urvashi trivedi

Crime Thriller

4  

urvashi trivedi

Crime Thriller

આદમખોર

આદમખોર

6 mins
106


વિજય કાનાણી અને ગૌરવ મહેતા નાનપણના ખાસ મિત્રો હતા. બંને ભણવામાં ખૂબ હોશિયાર હતા. વિજય કાનાણી ભણીને એન્જિનિયર બન્યો અને ગૌરવ PSI બન્યો. છતા બંનેની મિત્રતામા કોઈ ફકૅ નહોતો પડ્યો. ગૌરવની બદલી બરોડા થઈ અને બંને મિત્રો છુટા પડ્યા. છતાં વીક એન્ડમાં એકબીજાને ઘરે જવું તથા મોબાઈલમાં રોજ વાતચીત કરવાની. આવી હતી બંનેની મિત્રતા.

ગૌરવે સવારના પહોરમાં ચાની ચુસ્કી લેતાં હાથમાં છાપું લીધું. ત્યાં તેની નજર છાપાની હેડલાઈન પર ગઈ. વિજય કાનાણી તથા તેમની પત્નીનું ખુન થયું છે. ગૌરવ તો આ સમાચાર વાંચતા એકદમ આઘાત પામી ગયો કારણ હજુ રાત્રે તો બંને જણાએ મોબાઈલમાં એક કલાક સુધી વાત કરી હતી. વિજય એટલો સીધો સાદો હતો કે તેના કોઇ દુશ્મન હોઈ શકે.

ગૌરવે તુરંત અમદાવાદના ઇન્સ્પેક્ટરને ફોન લગાડ્યો જે વિજયનો કેસ હેડલ કરતો હતો. તેણે પોતાની ઓળખ આપી અને વિજયનો ખાસ મિત્ર છે તેમ જણાવ્યું. અને DSP સાથે વાત ચીત કરી આ કેસમાં પોતાને રસ છે. અને વિજય મારો પરમ મિત્ર હતો તેના ખુનીને શોધી નહીં લઉં ત્યાં સુધી મને ચેન નહી પડે. જેવી DSP એ રજા આપી તેવો જરાપણ વિલંબ કર્યા વગર અમદાવાદ રવાના થઇ ગયો.

ગૌરવ અમદાવાદમાં સીધો વિજયના બંગલે પહોંચી ગયો. ત્યાં પોલીસની ટીમ હાજર જ હતી. તે સીધો જ્યાં વિજય તથા તેની પત્નીની લાશ હતી તે રૂમમાં ગયો. બારીકાઈથી તપાસ કરતાં માલુમ પડ્યું કે ખુની એકલો નહોતો તેની સાથે બીજા ચાર પાંચ માણસો હોવા જોઇએ. કારણ સ્પે છાટીને પહેલાં બેભાન કરી અને બેભાન અવાસ્થામાં જ બંનેને ગુગળાવીને મારી નાખવામા આવ્યાં હતા. એમના શરીર ઉપર બીજા કોઈ જખ્મ નહતા. બીજું બંગલામાં એક ચોકીદાર અને રામજી કાકાની હાજરી હંમેશાં હોય તે બેમાંથી એકપણ દેખાતા નહતા. અને હા ગૌરવને યાદ આવ્યુ કે વિજયની લાડલી દિકરીનુ શું થયું. તેને કોઈ એ જાણ કરી કે નહી. ઈન્સપેકટરે જણાવ્યું કે અમે તેને સવારથી કોન્ટેક્ટ કરવાની કોશીશ કરીએ છીએ પણ તેનો મોબાઇલ સ્વીચ ઑફ આવે છે .આથી પુનાની પોલીસને તેની હોસ્ટેલમાં જઈને તેને જાણ કરવાનું કહ્યું છે

થોડી વારમાં પુનાના ઇન્સ્પેક્ટરનો ફોન આવ્યો તેના કહેવા મુજબ બે પોલીસને હોસ્ટેલમાં મોકલ્યાં હતા. ઘણી વાર દરવાજો ખખડાવ્યા છતાં દરવાજો ન ખોલ્યો આથી દરવાજો તોડવો પડ્યો. અંદર જોયું તો રોમાની લાશ પડી હતી અને બારી ખુલ્લી હતી ખુની બારીમાથી આવી ન ખુન કરી પાછો બારીમાંથી ફરાર થઇ ગયો. તેને પણ ગુગળાવીને મારી નાખવામાં આવી છે અને તેને બેભાન નહોતી કરી તેથી બહુ છટપટાણી હોવી જોઇએ તેના મોઢા ઉપર પણ ટેપ મારેલી હતી. ત્યાના ઇન્સપેક્ટરે બધા ફોટોગ્રાફ મોકલ્યા. ગૌરવની આંખમાથી આ જોઈ ને દડ દડ આસુ પડવા લાગ્યા. રોમા વિજયની જેટલી લાડકી હતી તેટલી તેની વહાલી હતી.

થોડું સ્વસ્થ થઈને ચોકીદાર અને રામજી કાકાની તપાસ શરૂ કરી આખા બંગલાનો ખૂણે ખુણો જોઈ લીધો પણ બે માથી એક પણનો પત્તો લાગ્યો નહીં.આથી આખા એરીયામાં તપાસ શરૂ કરી. બંગલાથી થોડે દુર નવું બિલ્ડીંગ બનતું હતું ત્યાં ખાડા ખોદેલા હતા તેમાંના એક ખાડામાંથીઆ બંનેની લાશ મળી. બંને ના હાથ પાછળથી બાધેલા હતા અને મોઢા ઉપર ટેપ લગાડેલી હતી એ બંનેને પણ ગુગળાવીને મારી નાખવામાં આવ્યા હતા.

ગૌરવ નો તો આ બધું જોઇને પિત્તો સાતમા આસમાને પહોંચી ગયો. તે ટેબલ ઉપર જોરથી મુઠ્ઠીઓ પછાડવા લાગ્યો. આવાં પાંચ પાંચ ખુન જોઈને ભલભલાની છાતીના પાટ્યા બેસી જાય એની આંખમાથી આસું સુકાવાનુ નામ લેતાં નહોતા. તેણે મનોમન નિર્ણય કરી લીધો ગમે તે થાય મારી નોકરી ભલે દાવ પર લાગે પણ આ હત્યારાઓને ક્યારેય નહીં છોડું. ગૌરવે બારીકાઈથી બંને લાશની તપાસ કરી. અને તેની આંખમાં ચમક આવી એને રામજી કાકાની મુઠ્ઠીમાંથી એક કિચેન મળ્યું. તેને યાદ આવ્યું કે વિજય પણ આવુજ કિચેન તેની સાથે રાખતો અને કહેતો કે આ મારા દાદાની નિશાની છે જે ઘરના દરેક જેન્ટસ સભ્યો પાસે છે.

વિજયના મોટા ભાઈને ભાભી હતા. સૌ સાથે હળીમળીને રહેતા હતા. તેમને એક દિકરો હતો. નાનપણમાં ખુબ જ લાડકોડને હિસાબે તે ખરાબ સોબતે ચડી ગયો હતો. લગભગ બધી ખરાબ આદતોનો તે ગુલામ બની ગયો હતો. આ બધું બંગલાની બહાર થતું હતું ત્યાં સુધી ઠીક હતું ઘરના સમજાવીને સારે માગૅ લઈ આવવાની કોશિશ કરતા. પણ એક દિવસે તેની નફ્ફટાઈ હદ વટાવી ગઈ. બંગલામાં દારૂની બોટલ અને બાજારૂ સ્ત્રીને લઈ ને દાખલ થયો તેવોજ તેના મોટા ભાઈએ ધક્કા મારીને બાર કાઢી મુક્યો. અને બંગલાના દરવાજા તેના માટે હંમેશને માટે બંધ કરી દીધા હતા. ક્યારેક ભાભીની મમતાનો ફાયદો ઉઠાવી તેની પાસેથી પૈસા લઈ જતો.

એક દિવસ જુગારના અડ્ડામા કોકની સાથે મારામારી દરમ્યાન તેના હાથે ખુન થઈ ગયું. તે દિવસથી તે લાપતા થઈ ગયો હતો. બાર વર્ષ થઈ ગયા તે વાતને પણ તે નો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બે વષૅ પહેલાં મોટાભાઈ તથા ભાભીનુ કાર એક્સીડન્ટમા મૃત્યુ થયું ત્યારે તેની ખુબ તપાસ કરી પણ તેનો પત્તો ન લાગ્યો.

કિચેન જોઈને ગૌરવને ભુતકાળ યાદ આવી ગયો. અને એક ખાતરી થઈ ગઈ કે નક્કી આ હિચકારૂ કૃત્ય ભાઈના દિકરાએજ કયું હોવુ જોઇએ. ગૌરવે મોટાભાઈના રૂમમાં જઈ આખો રૂમ તપાસી જોયો પણ કેશવનો એક પણ ફોટો હાથ ન લાગ્યો. છેવટે કંટાળી બધું પાછું મુકતો હતો ત્યા ભાભીની સાડીની બેવડમાંથી એક ફોટો સરકીને નીચે પડ્યો જોયું તો તે કેશવનો ફોટો હતો. પણ બહુ નાનપણનો હતો. આતો ભાભીએ સંતાડીને રાખેલો હતો. બાકી કેશવની નાની મોટી બધી યાદીનો મોટા ભાઈએ નાશ કરી નાખ્યો હતો. આ ફોટા ઉપરથી કેશવને શોધવો મુશ્કેલ હતો તેણે ફોટાને ધ્યાનથી જોયો. તેણે જોયું કેશવના ડાબા હાથની હથેળીમાં રેડ કલરનુ લાખુ હતું જે એનો બર્થમાર્ક હતો. લાખા ઉપર નીશાની કરી તેની જુદી જુદી કોપી કઢાવી મુબઇ પુના ગુજરાતના પોલીસ હેડ ક્વાર્ટર માં મોકલી દીધી. બધા સ્ટેટની પોલીસ કેશવની તપાસમાં લાગી ગઈ.

આજે એ વાતને પંદર દિવસ થયા છતાં કેશવનુ પગેરું મળતું નહોતું. ગૌરવ વિચારતો ક્યાંક ખોટા માર્ગે તપાસ નથી થતીને. એવામાં બંગલામાં સ્ત્રી નિકેતના કેટલાક ટ્રસ્ટીઓ વકીલની સાથે દાખલ થાય છે. તેના હાથમાં વિજયની સાઈનવાળુ વીલ હોય છે. ગૌરવ બધાને બેસાડે છે અને વકીલને વીલ વાચી સંભળાવવાનુ કહે છે. વિલમાં લખેલું હોય છે કે જો મારી તથા મારા ઘરનાની કોઈ ની પણ હયાતી ન હોય તો આ બંગલો તથા મારી બધી માલમિલકત સ્ત્રી નિકેતનમાં દાનમાં આપી દેવી. ગૌરવે કહ્યું સારૂં પણ મારી ઈચ્છા સ્ત્રી નિકેતના માલિકને મારા હાથે અર્પણ કરવાની છે. આમ કહી બધાને રવાના કયૉ.

ગૌરવે પોતાની તપાસ હવે સ્ત્રી નિકેતનના માલિક તરફ વાળી સ્ત્રી નિકેતનના માલિક એમ એલ એ કિશન કુમાર હતા. કિશન કુમાર શહેરની નામાંકિત વ્યક્તિ હતા. તેમણે બાળવિકાશ ગ્રહમાં જુદી જુદી કોલેજોમાં લેડીઝ હોસ્ટેલમાં ખુબ દાન આપેલુ હતું. ગૌરવનુ મન ચકરાવે ચડી ગયું એક તો વિલની વાતથી તે સાવ અજાણ હતો. વિજય તેને નાનામાં નાની વાત કહેતો તો આ વિલ વિશે શું કામ નહીં કીધું હોય. તેના મગજમાં ઝબકારો થયો તરતજ ઈનવેસ્ટીગેશનની ટીમને બોલાવી વીલ ઉપર જે સાઈન છે તે ક્યારની છે થોડી વારમાં રીઝલ્ટ આવી ગયું આ સાઈન તાજીજ છે અને પંદર દિવસ પહેલાંની છે

ગૌરવ ને પોતાની તપાસનો માગૅ તો મળી ગયો પણ બહુ સાવધાની માગી લે તેવો હતો. તેમણે ડી એસ પી, કમીશ્નર અને કલેક્ટર સાથે મિટિંગ કરી અને આખા કેશની માહિતી આપી. ચુનંદા કમાન્ડો તથા પોલીસ ફોર્સની માગણી કરી. થોડી પોલીસને સ્ત્રી નિકેતનમાં કોઈ ને કોઇ કામ ના બહાના હેઠળ ગોઠવી દીધા તેથી ત્યાની ગતિવિધિ ઉપર નજર રહે. કમાન્ડો અને અને થોડા પોલીસને એમ એલ એના બંગલામાં તથા તેની આજુબાજુના એરીયામાં ગોઠવી દીધા.

ધીમે ધીમે સ્ત્રી નિકેતનની માહિતી આવવા લાગી સ્ત્રી નિકેતનમા સ્ત્રી ઓની સુરક્ષાને બદલે તેનું શોષણ થતું હતું. રીત સર સ્ત્રીઓનો વેપાર થતો હતો. સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતા અને ધર્મના નામે ધતિંગ કરનારા લોકો અહીંથી સ્ત્રીઓને ખરીદી લઈ જઈને તેના ઉપર અમાનુષી અત્યાચાર ગુજારતા. આ બધું એમ એલ એ નિગરાની હેઠળ થતુ. આથી કોઈ હરફ સુધ્ધા ઉચારી શકે તેમ નહોતું. પછી તો એમ એલ એ જેટલી સંસ્થાઓમાં ડોનેશન આપ્યું હતું તે બધી સંસ્થાઓની તપાસ શરૂ કરી બધે એક સરખી હાલત હતી. બાળ વિકાસ ગૃહમાંથી બાળકોનુ શોષણ થતું હતું. લેડીઝ હોસ્ટેલમાંથી છોકરીઓને ઉપાડી લાવી તેના ઉપર અત્યાચાર ગજારાતો. આ બધા સ્કેન્ડલના સચોટ પુરાવા ભેગા કરીને ડી એસ પી કલેક્ટર તથા કમિશ્નરને એક એક કોપી મોકલી આપી. એ લોકો તરફથી વોરંટ કાઢવાનું ફરમાન મળતા ગૌરવ પોતાની સાથે કમાન્ડોને લઈ ને એમ એલ એની ધરપકડ કરવા નિકળી ગયો.

એમ એલ એની ધરપકડ કરવામાં આવી. હાથમાં હથકડી પહેરાવતા ગૌરવનુ ધ્યાન તેના હાથ ઉપર ગયું. અરે આતો એવુજ લાખુ જેવું કેશવના હાથમાં હતું. સખ્ત ટોચૅરીગ પછી કિશનલાલે કબુલ કર્યું કે પોતે કેશવ છે. પાંચે ખુન એણેજ કરાવ્યા છે. તેને બાપદાદાની મિલકતહડપ કરી જવી હતી જો સામેથી લેવા જાય તો પોલીસ તેને પકડી લે અને પોતાની ઓળખાળ છતી થઈ જાય. બધા સબળ પુરાવા હોવાથી કેશવ લાલને જન્મ ટીપની સજા થઇ અને બાકીના બધા જે સમાજના ઠેકદારો હતા અને જેટલા આ સ્કેનડલમા ઈનવોલ્વ હતા તે બધાને સજા થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Crime