આત્મા સાથે આત્મા નું મિલન
આત્મા સાથે આત્મા નું મિલન
આ વાત 1981ની છે. શિવાની મ્યુનિસિપલ સ્કુલમાં શિક્ષક હતી. તેની બદલી જામનગરથી મોરબી થઈ હતી. જામનગરમાં તે સહકુટુંબમાં રહેતી હતી તેમના પતિનો કરિયાણાનો બીઝનેસ હતો અને બાળકોમાં પુત્ર પાંચમાં ધોરણમાં અને દિકરી સાતમા ધોરણમાં ભણતી હતી. તેથી મોરબીમાં એક રૂમ ભાડે લઇને એકલીએ રહેવાનું નક્કી કર્યું. દર શનિવાર રવિવાર બાળકો પતિ તથા ઘરનાં સર્નેવે મળવા આવવા જવાનું નક્કી કર્યું.
મોરબી પહોંચીને પહેલાં તો ભાડાની રૂમ ગોતવાનુ શરૂ કરયુ. 1979માં મોરબીમાં મચ્છુ ડેમના હાદસા પછી ઘણી સોસાયટી ઓ નવેસરથી બની હતી. તેમાની એક સોસાયટીમાં તેમને એક મકાન ગમી ગયું. બે રૂમ રસોડું તથા આગળ થોડું ફળીયુ હતું અને ડેલીબંધ મકાન હતું. તે તેને ગમી ગયું અને દલાલે સાવ સસ્તા ભાડામાં લઈ દીધું.
આટલા ઓછા ભાડામાં આવું સરસ ડેલીબંધ મકાન મળવાથી શિવાની ખુશ હતી. વેકેશન પુરુ થયુ અને સ્કુલ શરૂ થતા પોતાનો જરૂરિયાત પ્રમાણેનો સામાન લઈને શિવાની રહેવા આવી ગઈ
બે ચાર દિવસ તો સામાન ગોઠવવામાં એટલી થાકી જતી કે રાત્રે સૂતા પછી સવાર ક્યાં પડી જતી તેની ખબર નહોતી પડતી. પણ પાચમા દિવસે અડધી રાત્રે ઘરની બહાર ફળીયાના એક ખુણામાં કોઈ બાળક રડતું હોય તેવો અવાજ આવ્યો. થોડી વાર તેણે ગણકાયૃ નહી પણ રૂદનનો અવાજ મોટો થવા લાગ્યો આથી બારી ખોલી બહાર નજર કરી તો નાની બાળકી પપ્પા પપ્પા કરીને એક ખુણામાં બેસીને રડી રહી હતી. અંધારાને હિસાબે બહુ દેખાતું ન હતુ પણ બાળકી અપંગ હોય તેવું લાગતું હતું અને સતત રડ્યા કરતી હતી. આથી દરવાજો ખોલીને બહાર નીકળી અને બાળકી પાસે ગઈ પણ બાળકી તો ત્યાંથી અલોપ થઈ ગઈ હતી
શિવાનીને થોડો ડર પણ લાગતો હતો. પણ રોજ અડધી રાત્રે બાળકીનું રૂદન સાભળીને તે વિહવળ બની જતી એક રાત્રે હિંમત કરીને બારીમાંથી જ બાળકીને પુછ્યુ કે
"બેટા, તુ કેમ રડે છે તને કઈ વાત નુ દુઃખ છે ?'
આવા પ્રેમભર્યા શબ્દો સાભળી બાળકીની આંખમાં ચમક આવી અને તેણે પોતાની આપવીતી જણાવી.
બાળકીએ કહ્યું કે બેન હુ આઠ વર્ષની હતી. હું અને મારા પપ્પા અહીં આ મકાનમાં રહેતા હતા હું અપંગ હતી અને મારીમાં તો મને જન્મ આપીને તુરંત જ મૃત્યુ પામી હતી. મારા પપ્પા મારૂ ખૂબ જ ધ્યાન રાખતા હતા તેનું જીવન ફક્ત મારામય બની ગયુ હતું. તેની દુનિયા ફક્ત હું જ હતી અને મને પણ મારા પપ્પા વગર એક મિનિટ પણ ચાલતું નહોતું. એક દિવસ પપ્પા કોઈ કામસર બહાર ગયા હતા હું ઘરમાં એકલી હતી ત્યાં તો મચ્છુ ડેમ તુટવાથી નદીનુ પાણી ગામમાં આવવા લાગ્યું. અમારી સોસાયટીમાં પણ પાણી ભરાવા લાગ્યા. ઘરમાં પાણી ભરાવા લાગ્યું હું અપંગ હોવાથી મારી જગ્યાએથી હટી ન શકી પપ્પાના નામની બુમો પાડતા પાડતાં અંતે હું પાણીમાં ડુબી ગઈ. મારા મનમાં પપ્પાને જોવાની એમને મળવાની ઈચ્છા અધુરી રહી ગઈ. હજી પણ મને આશા છે કે મારા પપ્પા મને શોધતાં જરૂર આવશે
બાળકીની વાત સાંભળી શિવાની રડી પડી. બાળકીને તેના પિતાની માહિતી આપવા કહ્યું બાળકીએ કહ્યું કે "મારા પિતાજી નું નામ મનહરભાઈ હતું. તે મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષક હતા." આ સાંભળી શિવાનીની આંખમાં ચમક આવી અને બાળકીને ધરપત આપી કે તારા પિતાજીને ગમે ત્યાંથી ગોતીને તારી સાથે મિલાપ કરાવીશ.
બીજે દિવસેસવારમાં શિવાની સ્કુલમાં જઈને સૌથી પહેલાં આચાર્યને મળી અને આચાર્યને બાળકી વિશે બધી વાત કરી. આચાર્ય તો બાળકી વિશેની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને શિવાનીને તેની હિંમત બદલ શાબાશી આપી. 1979ના બધી ફાઈલો શિવાનીને તપાસ કરવા કાઢી આપી. એક ફાઈલમાંથી મનહરભાઈ વિશે માહિતી મળી. એના લખાણ મુજબ 1979માં જ મનહરભાઈની બદલી જુનાગઢ થઈ હતી. આથી શિવાની એ આચાર્ય સાહેબને વિનંતિ કરી કે બે દિવસની રજા મંજૂર કરો તો જુનાગઢ જઈને તપાસ કરી શકાય આચાર્ય સાહેબે શિવાનીની રજા મંજૂર કરી દીધી
શિવાની સ્કુલ છુટતાજ જામનગર જવા રવાની થઈ ગઈ. જામનગર જઈ તેના પતિને બધી વાત કરી અને બીજે દિવસે શિવાની અને તેના પતિ જુનાગઢ જવા રવાના થયા. જે સ્કૂલમાં મનહરભાઈની બદલી થઈ હતી તે સ્કૂલમાં પહોંચીને મનહરભાઈ ને મળ્યા. મનહરભાઈને તેમની દિકરી વિશે જણાવ્યું. મનહરભાઈ તો દિકરી વિશે સાભળીને આઘાત પામી ગયા. અને જણાવ્યું કે હું મારી દિકરીને મુકીને બાજુના ગામમાં મારા માતા પિતાની ખબર કાઢવા ગયો હતો પાછો ફર્યો ત્યાં તો મારી દુનિયા લુટાઈ ગઈ હતી. મારી દિકરીનો ક્યાં ય પતો ન હતો અને લાશોના તો જાણે ઢગ ખડકાય ગયા હતા મારી હાલત સાવ કફોડી થઈ ગઈ હતી. હું તો ત્યાં જ બેભાન થઇ ગયો હતો. આખ ખુલી ત્યારે હું મારા માતા પિતા પાસે હતો. મારી દિકરી વગર મારી દુનિયા નરક સમાન હતી. પણ મારા માતા પિતા માટે જીવ્યા વગર છુટકો નહોતો. મોરબીમાં મારા માટે રહેવું અશક્ય હોવાથી મારી બદલીની અરજી કરી જે સ્વીકારાય ગઈ અને હું જુનાગઢ આવી ગયો. તમે એકાદ કલાક મોડા આવ્યા હોત તો મારી લાશ તમને જોવા મળત. કારણકે હું જેમના માટે જીવતો હતો તેઓ સમયાંતરે મૃત્યુ પામ્યા. હવે જીવન જીવવાની કોઈ ઈચ્છા નહોતી. મારૂ મન સતત મારી દિકરી પાસે પહોંચી જવા તરસતુ હતું. જુઓ મે આ મારી મરણ નોંધ પણ લખી રાખી હતી.
શિવાની તેના પતિ અને મનહરભાઈ સાથે મોરબી આવી અને તેના ઘરે લઇ ગઈ મનહરભાઈનુ મન પોતાની દિકરીને મળવા વ્યાકુળ હતુ. રાત પડવાની રાહ જોઈ ને બેઠા હતા. દિકરી સાથે વિતાવેલા દિવસોને યાદ કરતાં કરતાં ક્યારે અડધી રાત થઈ ગઈ તેનો ખ્યાલ ન રહ્યો. અચાનક રૂદનના અવાજથી તેની તંદ્રા તુટી અને પોતાની દીકરી પાસે દોડી ગયા અને દિકરીને બથમા લઈ ખુબ વહાલ કરવા લાગ્યા કહેવા લાગ્યા "બેટા હવે હુ તને મુકીને ક્યાંય નહીં જાવ સદાય તારી સાથે રહીશ. બારીમાંથી આ દૃશ્ય જોતાં અમારી આખમાં આસું આવી ગયા બહાર નીકળી મનહરભાઈ પાસે ગયા તો બાળકી અલોપ થઈ ગઈ હતી અને મનહરભાઈનો આત્મા શરીરનો સાથ છોડી દિકરીના માર્ગે નીકળી ગયો હતો.

