લીધું અને પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. બીજે દિવસે સવારે પણ પોતાની રીતે તૈયાર થઈ ને સ્કૂલમાં જતો રહ્યો.આભા ને એમ કે થોડા દિવસમાં બધું પાછું બરાબર થઈ જશે.સુદેશ પણ નાસ્તો કર્યા વગર જતો રહ્યો આથી આભાએ પણ નાસ્તો ન કર્યો ધીમે ધીમે બધું થાળે પડતું હતું પણ અંશ નો નિશ્ચય દઢ હતો. બહાર થી સ્વસ્થ લાગતો હતો પણ અંદરથી તેના મનમાં લંડન જવાનો વિચાર સતત સતાવતો હતો. તે ખુબજ ખંત થી ભણવા લાગ્યો. અને દસમાં ધોરણમાં અવ્વલ નંબરે પાસ થયો. સાયન્સ લાઈન લીધી અને કોલેજમાં પણ બધાં વર્ષે અવ્વલ નંબરે પાસ થતો આવ્યો સાથે સાથે તે ઘરમાં કોઈને ખબર ન પડે તે રીતે લંડન જવાની બધી તૈયારી સાથે સાથે કરતો હતો. તેનો પાસપોર્ટ પણ તૈયાર હતો તેથી તેની રીતે બધી તૈયારી કરી લીધી હતી. દર મહિનાની પોકેટ મની મળતી તે વાપરતો નહી બધી ભેગી કરી રાખતો એટલે ભેગા કરેલા પૈસા પણ સારા પ્રમાણમાં હતાંં. હવે ફક્ત રિઝલ્ટની રાહ જોવાની હતી. લાસ્ટયરમાં તે કોલેજ ફર્સ્ટ આવ્યો. તેના પપ્પાએ તેની ખુશાલીમાં મોટી પાર્ટી રાખી. તે બધાને ખુબ પ્રેમથી મળ્યો રાત સુધી મમ્મી પપ્પાની સાથે ને સાથે રહ્યો. પછી જેવા મમ્મીપપ્પા પોતાના રૂમમાં સુવા ગયાં. પછી થોડીવાર રહીને એક ચિઠ્ઠી લખીને ડાઈનીંગટેબલ પર મુકીને પાછળ જોયા વગર સડસડાટ ઘરની બહાર નીકળી ગયો.

               બીજે દિવસે સવારે આભા અને સુદેશ ચા પીવા બેઠા ત્યારે તેનું ધ્યાન ફુલદાનીની નીચે દબાવેલી ચીઠ્ઠી પર પડ્યું. ચિઠ્ઠી વાંચી ને આભા તો ત્યાંજ બેભાન થઈ ગઈ. સુદેશે ઝડપથી આભા ને સંભાળી લીધી અને રૂમમાં સુવડાવી અને પછી ચિઠ્ઠી વાચી તો તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું લંડન ભણવા જઈ રહ્યો છું મારી કોઈ જાતની ચિંતા ન કરતાં. મને ડર હતો કે તમોને પુછીને જઈશ તો તમો નહીં જવા દો આથી તમને જણાવ્યા વગર નીકળી ગયો છું તો માફ કરશો. મારું સપનું પુરુ થાય તેવા આશીર્વાદ આપજો. મને પ્લીઝ શોધવાની કોશિશ ન કરતાં. આભા ધીરે ધીરે ભાનમાં આવી રહી હતી. તે રડતાં રડતાં સુદેશ ની માફી માંગી રહી હતી. "મે પહેલાં જ હા પાડી હોત તો મારો દીકરો આમ ઘર છોડીને ન જાત આપણ ને તેના સમાચાર તો મળતા રહેત. હવે તો તેણે શોધવાની પણ ના પાડી છે હવે કંઈપણ પગલું ભરશુ તો દીકરો સાવ ખોઈ બેસીશું."સુદેશે કહ્યું "સાચી વાત છે આટલા વર્ષોથી તે મનમાં કેટલો રીબાતો હશે. આપણે પુત્ર મોહમાં તેના મનને ન સમજી શક્યા"કહેતાં કહેતાં સુદેશ પણ રડવા લાગ્યો. બંનેનું જીવન સાવ નિરસ થઈ ગયું. જાણે શરીરમાંથી ચેતન જ હણાઈ ગયું હોય તેવું થઈ ગયું. આભા આ બનાવ માટે પોતાને જવાબદાર માનતી હતી તેથી મનોમન હિજરાયા કરતી હતી અને તેની આંખોના આંસુ સુકાવાનું નામ ન લેતા હતાં. સુદેશ પણ ફેક્ટરીઓનું કામ મેનેજરને સોંપીને લગભગ આભાની દેખરેખ રાખવા ઘરે જ રહેતો હતો તે પણ મનથી મુરજાઈ ગયેલો હતો પણ આભા માટે સ્વસ્થ રહેવાની કોશિશ કરતો હતો. રોજ આભા અંશના રૂમમાં જઈ તેના કપડા કપડા સરખા મુક્તિ કબાટ ગોઠવ્યા જ કરતી આખો દિવસ અંશના રૂમમાં જ કાંઈ ને કાંઈ કરતી રહેતી આથી સુદેશ ને વિચાર આવ્યો કે જ્યાં સુધી આ બંગલામાં રહેશું ત્યાં સુધી અંશ બધી યાદો આભા સાથે વિટળાયેલી જ રહેશે. સુદેશે જુહુ કિનારે એક આલીશાન ફ્લેટ ખરીદી લીધો. અને ફ્લેટમાં રહેવા આવી ગયાં. રોજ સાંજે આભા ને જુહુ કિનારે બેસવા લઈ આવતો આભા તો સદાય અંશના વિચારોમાં ખોવાયેલી રહેતી અને રેતીમાં હાથ ફેરવ્યા કરતી ચુપચાપ બેસી રહેતી. એક દિવસ એવી રીતે એકવાર બંને બેઠા હતાંં ત્યારે કોણ જાણે કેમ તેના હાથમાંથી બ્રેસલેટ નીકળી ગયું. આભા ને તેનું ધ્યાન ન રહ્યું ઘેર જઈ ને જમવા બેઠી ત્યારે તેનું ધ્યાન ગયું.તે લોકો બ્રેસલેટ શોધવા પાછા જ્યાં બેઠા હતાં ત્યાં આવ્યાં ઘણી શોધ કરી પણ ન મળ્યું આભા તો રડી રડી ને અડધી થઈ ગઈ. તે બબડવા લાગી હું અભાગણી છું દિકરા ને તો ન સાચવી શકી હવે તમને કંઈક થઈ જશે તો હું શું કરીશ મમ્મી એ મને હાથમાં પહેરાવતી વખતે ચોખ્ખું કહ્યું હતું કે હું મારો દીકરો તને સોપું છું એ દિવસથી મેં તેને મારા હૃદય સાથે ચાપીને રાખ્યું હતું.આ સારી નિશાની નથી કહીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી સુદેશે કહ્યું એવું કંઈ ન હોય તું ચિંતા ન કર મને કંઈ પણ થવાનું નથી. પણ આભા ના મનમાં ડર પેસી ગયો હતો. દિવસે ને દિવસે તેનું શરીર સુકાવા લાગ્યું અને ધીમે ધીમે સાવ પથારીવશ થઈ ગઈ. સુદેશ મનોમન મૂંઝાતો એકબાજુ અંશ યાદ તેને ખુબજ આવતી હતી પણ આભા ને કારણે પોતાનું મન હળવું કરી શકતો ન હતો અને બીજી આભાની ચિંતા, દુનિયાભરના ડોક્ટરોને આભા ને બતાવી જોઈ પણ કંઈ ફરક ન પડ્યો.

          એક દિવસ તે મનોમન ખુબજ મૂંઝાતો હતો તેથી દરિયાકિનારે લટાર મારવા નીકળ્યો અને જ્યાં તે અને આવા બેસતા હતાં તે જગ્યાએ જઈને બેસી ગયો. તેનાથી થોડે આગળ એક યુવતી બેઠી હતી તેના હાથમાં એણે કંઈક બ્રેસલેટ જેવું ચમકતું જોયું તેને કુતૂહલ થયું અને નજીક જઈને જોવાની કોશિશ કરી જોયું તો આભા જેવું જ બ્રેસલેટ હતું તે યુવતી પાસે ગયો અને પૂછ્યું બેટા મને તારું બેસલેટ મને જોવા આપીશ, યુવતી ને આશ્ચર્ય થયું તે જોવા લાગી. તે મૂંઝાઈ ગઈ અજાણ્યા માણસને બ્રેસલેટ કેવી રીતે અપાય અને તે પણ આટલું બધુ મોંઘુ, તે હજુ વિચારતી હતી ત્યાં તેની સાથે જે યુવક હતો તે આવી ગયો. સુદેશ ઊંધો ઊભો હતો તેથી તેનું ધ્યાન ન હતું પણ પેલી યુવતી એ કહ્યું કે આ ભાઈ મારું બ્રેસલેટ જોવા માંગે છે. સુદેશે પાછળ જોયું તો જોતાં જ રહી ગયો. સુદેશની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી સામે યુવકની પણ તેજ હાલત હતી. બંને એકબીજાને જોરથી ભેટી પડ્યાં જાણે ક્યારેય જુદા જ ન પડવા ના હોય. સુદેશે કહ્યું બેટા અંશ ક્યાં હતો આટલા વખતથી અમારી આંખો તને જોવા તરસી રહી હતી. કહેતાં કહેતાં તેના માથાને ચૂમતો હતો અને માથે હાથ ફેરવતો હતો અંશ પણ પપ્પાની હુંફમાં સમાઈ ને નાના બાળક ની જેમ રડતો હતો પપ્પા તમને લોકોને એક મહિનાથી શોધું છું બંગલા માં તમે ન મળ્યાં માળી ને પુછ્યું તો તેને પણ ખબર નહોતી રોજ સાંજે ચોપાટી ના દરિયે તમને શું શોધવા આંટા મારતા આજે પહેલીવાર જુહુ ના દરિયે આવ્યા. સુદેશે પુછ્યું આ બ્રેસલેટ, અંશે કહ્યું આ બ્રેસલેટ મારી મમ્મી નું જ છે. એક ઝવેરીની દુકાનમાં યેશા માટે ચેન લેવા ગયાં હતાંં ત્યાં મારી નજર બ્રેસલેટ પર પડી હું તરતજ ઓળખી ગયો, મને હવે તમારી ભાળ ઝડપથી મળશે તે વિચારે મે દુકાનદાર ને પુછ્યું આ બ્રેસલેટ તમારી પાસે ક્યાંથી આવ્યું પહેલાં તો દુકાનદાર મારી સામે જોવા લાગ્યો. પછી તેને બધી હકીકત જણાવી ત્યારે તેમણે કહ્યું આ બ્રેસલેટ એક મુફલિસ જેવો માણસ આવી ને વેચી ગયો.એના સારા એવા પૈસા આવવાથી તે રાજી ના રેડ થઈ ગયો. ત્યારે સુદેશે કહ્યું હું તારી મમ્મીને રોજ સાંજે દરિયાકિનારે બેસવા લઈ આવતો હતો એમાં એક દિવસ એના હાથમાંથી બ્રેસલેટ નીકળી ગયું. એક તો તારો આઘાત હતો એમાં બ્રેસલેટનો આઘાત ભળ્યો. અત્યારે તારી મમ્મી સાવ પથારીવશ છે. સાંભળીને અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા અને કહેવા લાગ્યો પપ્પા મને ઝટ મમ્મી પાસે લઈ જાવ. યેશા ચુપચાપ ઊભી ઊભી બધું સાંભળતી હતી તે સમજી ગઈ કે આ અંશ ના પપ્પા છે. તેની આંખમાં પણ આંસુ આવી ગયા. બ્રેસલેટ કાઢીને સુદેશના હાથમાં દઈ દીધું.

           ફ્લેટ તો સાવ સામે જ હતો તેથી ત્રણે જણા તરત જ પહોંચી ગયા. સુદેશ એ બંને જણાને પહેલા બહાર ઊભા રાખ્યા અને પછી અંદર ગયો અને આભાને ધીમે રહીને બધી વાત કરી આભા તો હરખ ની મારી બેઠી થઈ ગઈ, સુદેશે તેને બ્રેસલેટ પણ દેખાયું તે એકદમ ઊભી થઈ અને મંદિર તરફ ચાલવા લાગી, મંદિરમાંથી પૂજાની થાળી લઈ તેમાં બ્રેસલેટ મૂક્યું અને દરવાજા તરફ ચાલવા લાગી સુદેશ તો એકીટશે તેને જોતો જ રહ્યો. આભા એ પહેલા અંશ અને યેશાની આરતી ઉતારી અને અંદર આવવા કહ્યું અને પછી આભા એ યેશાના હાથમાં બ્રેસલેટ પહેરાવ્યું અને કહ્યું કે આજથી અંશ તારો. યેશા શરમાઈને અંશની સામે જોવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Thriller