urvashi trivedi

Tragedy Inspirational Thriller

4  

urvashi trivedi

Tragedy Inspirational Thriller

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

8 mins
62


સુરભિ અને સૌમ્યા બંને જૂડવા બહેનો હતી. બંને દેખાવ માં એકસરખી. અને જાણે સંગેમરમરની પુતળીઓ. તેમને ઓળખવા માટે એક દીકરીના પગમાં કાળો દોરો પહેરાવી રાખવો પડતો. રમેશભાઈ અને રીટાબહેનનો ટાઈમ તો આ બંને ને સંભાળવા પાછળ ક્યાં પસાર થઈ જતો તેની ખબર નહોતી પડતી. ધીમે ધીમે બંને દીકરીઓ મોટી થવા લાગી. બંનેના સ્વભાવમાં આસમાન જમીનનું અંતર હતું. સૌમ્યા ખરેખર સૌમ્ય પ્રક્રૃતિ ની હતી ખુબજ શાંત પ્રેમાળ અને ડાહી છોકરી હતી અને સુરભિ ખુબજ તોફાની અને જિદ્દી છોકરી હતી. તે ખુબજ હઠીલી હતી. સૌમ્યા પાસે જે રમકડું હોય તે તેની પાસેથી લઈ ન લે ત્યાં સુધી તેના જીવને શાંતિ ન થાય. સૌમ્યા તેને પ્રેમ થી દઈ દેતી પણ તેના મમ્મીપપ્પા તેની આવી હરકત થી તેના પર ગુસ્સો કરતાં. એમ તે વધારે ને વધારે હઠીલી થતી જતી હતી.

                    બંને બહેનો મોટી થવા લાગી. બંનેને સ્કૂલમાં સાથે બેસાડી. બંને ભણવામાં ખુબજ હોશિયાર હતી. સૌમ્યા વધારે હોશિયાર હતી પણ સુરભિ નાનેથી સૌમ્યા કરતાં આગળ દેખાવા ની જીદ ને હિસાબે ખુબ જ ભણતી અને સૌમ્યા કરતાં એક નંબર આગળ લાવતી. પછી તો ધીમે ધીમે બંને વચ્ચે સારી દોસ્તી થઈ ગઈ. બંને બહેનો જ એકબીજાની સખી. બીજી કોઈ ફ્રેન્ડ જ નહીં. હવે તો સુરભિ પણ સમજદાર થઈ ગઈ હતી. તેને સૌમ્યા વગર ઘડીએ નહોતું ચાલતું. આમ ને આમ ભણતા ભણતા બંને બહેનો કોલેજમાં આવી. કોલેજમાં પણ બંનેએ સાયન્સ લાઈન લીધી અને મેડિકલ સુધી સાથે ભણી. સૌમ્યા હાર્ટસ્પેશ્યાલિસ્ટ માં આગળ વધી અને સુરભિ ન્યુરોલોજી માં આગળ વધી.

              બંને ના લગ્ન પણ સાથે જ લેવાયા. તેમની સાથે સ્ટડી કરતાં હતા અને એકબીજાને પસંદ કરતાં હતાં તેથી વડીલો ની સંમતિ થી બંને બહેનો પરણીને પોત પોતાના સાસરે જતી રહી. છતાંય બંને એકબીજાને એકદિવસ પણ ન મળે તો ચાલતું નહીં. બંને ભેગી થાય. એકાદ કલાક સુખ દુઃખ ની વાતો કરીને છુટી પડે. એક દિવસ સુરભિ નો કોલ સૌમ્યા પર સવાર ના છ વાગ્યામાં આવ્યો. અને કહ્યું "તું મને ઝટ મળવા આવ મારે તને એક વાત કરવી છે". સૌમ્યા એ કહ્યું "ભલે હું દસ વાગ્યા સુધીમાં આવું છું પછી ત્યાંથી જ હૉસ્પિટલ ચાલી જઈશ" સુરભિમાં પાછી બાળપણ ની જિદ આવી ગઈ. તેણે કહ્યું "ના હમણાં ને હમણાં જ મારા ઘરે આવ"સૌમ્યા કહ્યું "હા પહોંચું છું તું એમ પણ માનવાની નથી. " જેવી સૌમ્યા પહોંચી કે તરતજ ખુશી ની મારી સૌમ્યાને વળગી પડી અને કહ્યું સૌમ્યા હું માં બનવાની છું મારે સૌથી પહેલાં સમાચાર તને આપવા હતાં એટલે તને બોલાવી. જો આમાં પણ હું તારા થી એક કદમ આગળ નીકળી ગઈને. સૌમ્યા એ રાજી થતાં કહ્યું "આમાં આગળ પાછળ નો સવાલ જ નથી. મારે તો હાર્ટટ્રાન્સપ્લાન્ટની ફરધર સ્ટડી માટે એક વર્ષ અમેરિકા જવાનું છે. કાલેજ ત્યાંથી કોલલેટર આવ્યો છે હું તને આજે કહેવાની જ હતી" સુરભિ નું મોઢું થોડું પડી ગયું. કહેવા લાગી "તો આ ટાઈમ માં તું મારી સાથે નહીં રહે. " સૌમ્યા એ કહ્યું "ચિંતા ન કર આપણે વિડીયોકોલથી વાત કરતાં રહેશું એક વર્ષ તો જોત જોતાં માં નિકળી જશે મારી બે દિવસ પછીની ફ્લાઇટ છે મારે હજુ બધી તૈયારી કરવાની બાકી છે. આપણે સાંજે પાછા મળીએ"તારું ધ્યાન રાખજે. કહી સૌમ્યા ઘર તરફ જવા રવાના થઈ. સુરભિ એ પણ ન્યુરોસર્જન તરીકે સારી નામના મેળવી હતી તેમના પતિ ઓર્થોપેડિક સર્જન હતાં. અને સૌમ્યા અને તેના પતિ બંને હાર્ટસ્પેશ્યાલિસ્ટ હતાં આથી બંને સાથે અમેરિકા જતાં હતાં.

                    સુરભિ એ એક સુંદર બાળક ને જન્મ આપ્યો તેનું નામ પરમ રાખ્યું. એક વર્ષ પુરુ થયું એટલે પરમ ના માસી માસા બેગ ભરીને કપડાં અને રમકડાં લઈ ને ભાણા ભાઈને રમાડવા પહોંચી ગયાં. પરમ ને જોઈને સૌમ્ય ખુબજ ખુશ થઈ ગઈ. હતો પણ એવો પરાણે વહાલો લાગે તેવો. સૌમ્યા ને સુરભિ થોડી ચિંતા માં હોય તેવું લાગતું હતું. તે બધી વસ્તુના જવાબ ફક્ત હા કે ના માંજ દેતી હતી. પહેલાં તો તેને થયું સુરભિ કદાચ મારાથી રિસાયેલી હશે. પણ રિસાઈ ને ચુપ બેસવું એ સુરભિ ના સ્વભાવ માં જ નહોતું નક્કી કોઈ બીજી વાત હશે. તેણે ધીરેથી સુરભિ નો હાથ દબાવ્યો અને પછી તે હાથને પોતાના માથા પર રખાવી પુછ્યું"સુરભિ જે કંઈ પણ તારા મનમાં ઘુંટાય છે તે બધું મને કહે ન કહે તો તને મારા સમ છે. "સુરભિ ની આંખમાંથી દડદડ આંસુ નીકળવા લાગ્યા. તે કહેવા લાગી "બેન મારા દીકરા ના હૃદયમાં છેદ છે. અત્યારે તો સાવ નાનકડો છે પણ જેમ જેમ મોટો થશે તેમ તેની તકલીફ વધતી જશે" સૌમ્યા તો આ સાંભળી ને ખિજાઈ ગઈ. "તારે મને જણાવવું તો હતું હું બધું મુકી ને તારી પાસે આવી જાત" કહેતાં કહેતાં સૌમ્યા રડી પડી. થોડીવાર પછી સ્વસ્થ થઈ ને કહ્યું તુ એને મારી હૉસ્પિટલમાં લેતી આવ હું તેને તપાસી જોવ પછી આપણે આગળ વિચારી એ.

                 પરમ નો ઉછેર સતત સૌમ્યા ની દેખરેખ હેઠળ થવા લાગ્યો પરમ ની તબિયત માં પણ સારો એવો સુધારો દેખાતો હતો સુરભિ પણ પાછી હૉસ્પિટલમાં જવા લાગી હતી તે દરમ્યાન સૌમ્યાએ પણ એક સુંદર બાળક ને જન્મ આપ્યો તેનું નામ આદિત્ય રાખ્યું પરમ ને નાનું બાબુ જોઈને મજા પડી ગઈ. ધીમે ધીમે બંને બાળકો મોટા થવા લાગ્યાં. પરમ મોટે ભાગે સૌમ્યા પાસે જ રહેતો તેની દવાનો ડોઝ ડાયેટપ્લાન બધું સૌમ્યા ટાઈમ ટુ ટાઈમ સાચવતી. પરમ અને આદિત્ય વચ્ચે એક વર્ષ નો ગેપ હતો પણ બંને ખુબજ પ્રેમ થી એકબીજા સાથે રહેતા. એમાં પરમ તો નાના ભાઈ નું ખુબજ ધ્યાન રાખતો. બંને ભણવામાં આગળ પાછળ હતા. પરમ એક વર્ષ આગળ હતો. તે પણ ભણવામાં ખુબજ હોશિયાર હતો. આદિત્ય ભણવામાં તો આગળ હતો સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ ખુબ જ આગળ હતો. બંને ધીમે ધીમે મોટા થવા લાગ્યા. પરમ ને હવે પોતાની બિમારી નો ખ્યાલ હતો તેથી હરવા ફરવા માં ખાવા પીવામાં પોતાની જાતે પોતે ધ્યાન રાખતો હતો. જોતજોતામાં પરમ વીસ વર્ષ નો થઈ ગયો હવે તેની તકલીફો વધવા લાગી હતી. સૌમ્યાએ એક દિવસ સુરભિ ને બોલાવી ને કહ્યું કે" પરમ ને જો હવે આગળ જીવાડવો હોય તો હાર્ટટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે આપણે અત્યાર થી અરજી કરી દઈએ તો એક વર્ષ સુધીમાં ડોનર મળી જાય. તું રાજી હો તો કાલે અરજી મુકી દઉ. " સુરભિ એ કહ્યું ભલે "તને ઠીક લાગે તેમ કર મે તો મારો દીકરો તને સોંપી દીધો છે. " આદિત્ય અને પરમ બંને પાકા ભાઈબંધ થઈ ગયાં હતા બંનેને એકબીજા વગર જરાપણ ગમતું નહીં. જ્યાં જાય ત્યાં બંને સાથેજ આવતા જતાં. બંનેનું કોલેજનું ભણવાનું પુરુ થઈ ગયું હતું. આદિત્ય ને આગળ ભણવા લંડન જવાની ઈચ્છા હતી. પરમ ની તબિયત વીશે તે જાણતો હતો. આથી જો ભણવા જાય તો પરમ થી છુટું પડવું પડે આથી કંઈ બોલતો નહોતો. એકવાર વાતમાં ને વાતમાં તેનાથી બોલાઈ ગયું કે "મારે લંડન જવું છે પણ તને મુકીને જતાં જીવ નથી ચાલતો" પરમે આ વાક્ય પકડી લીધું અને માસીને વાત કરી. બધા એ ખુબ સમજાવ્યો ત્યારે તે લંડન જવા તૈયાર થયો. લંડન જતાં પહેલાં બંને ભાઈઓ એકબીજાને ભેટી ને ખુબજ રડ્યા. માંડ માંડ બંનેને છુટા પાડ્યાં. રડતાં રડતાં જ આદિત્ય ફ્લાઇટમાં ગોઠવાયો.

               દિવસે દિવસે પરમ ની હાલત બગડતી જતી હતી. તેનામાં વીકનેશ વધતી જતી હતી. આદિત્ય નો વિડીયોકોલ આવે તેટલી વાર તો માંડ સ્વસ્થ રહીને વાત કરી શકતો. છ મહિના થવા આવ્યા પણ હજુ હાર્ટડોનર નો પત્તો ન હતો હવે તો સૌમ્યા ને પણ ચિંતા થવા લાગી. એક દિવસ આદિત્ય સાથે વાત કરતાં કરતાં જ પરમ બેભાન થઈ ગયો. પરમ ની આવી હાલત જોઈને આદિત્ય ગભરાઈ ગયો અને તરતજ ફ્લાઇટ પકડીને ઈંન્ડિયા આવવા રવાના થઈ ગયો.

            અહી સૌમ્યા એ પરમ ને હૉસ્પિટલમાં દાખલ કરી દીધો અને સુરભિ ને જાણ કરી દીધી કે સુરભિ આપણી પાસે હવે એકજ અઠવાડિયાનો ટાઈમ છે. જો ત્યાં સુધીમાં ડોનર નહીં મળે તો પરમ ને આપણે ખોઈ બેસસુ. કહીને બંને બહેનો એકબીજાને ભેટી ને ક્યાંય સુધી રડતી રહી. બંને ડૉક્ટર હતી એટલે પરિસ્થિતિથી પુરેપુરી વાકેફ હતી. આદિત્ય એ કોઈને જણાવ્યું નહોતું કે તે આવી રહ્યો છે. તેને લાગ્યું કે બધાને જાણ કરીશ તો મને ના પાડશે આથી ચુપચાપ ત્યાંથી આવવા નિકળી ગયો. એરપોર્ટ પર ઉતરી ને મમ્મીને ફોન કર્યો તો ફોન બીઝી આવતો હતો. આથી ટેક્ષી પકડીને ને સીધો હૉસ્પિટલ પહોંચવા નીકળી ગયો.

              સુરભિ સૌમ્યાની હૉસ્પિટલમાં પરમ પાસે બેઠી હતી ત્યાં તેને એક કોલ આવ્યો કે જલ્દી આવો એક ઈમરજન્સી કેસ આવ્યો છે. તે ફટાફટ ત્યાંથી નિકળી ને પોતાની હૉસ્પિટલમાં પહોંચી. જોયું તો પેશન્ટ નું આખું મોઢું લોહીલુહાણ હાલતમાં હતો અને આખા મોઢા પર ઝીણી કાચની કરચો ખુપી ગઈ હતી. સુરભિ એ ધીમે ધીમે બધી કાચની કરચો દૂર કરી અને રૂ વડે આખું મોઢું સાફ કર્યું ત્યાંતો તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. આદિ ના નામની બુમ પાડીને ત્યાંને ત્યાં બેભાન થઈ ગઈ એક નર્સે તરતજ સૌમ્યા ને ફોન કરીને બોલાવી સૌમ્યા પહોંચી ત્યારે સુરભિ ભાનમાં તો આવી ગઈ હતી પણ સતત આદિ ના નામની ચીસો પાડતી હતી. સૌમ્યાએ આદિ નો ચહેરો જોયો તો તેનું હૈયું પણ ફાટફાટ થવા લાગ્યું. થોડીવાર પછી સ્વસ્થ થઈ ને આદિ પાસે ગઈ અને તેની ટ્રિટમેન્ટ શરુ કરી. આદિત્ય ના માથામાં કંઈક જોરદાર વસ્તુ અથડાઈ હશે જેથી મગજમાંથી લોહી બંધ નહોતું થતું અને ધીમે ધીમે તેનું બ્રેઈનડેડ થવા લાગ્યું. સૌમ્યા અને સુરભિ ને એકસાથે વિચાર આવ્યો પણ બંનેમાંથી એકપણ બોલી શકે તેમ ન હતી. અંતે સૌમ્યાએ હિંમત કરીને કહ્યું અત્યારે આપણા બંનેના દીકરા મરણ પથારીએ છે. જો આદિ નું હાર્ટ પરમ ને કામ લાગતું હોય તો પરમ તો બચી જાય આદિ નું તો બ્રેઈનડેડ થઈ ગયું છે. તેથી હું જાણું છું કે તે હવે જીવતી લાશ જ છે. તું માં છે તેમ હું પણ એક માંજ છું. પણ અત્યારે મારે એક ડૉકટર ની ફરજ પણ બજાવવાની છે. તું રજા આપ તો હાર્ટટ્રાન્સપ્લાન્ટ ની તૈયારી કરવા લાગું. સમય બહુજ ઓછો છે. સુરભિ ની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા અને કહ્યું બેન આખી જિંદગી મેં તારી પાસેથી છીનવી લીધું છે આજે તારો દીકરો પણ હું છીનવી લઈ રહી છું. કહી ને ત્યાંજ બેભાન થઈ ગઈ. તેને હૉસ્પિટલના એક બેડ પર સુવડાવી તે પોતાની હૉસ્પિટલ પહોંચી ને હાર્ટટ્રાન્સપ્લાન્ટ ની તૈયારીમાં લાગી ગઈ. જલ્દીથી આદિત્ય ને એમ્બ્યુલન્સ માં પોતાની હૉસ્પિટલમાં ટ્રાન્સફર કર્યો અને ખુબજ ભારે હૃદયે ઑપરેશન શરૂ કર્યું. ઑપરેશન પુરુ કરીને ટાંકા લેતી હતી ત્યાં તેણે પોતાનું ભાન ગુમાવી દીધું અને ત્યાંને ત્યાં જમીન પર ફસડાઈ પડી. મગજ પર અતિ પડેલા સ્ટ્રેસ ને કારણે તે છેક બીજે દિવસે સાંજે ભાનમાં આવી. બાજુના ખાટલામાં પરમ સુતો હતો. તેને પરમમાં પોતાનો આદિ દેખાવા લાગ્યો. તેણે સુરભિ ને ફોન જોડવાની કોશિશ કરી તો સુરભિ નો ફોન બંધ આવતો હતો. તેણે પોતાના બનેવી ને ફોન કરવાની કોશિશ કરી તો તેનો પણ બંધ આવતો હતો. પછી હર્ષ ને બોલાવી પૂછ્યું કે આ બેમાંથી એકપણ ફોન કેમ નથી ઉપાડતા. ત્યારે હર્ષે રડતાં રડતાં કહ્યું સુરભિ તો પરમ નો હાથ મારા હાથમાં સોંપી અનંત યાત્રાએ નીકળી પડી છે. અને કાર્તિક બધું વેચી સાટી પરમ ને મારા હાથમાં સોંપી હરિદ્વાર ચાલ્યો ગયો છે. સૌમ્યા તો પોક મુકી ને રડવા લાગી અને કહેવા લાગી કે બેન તે જેટલું મારી પાસેથી લીધું હતું તે તું મને ડબલ દઈને જતી રહી. બધું આ જન્મમાંજ પુરુ કરી નાખ્યું આવતા જન્મ માટે થોડું બાકી રાખ્યું હોત તો ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy