પ્રેમ તપસ્યા
પ્રેમ તપસ્યા
નિખિલ અને લાવણ્ય કોલેજ કાળથી એકબીજાની સાથે હતાં. બંનેએ સાથે પીએચડી પુરુ કર્યું બંનેનો ધ્યેય એકજ હતો, કેમેસ્ટ્રી રિસર્ચ માં પીએચડી. કરવાનો. આજે એ ધ્યેય પુરો થયો. બંને ખુબજ ખુશ હતાં.
બંનેએ પોતાના પ્રેમ નો એકરાર તો ઘણા સમય પહેલાં કરી લીધો હતો. પણ જ્યાં સુધી ધ્યેય પુરુ ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા તેવો તે બંનેનો નિર્ણય હતો. નિખિલ અને લાવણ્ય ના ઘરના પણ ધીરજ રાખી ને બેઠા હતા. આથી જેવું તેમનું ભણવાનું પુરુ થયું તેવું તરતજ સારું મુહૂર્ત જોઈને બંનેને લગ્નગ્રંથીથી જોડી દીધા.
લાવણ્ય દેખાવ માં ખુબજ સુંદર હતી. નામ પ્રમાણે જ તેનો દેખાવ હતો. અને સ્વભાવે પણ ખુબજ શાંત અને લાગણીશીલ હતી. જ્યારે નિખલ દેખાવમાં તો સરસ હતો સાથે તેનો સ્વભાવ પણ એકદમ નિખાલસ અને પરોપકારી હતો લાવણ્યના ઘરમાં તેના મમ્મી એકજ હતા તેમના પપ્પા તો લાવણ્ય નાની હતી ત્યારે મૃત્યુ પામ્યા હતા. તેની મમ્મી એ લાવણ્યને ભણાવવા પાછળ ખુબ જહેમત ઉઠાવી હતી. તેની એકજ ઈચ્છા હતી કે મારી દીકરી ના બધા અરમાન પુરા કરવા. તેને ક્યારેય પપ્પાની ખોટ સાલવા ન દેવી. તે માટે તે ખુબ જ મહેનત કરતી. લાવણ્ય પણ સમજણી થઈ ત્યારથી મમ્મીને મદદરૂપ થવા ક્લાસીસ માં લેકચર દેવા જતી.આમ તેણે પીએચડી પુરુ કર્યું.
નિખિલ સુખી કુટુંબ નો એક નો એક દીકરો હતો. તેના પપ્પા નો કાપડનો સારામાં સારો બિઝનેસ હતો. તેના મમ્મી પપ્પા ખુબજ સરળ સ્વભાવ ના હતા. તેઓ નિખિલની ખુશી ને પોતાની ખુશી સમજતા. નિખિલ ભણવામાં ખુબજ હોશિયાર હતો. અને તેને પીએચડી કરવુ હતું તો ખુશી થી રજા આપી હતી ક્યારેય તેને બિઝનેસ માં જોડાવાનું દબાણ નહોતું કર્યું. અને લાવણ્ય ને પણ ખુબજ પ્રેમથી વહુ તરીકે સ્વીકારી હતી.
લગ્ન પછી થોડા જ વખતમાં નિખિલ અને લાવણ્ય ને એક સારી ફર્મમાં સર્વિસ મળી ગઈ અને બંને બધાના આશીર્વાદ લઈ મુંબઈ જવા રવાના થયા.
મુંબઈ માં બંન્નેનું જીવન કેવી રીતે પસાર થાય છે તે બીજા ભાગમાં વાચવા મળશે
નિખિલ અને લાવણ્ય ને એક જ ફર્મ માં સર્વિસ મળી હોવાથી બંને ખુબજ ખુશ હતા.ખુબ જ પ્રેમ થી બંને ના દિવસો પસાર થતાં હતા. એક દિવસ લેબમાં લાવણ્ય પ્રેકટીકલ કરતી હતી. બીકર મા કેમીકલ નાંખીને તેની ઉપર એસિડ રેડીને તેમાં પ્રેસીપીટેડ અને કલર કેવો થાય છે તે જોવા દરવાજા પાસે ગઈ અને બીકર ઊંચુ કરીને જોતી હતી ત્યાંજ બહાર થી એક છોકરી આવી અને તેનો ધક્કો લાવણ્ય ને લાગ્યો. આથી બીકરમાનું બધું એસિડ અને કેમિકલ લાવણ્ય ના ચહેરા પર ઢોળાઈ ગયું. લાવણ્ય તો ચીસ નાખી ને બેભાન થઈ ગઈ.
નિખિલ અને બાકીનો સ્ટાફ લાવણ્ય ની ચીસ સાભળી ને દોડી ગયા.પહોંચી ને જોયું તો લાવણ્યનો ચહેરો ખુબ ખરાબ રીતે દાઝી ગયો હતો. નિખિલ તો એકદમ આઘાત પામી ગયો. લાવણ્યની હાલત જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો સ્ટાફ ના માણસોએ તેને સાન્તવના આપી અને લાવણય ને હૉસ્પિટલાઈઝ કરી. અને તરતજ ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. કેટલીયે મહેનત પછી લાવણ્ય ભાનમાં આવી. એના નસીબ એટલા સારા હતા કે આંખ ને નુકસાન નહોતું થયું. પણ ચહેરો પુરે પુરો દાઝી ગયો હતો.
લાવણ્ય ભાનમાં નહોતી આવી ત્યાં સુધી નિખિલ સતત તેની સામે જોઈને રડ્યા કરતો હતો. પણ જેવી તે ભાનમાં આવી કે તરતજ પોતાના આસું લૂછી લાવણ્ય ને ધરપત આપવા લાગ્યો કે ગભરાવાની જરૂર નથી તને જલ્દી સારું થઈ જશે. અમદાવાદથી લાવણ્ય ના મમ્મી અને નિખિલ ના મમ્મી પપ્પા સમાચાર પહોંચ્યા કે તરતજ આવી ગયા. આ બધા ના આવી જવાથી નિખિલ ને થોડી રાહત થઈ. લાવણ્ય ના મમ્મી લાવણ્ય પાસે રહેતા અને નિખિલ ના મમ્મી એ ઘરનું તથા રસોઈનું કામ સંભાળી લીધું. નિખિલ ના પપ્પા લાવણ્ય ને થોડું સારું થવા લાગ્યું એટલે અમદાવાદ જતાં રહ્યાં.
એક મહિના પછી લાવણ્ય ને રુજ આવી ત્યાં સુધી નિખિલ સતત તેની સેવામાં જ રહેતો ફક્ત સર્વિસે જવા પુરતો તેનાથી દૂર રહેતો. પણ ફોનથી સતત લાવણ્ય ના સંપર્ક માં રહેતો.ચહેરા પર રુજ આવી ગઈ પછી સ્કિન ડ્રાફ્ટઇંગ કરાવ્યું. પંદર દિવસ પછી ચહેરા પરના પાટા હટાવાયા. નિખિલ તો લાવણ્યાના ચહેરા ને જોતો જ રહી ગયો. લાવણ્યનો આખો ચહેરો બદલાય ગયો હતો. લાવણ્ય એ પોતાનું મોઢું જોવા આરસી માંગી તો નિખલે વાત ટાળતા કહ્યું કે અહીંયા આરસી ક્યાંથી હોય. પછી હું લઈ આવી દઈશ. કહી બહાર નીકળી ને સીધો ડૉક્ટર ને મળવા ગયો. અને ડૉકટર ને લાવણ્ય ના ચહેરા વિશે પૂછ્યું. ડૉકટરે કહ્યું ચહેરા નો અમુક ભાગ વધારે પડતો દાઝી ગયો હતો આથી તે ભાગ થોડો બેસેલો લાગે છે. મારાથી બનતી કોશિશ કરી છે. બાકી આટલું તો રહેશેજ.
લાવણ્ય એ ત્રણ ચાર વાર આરસી માંગી એટલે નિખિલે આરસી આપી. આરસી માં લાવણયાએ પોતાના ચહેરો જોયો. અને ચહેરો જોતાં વેત ચીસ પાડી ઊઠી. અને મોં ઢાંકી ને રડવા લાગી. નિખલે તેને પ્રેમ થી સમજાવ્યું કે એમાં રડવાનું શું હોય મારા માટે તો તું સાજી થઈ ગઈ તે મહત્વનું છે.બાકી જાન હૈ તો જહાન હૈ. માટે બાકી બધું ભૂલી જા અને આપણે ઘરે જઈને પાછી આપણી નવેસરથી લાઈફ શરૂ કરીએ તું કેટલાય દિવસ પછી ઘરે આવીશ. તારા વગર ઘરની દિવાલો મને ખાવા દોડતી હતી. આજે તારા પગલાં ઘરમાં પડશે એટલે ઘરની એકેએક વસ્તુ માં જીવ નો સંચાર થશે. એમ કહી સમજાવી ને લાવણ્ય ને ઘરે લઈ ગયો.
લાવણ્ય ના ઘરે આવી ગયા પછી લાવણ્ય ના મમ્મી અને નિખિલ ના મમ્મી બંને અમદાવાદ જતાં રહ્યાં હતા. લાવણ્ય એ સર્વિસ મુકી દીધી. તેને ડર હતો કે કોઈ મારો ચહેરો જોઈને મજાક ઉડાવશે તો. નિખિલ તો સર્વિસ પર જતો રહેતો પાછળ થી તે ઘરમાં એકલી એકલી પોતાના ચહેરા ને જોઈને ગુસ્સે થયા કરતી. તેના સ્વભાવ પણ ખાસ્સો એવો ફર્ક પડી ગયો. વાત વાત મા નિખિલ ઉપર કારણ વગર ગુસ્સે થઇ જાય. નિખિલ તેની પરિસ્થિતિ સમજતો હતી તેથી મનમાં ન લેતો અને તેને સમજાવતો કે ચહેરા ની સુંદરતાથી મનુષ્ય સુંદર નથી કહેવાતો પણ મન અને કર્મ માણસને સુંદર બનાવે છે અને સમાજ તેને ઉચ્ચ સ્થાને બેસાડે છે માટે તું મનમાંથી આ વાત કાઢી નાખ.પણ લાવણય ના મન સુધી નિખિલ ની વાત પહોચતીજ નહોતી અને એમ ન
ે એમ તે ડિપ્રેશનમાં જતી રહી. બે ત્રણ વાર તો તેણે આપઘાત નો પ્રયત્ન કર્યો પણ સદનસીબે તે બચી ગઈ.
લાવણ્ય નિખિલ માટે એક કોયડો બની ગઈ.
હવે તમેજ કહો લાવણ્ય ને ડિપ્રેશનમાંથી બહાર લાવવા નિખિલે શું કરવું જોઈએ?
આગલા ભાગમાં આપણે જોયું કે નિખિલ લાવણયનાં વતૅન થી ખુબજ પરેશાન હતો. નિખિલ તો હવે સમજાવી સમજાવી ને થાકી ગયો હતો. પણ લાવણય ના મગજમાં કોઈ વાત ઉતરતી જ નહોતી. ડિપ્રેશન ને લીધે તે એક જ ધૂનમાં જીવતી હતી. તે ઘરની બહાર નિકળતા પણ ડરતી હતી.
લાવણય ના આવા વર્તનથી નિખિલ ના મનમાં હંમેશાં ડર રહ્યા કરતો હતો. કે હું સર્વિસે જઈશ ને પાછળ થી કોઈ આડુંઅવળું પગલું ભરી લેશે તો. તેનો જીવ લેબ માં પણ નહોતો લાગતો. અને નાની નાની ભૂલો કર્યા કરતો. બે થી ત્રણ વાર તો એના એચ ઓ ડી આવીને સમજાવી ગયા કે તું ધ્યાન રાખ નહીતો અઘટિત બનતા વાર નહી લાગે. આપણો પનારો જલદ કેમીકલ સાથે છે જરા ચુક થાય તો અકસ્માત થતાં વાર નહીં લાગે. સારું હું કામમાં ધ્યાન આપીશ કહી નિખિલ ધ્યાન રાખીને કામ કરતો.
એક દિવસ બપોરના લાવણય ઘરમાં સુનમુન બેઠી હતી ત્યાં નિખિલ ને લઈને ચાર પાંચ સ્ટાફ ના માણસો આવ્યાં અને કહ્યું કે નિખિલ ની હાથમાંથી કેમીકલ ની બોટલ નીચે પડી ગઈ તે લેવા નિખિલ નીચે નમ્યો તો કેમીકલ માથી ધુમાડો નીકળ્યો તે સીધો નિખિલ ની આંખમાં ગયો. અમે તેને ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે કહ્યું કે અત્યારે આંખ સાફ કરી મલમ લગાવી ને ટીપાં નાખી દઉં છું. અઠવાડિયા પછી દેખાડવા આવજો ત્યાં સુધી આ પાટો છોડવાનો નથી અને ભીનો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કહી સ્ટાફ ના માણસો એ રજા લીધી.
લાવણય તો નિખિલની હાલત જોઈને ગભરાઈ ગઈ અને રડવા લાગી. તેમને ખબર પડી કે નિખિલ ના બે ધ્યાન પણા ને હિસાબે એની આ હાલત થઈ છે. તેથી વધારે દુઃખી થઈ. તે નિખિલ સાથે કેવું વર્તન કરતી હતી તે બધું તેને યાદ આવવા લાગ્યું અને વધારે ને વધારે નિખિલ ની માફી માંગતી ગઈ અને રોતી ગઈ .નિખિલે તેને શાંત પાડતા કહ્યું. રો નહીં બનવાકાળ હતું તે બની ગયું. મારા ને તારા બંને ના નસીબ માં આવું લખ્યું હશે.હવે તો ભોગવ્યે જ છુટકો.
સાજે નિખિલ ના એચ ઓ ડી ઘરે નિખિલ ને જોવા આવ્યા ત્યારે પણ તેણે લાવણય ને સમજાવ્યુ કે બેન જે થવાનું હતું તે તો થઈ ગયું. પણ આગળ આપણે શું કરવું તેનો વિચાર કરવો જોઈએ. નિખિલ ને સારું થતાં કદાચ મહિનો પણ નીકળી જાય અથવા હંમેશ માટે ખોડ રહી જાય. આ બધું તો પાટો છૂટે પછી ખબર પડે. પણ તમારા બંને જેવા જીનિયસ ની ખોટ મારી લેબને જરૂર પડે છે. જો તમે જોબ સ્વીકારી લો તો હું ખુબ રાજી થઈશ. અત્યારે આખા સ્ટાફ ને તમારી જરૂર છે. લાવણ્ય એ કહ્યું ભલે નિખિલ નો પાટો અઠવાડિયા પછી છૂટી જાય પછી હું તમને જવાબ દઈશ.
અઠવાડિયા પછી નિખિલ નો પાટો છૂટ્યા પછી ડૉક્ટરે આંખ ચેક કરીને કહ્યું બેન રુજ તો આવી ગઈ છે. પણ વિઝન આવતા છ મહિના જેવું થઈ જશે. લાવણ્ય અને નિખિલ ઘરે આવ્યા પછી નિખિલે લાવણ્ય જો તારે સર્વિસ ન કરવી હોય તો કંઈ નહીં આપણે અમદાવાદ પાછા જતાં રહીએ. ત્યાં આપણે સુખેથી રહી શકશું. અહીં સર્વિસ વગર તો જીવવું મુશ્કેલ પડશે.
લાવણ્ય એ સર્વિસ કરવાનું વિચાર્યું અને એચ ઓ ડી. ને ફોન કરી કહ્યું સર હું સર્વિસ કરવા તૈયાર છું કાલથી જોઈન કરીશ. બીજે દિવસે લાવણ્ય જેવી લેબ માં દાખલ થઈ કે લેબ ના આખા સ્ટાફે તાળી પાડી તેનું સ્વાગત કર્યું. લાવણ્ય તો ગદૃગદૃ થઈ ગઈ. તેની આંખોમાં આસું આવી ગયાં. તે મન લગાવી ની કામ કરવા લાગી. અને બધા કામમાં તેના વખાણ થવા લાગ્યા. લાવણ્ય ઘરે આવીને નિખિલ ને લેબ માં આજે શું બન્યું તેના કઈ બાબત માં વખાણ થતાં તે આવીને વિસ્તારપૂર્વક કહેતી. અને ખુશ રહેવા લાગી. તેને રીયલાઈઝ થવા લાગ્યું કે કામ થી માણસ ની ઓળખ થાય છે. સુંદરતાથી નહી. તેમણે નિખિલ ને પણ કહ્યું કે નિખિલ હું નકામી મારા દેખાવ ને લઈને ટેન્શનમાં રહેતી હતી. મને તો હવે પહેલાં કરતાં પણ વધારે લેબમાં મજા આવે છે કારણ મારો સેલ્ફ કોનફીડન્સ વધી ગયો છે .નિખિલ પણ આ સાંભળી ખુશ થઈ ગયો.
નિખિલે લાવણ્ય ને હગ કરતાં કહ્યું કે ભલે મને દેખાતું નથી પણ મારી મનની આંખો થી જોઈ શકું છું કે તું કેટલી ખુશ છે. મને મારી પહેલાં ની લાવણય મળી ગઈ.હું પણ આજ બહુજ ખુશ છું કહી બંને એકબીજામાં ખોવાઈ ગયા.
એક દિવસ ચાલુ સર્વિસે લાવણ્ય ને ચક્કર આવવા લાગ્યા આથી તે રજા લઈને ઘરે પાછી આવી ગઈ. નિખિલ વહેલા આવવાનું કારણ પૂછ્યું તો નિખિલ ને કાનમાં કંઈક કહ્યું.
નિખિલ તો ઠેકડો મારી ને ઊભો થઈ ગયો અને લાવણ્ય ને ઉંચકીને ફૂદરડી ફરવા લાગ્યો. લાવણય કહેવા લાગી મને મુકી દે. ક્યાંક ભટકાઈ જઈશ તો આપણે બંને પડી જશું. ત્યારે નિખિલે લાવણય ને નીચે ઉતારી ગોગલ્સ કાઢીને કહ્યું અરે મારી વહાલી મને બધું દેખાય છે આ તો મે અને એચ ઓ ડી.એ મળી ને નાટક કર્યું હતું. હું તને ખોવા નહોતો માંગતો અને તારા જેવી ઈનટેલીજન્ટ છોકરી ને તે પણ ખોવા નહોતા માગતા આથી એક દિવસ એની કેબીનમાં બોલાવી મને તેણે મને આ પ્લાન સમજાવ્યો અને પૂછ્યું કે જો તું રાજી હોય તો આખો સ્ટાફ તારી સાથે હશે. અને આંખો નો ડૉક્ટર પણ મારો ફ્રેન્ડ છે. હું તો તારો કોન્ફીડન્સ પાછો આવી જાય અને મારી ખોવાયેલી લાવણ્ય પાછી મેળવવા માંગતો હતો. એટલે તેની વાત માં સહમત થયો અને મારી લાવણ્ય મને નવા રૂપમાં પાછી મળી.