urvashi trivedi

Drama

3  

urvashi trivedi

Drama

હૂંફ

હૂંફ

6 mins
56


"પપ્પા પાછું આ શું કર્યું. પાછા પાન ખાઈને આવ્યા,ને તમને ડૉક્ટરે ના પાડી છે ને કે પાન નથી ખાવાના તો શું કામ ખાધું, ચલો થુકી નાંખો" સૌમ્યા તેના પપ્પાને ખિજાતી હતી. કારણકે ડૉક્ટરે અનુરાગ ભાઈને ચોખ્ખું કહ્યું હતું કે જો આમને આમ પાન ખાવાનું ચાલુ રાખશો તો તમારા મોઢામા ચાંદા પડ્યા છે તેમાંથી કેન્સર થતા વાર નહી લાગે. સૌમ્યા ત્યારથી એના પપ્પાનું બહુ ધ્યાન રાખતી. જ્યારે સૌમ્યા ટોકતી ત્યારે સોરી કહી થુકી નાખતા. પણ વ્યસન કોઈ ના કહેવાથી થોડું છુટી જાય તેતો સૌમ્યાથી છૂપાઈને ખાઈ લેતાં. ડૉક્ટરની સલાહ ને નજર અંદાજ કરીને આખરે કેન્સર ને નોતરું આપી દીધું.

અનુરાગભાઈને જીભમાં ચાદુ પડ્યું હતું જે મટતું ન હતું, ડૉક્ટર જુદા જુદા ટેસ્ટ કરાવ્યા બાયોપ્સી કરાવી અને કેન્સર ડિટેક્ટ થયું. ડૉકટરે સૌમ્યા ને કેબીનમાં બોલાવી કહ્યું કે જો બેટા કેન્સર સેકન્ડ સ્ટેજમાં છે. જો ઓપરેશન કરી ને જીભનો આગલો ભાગ રિમુવ કરી નાખીએ અને પછી રેડિએશન થી આજુબાજુ તેના જર્મ્સ હોય તેનો પણ નાશ કરી નાખીએ તો તારા પપ્પા બચી જાય. પણ ખર્ચ બહુ થશે. અને તારા જ પપ્પા આખી જિંદગી બોલી નહીં શકે. સૌમ્યા આ સાભળી ડૉક્ટર સામે કરગરવા મંડી ડૉકટર ગમે તેમ કરી ને મારા પપ્પાને બચાવી લો ગમે તેટલો ખર્ચા થાય પણ મારા પપ્પાને બચાવી લો.

અનુરાગભાઈ ડૉક્ટરની કેબીનની બાજુમાં જ બેઠા હતા તે બધું સાંભળતા હતા. તે ભૂતકાળમાં સરી પડ્યા. જ્યારે સૌમ્યાનો જન્મ થયો હતો. દિકરાની આશા હતી અને દીકરી નો જન્મ થયો હતો તેથી તે હૉસ્પિટલમાં જોવા પણ નહોતા ગયા. ક્યારેય સૌમ્યા ને રમાડી નહોતી. ક્યારેય તેના માથા ઉપર પ્રેમથી હાથ નહોતો ફેરવ્યો. સૌમ્યા તરફના નફરતના વલણથી સૌમ્યાની મમ્મી સતત હિજરાયા કરતી મનમાં ને મનમાં દુઃખી રહેતી. આંતરીક દુઃખથી તેનું શરીર કૃશ થવા લાગ્યું અને સૌમ્યા ને દશ વર્ષની મુકીને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. દશજ વષૅ ની સૌમ્યા જાણે એકાએક મોટી થઈ ગઈ. મને જમાડી ને જમતી. એની મમ્મીની જેમ મારી નાનામાં નાની વસ્તુ નો ખ્યાલ રાખતી.

સૌમ્યા કેબીનમાંથી બહાર નીકળી. અવાજ સાંભળી અનુરાગભાઈ ની તંદ્રા તુટી. અને સૌમ્યા સામે સ્નેહ ભરી નજરે જોવા લાગ્યા. સૌમ્યા પ્રત્યે એકદમ વહાલ ઉભરાઈ આવ્યું. સૌમ્યા ને પાસે બોલાવી પ્રેમ થી માથે હાથ ફેરવ્યો. આટલા વર્ષો માં પહેલી વાર પપ્પા ના આવા વહાલ ભર્યાં શબ્દો સાભળી સૌમ્યા ને સ્થળનુ પણ ભાન ન રહ્યું અને દોડી ને પપ્પાને વળગી ને રોવા લાગી. આટલા વર્ષો થી જે આંસુ છુપાવી રાખ્યા હતા તે ધોધ બની ને વહેવા લાગ્યાં.

સૌમ્યા એ M sc I T કર્યું હતું અને એક સારી ફૉમમા સર્વિસ કરતી હતી તેનો પગાર પણ સારો હતો. તેના પપ્પાને ઘેર ડો્પ કરી ને ઓફિસ ગઈ પણ ત્યાં તેનુ મન ક્યાંય લાગતું નહોતું. સૌમિલ નુ ધ્યાન સૌમ્યા તરફજ હતું. તેણે માકૅ કર્યું કે સૌમ્યા કંઈક ઊલજન માં છે. સૌમિલ અને સૌમ્યા વચ્ચે ગાઢ પ્રેમ હતો પણ સૌમ્યા ની ઈચ્છા એવી હતી કે લગ્ન કરીને સૌમિલ સૌમ્યાના ઘેર રહેવા આવે. સૌમિલ પોતાના મા બાપ ને છોડીને સૌમ્યા સાથે રહેવા તૈયાર નહોતો. આથી બંને એ મિત્ર બનીને રહેવા વિચાર્યું. સૌમિલે સૌમ્યા ને પુછ્યું "કેમ આટલી ઉદાસ છે. તને કંઈ પ્રોબ્લેમ છે. " સૌમ્યએ પપ્પાની બિમારી વિશે જણાવ્યું અને ઑપરેશન નો ખર્ચો ખૂબ આવે એમ છે હુ આટલા મોટા ખર્ચા ને કેવી રીતે પહોંચી વળીશ તેના વિચાર આવે છે. સૌમિલે કહ્યું તારું દુઃખ એ મારું દુઃખ મારી પાસે લાખેક રુ ની ફિક્સ છે તે ઉપાડી લઈશું. બીજું આપણે સર સાથે વાત કરી જોઇએ જો તે લોન આપે તો સરળતાથી બધું પતી જશે. સૌમ્યા ને સૌમિલ ની વાત માં તથ્ય લાગ્યું અને બંને જણા સાહેબ ને મળવા તેમની કેબીનમાં ગયા. સાહેબે આવવાનું કારણ પુછ્યું એટલે સૌમ્યએ તેના પપ્પા વિશે બધી માહિતી આપી અને કહ્યું સાહેબ તમે જો લોન આપો તો પપ્પા ના ઑપરેશન અને બીજા ખર્ચા માં રાહત મળે. સાહેબ બહુ ભલા માણસ હતા તેમણે કહ્યું જેટલા ની લોન જોતી હોય તેટલા લઈ જા. પણ પપ્પાની ટ્રીટમેન્ટ માં કોઇ કસર ન રહેવી જોઈએ. અને હા ઑપરેશન દરમિયાન તારે ઑફિસે આવવાની જરૂર નથી તને પ્રોજેક્ટ મેઇલ કરી દેશુ જે તુ પૂરો કરીને પાછો મોકલી દેજે. જેથી તારો પગાર પણ ન કપાઈ અને તુ પપ્પાની ટ્રીટમેન્ટમા પુરુ ધ્યાન આપી શકે. સૌમ્યા તો ગદ ગદ થઈ ગઈ અને બે હાથ જોડી ને સાહેબ નો આભાર માન્યો. સાહેબે પણ સૌમ્યા ને શાબાશી આપતા કહ્યું બેટા તુ દીકરી થઈને આટલું ઝાઝૂમસ તો અમે આટલું તો કરીએ.

પૈસા ની જોગવાઈ થઈ ગઈ એટલે ઑપરેશન ની તારીખ નક્કી કરી અનુરાગભાઈ નુ ઑપરેશન કરવામાં આવ્યું સૌમિલ આ કપરા સમય માં સૌમ્યા ની સાથે ને સાથે હતો ઑપરેશન પછી રાત્રે અનુરાગભાઈ પાસે તે રોકાતો અને સૌમ્યા ને આરામ કરવા ઘેર મોકલી દેતો સૌમ્યા નુ ટિફિન પણ સૌમિલ ના ઘેરથી આવતુ. સૌમિલ ના મમ્મી પપ્પા ને સૌમિલ અને સૌમ્યા એક બીજા ને પસંદ કરે છે તેની ખબર હતી. સૌમિલ ના મમ્મી પપ્પા પણ સૌમ્યા ને પસંદ કરતાં હતા તે સૌમ્યાને વહુ તરીકે સ્વીકાર વા તૈયાર હતા. એજ રીતે અનુરાગભાઈને પણ સૌમિલ પસંદ હોયછે. પણ સૌમિલ અને સૌમ્યા હજુ વાર છે તેમ કહીને વાત ને ટાળી દેતા.

ઑપરેશન પછી રેડિએશન ની ટ્રીટમેન્ટ પણ પુરી થઇ ગઈ હવે અનુરાગ ભાઈ ને એકદમ સારું થઈ ગયું હતું. એક તેઓ બોલી નહોતા શકતા એટલી ખામી રહી ગઈ હતી. પણ સૌમ્યા ઈશારા ની ભાષા સમજી જતી. સૌમ્યા હવે ઑફિસે પણ જવા લાગી હતી.

એક દિવસ ઑફિસે પહોંચી પણ સૌમિલ હજુ આવ્યો નહોતો. સૌમિલ હંમેશા વહેલો પહોંચી નીચે ગેટ આગળ તેની રાહ જોતો હોય પછી બંને સાથે ઉપર આવતા. તેણે સૌમિલને ફોન લગાડ્યો ફોન માં સૌમિલ ખુબ રોતો હતો સૌમ્યએ કહ્યું પેલા શાંત થા પછી બોલ શું થયું છે. સૌમિલે કહ્યું કે મારા પપ્પા નો ઍકસીડન્ટ થયો છે. અને તે સમાચાર મમ્મી એ સાંભળ્યા તો મમ્મી ચક્કર ખાઈને પડી ગઈ અને તેને માથામાં પલંગની ધાર વાગી ગઈ છે. બંને ની હાલત બહુ ગંભીર છે. તુ જલ્દી આવ મારું તો મગજ કામ નથી કરતું.

સૌમ્યા અને ઑફિસ નો આખો સ્ટાફ તરતજ હૉસ્પિટલ પહોંચી ગયા. સૌમિલ ની તો આંખો રડી રડી ને સોજી ગઈતી સૌમ્યા તથા ઑફિસ ના સ્ટાફ ને જોઈને થોડી ધરપત થઈ. સૌમિલના પપ્પાને બહુ ગંભીર ઇજા થઈ'તી અને બ્લડ પણ પણ બહું વહી ગયું હોવાથી બચવાની આશા નહીવત હતી. અને મમ્મીને પણ માથામાં વાગ્યું હોવાથી કોમામાં જતાં રહ્યાં હતા.

ડૉક્ટરો એ ખુબ મહેનત કરી પરંતુ પરિણામ શુન્ય આવ્યું. સૌમિલ ના પપ્પા મૃત્યુ પામ્યા. સૌમિલ ને સ્ટાફ ના માણસો એ માંડ સંભાળ્યો. સૌમિલ ની મમ્મીની જવાબદારી સૌમ્યા એ સંભાળી અને સ્ટાફ ના માણસો ને સૌમિલ સાથે એના પપ્પાની અંતિમ વિધિ માટે મોકલ્યા. થોડી વાર થઈ ત્યાં તેની મમ્મીની તબિયત એકદમ બગડી ગઈ સૌમિલ ને તાત્કાલિક પાછો હૉસ્પિટલમાં બોલાવ્યો. તેની મમ્મી હોશમાં તો આવી ગયા પણ કંઈક કહેવા માટે તડપતા હતા. જેવો સૌમિલ હૉસ્પિટલમાં પહોંચ્યો તેવો તેની મમ્મી એ તેનો હાથ સૌમ્યા ના હાથમાં દઈને દમ છોડી દીધો. સૌમિલ માટે આ બે આઘાત એક સાથે પચાવવા બહુ અઘરા હતો. તે સાવ તૂટી ગયો હતો. સૌમ્યા એ એને ખુબ પ્રેમથી આઘાતમાંથી બહાર કાઢ્યો. તેને પોતાના ઘરે લઈ ગઈ અને ખૂબ જતનથી તેને રાખ્યો. થોડા સમય પછી તે સ્વસ્થ થવા લાગ્યો કહેવાય છેને કે દુઃખ નુ ઓસડ દા'ડા. સૌમિલ એકદમ નોમૅલ થઈ ગયો પાછો ઑફિસે જવા લાગ્યો. અને સૌમ્યા સાથે લગ્ન કરીને સૌમ્યા ને ઘેર રહેવા આવી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama