Khushbu Shah

Horror Crime

3  

Khushbu Shah

Horror Crime

બંધન

બંધન

3 mins
795


આશરે પાંચ દિવસ થયા હશે રાજની મૃત્યુને. પણ તેની મૃત્યુનો ભાર મારાથી સહન નથી થતો. કારણ કે હકીકતે આ ભાર તેના વિરહના દુઃખનો તો હતો જ નહિ. મારુ મન અકળાઈ ઉઠયું. રહી રહીને મને એ જ સાંજ યાદ આવતી હતી. વાત પચીસ માર્ચની હતી.


બસ હવે કોલેજનું ત્રીજું વર્ષ પતવાને ગણતરીના દિવસો બાકી હતા. હું અને રાજ માત્ર એ વિચારથી જ ધ્રુજી ઉઠતા કે હવે અમે નહિ મળી શકીશુ. હું એ રૂઢીચુસ્ત કુટુંબની એકની એક દીકરી. પ્રેમ થતા તો થઇ ગયો પણ મારા ઘરે પ્રેમવિવાહ કોઈ સ્વીકારતું નહિ. એક વાર મેં બીજાની આડાશ લઇ પ્રેમવિવાહની હિમાયત કરી તો મને જ કોલેજ ન જવાનો આદેશ મળતા-મળતા રહી ગયો. હવે આગળ કઈ કેહવાની મારી તો હિમ્મત ન હતી. રાજના કુટુંબની પરિસ્થિતિ પણ મારાથી અલગ ન હતી. જો ભાગી જઈએ તો પણ પરિવારની વગ એટલી હતી કે પકડાઈ જઈએ. અમારા માટે પણ એકબીજાથી દૂર રહેવું અશક્ય હતું. અંતે પ્રેમના આવેશમાં અમે આત્મહત્યા કરવાનું વિચાર્યું પણ પછી પણ તો જુદાઈ જ હતી.


 તે દિવસે એક એડ જોઈ મેં બાબા આદિનાથની. અને કંઈક આશા એ હું એ બાબાને મળવા પહોંચી ગઈ. પણ બાબાએ જે ઉપાય બતાવ્યો એ સાંભળી મારે માટે રાજને તે માટે તૈયાર કરવાનું મુશ્કેલ હતું, પણ અમારો હવે જીંદગીમાં રસ જ ન હતો અમે મરીને હંમેશા માટે સાથે રહેવા માંગતા હતા. બાબાએ ઉપાય બાતવ્યો અને અમે કર્યો પણ. ઉપાય હતો બંધન. બાબાએ કેટલાય મંત્રોચ્ચાર કર્યા અને કરાવ્યા અમારી પાસે પછી. આશરે દસ મિલી જેટલું લોહી બનેના હાથમાંથી કાઢી એક નાનકડા બોક્સમાં ભરી દીધું અને મંત્રો બોલી તેના પર કાળો દોરો બાંધી દીધો.આ અનુભવ ખુબ જ ડરામણો હતો અને મને મૃત્યુથી ડર લાગવા લાગ્યો.


પચીસ માર્ચે સાંજે હું અને રાજ પહોંચી ગયા હતા એક ઉજ્જડ બિલ્ડિંગના ટેરેસ પર. જ્યાંથી અમે છલાંગ લગાવી જીવન ટુંકાવવાના હતા. પણ મારા પગ ધ્રુજી રહ્યા હતા, રાજે છલાંગ મારી પણ હું છલાંગ મારી ન શકી. મારુ મગજ સુન થઇ ગયું હતું. હું ત્યાંથી ભાગી ગઈ અને હંમેશના માટે આ બેવફાઈ અને દગાના ભાર નીચે દબાઈ ગઈ. મારે પોતાનાથી જ નફરત થઇ રહી હતી હવે.


આ વિચારોએ મને આ પાંચ દિવસ જંપવા ન દીધી. મને સતત એવું લાગી રહ્યું હતું, કે 'રાજ મને જોઈ રહ્યો છે.' આ વિચારો ઘૂમી રહ્યા હતા. ત્યાં અચાનક એક જ પવનના ઝાટકે મારા રુમની બારી ખુલી અને સામે રાજ હતો, તેને માથા પર ખુબ જ વાગ્યું હતું. રાજને જોતા જ હું ડરી ગઈ, ઘણીવાર સુધી રાજ મને તાકતો રહ્યો એની નજર મને એ જ પૂછી રહી હતી કે 'મેં દગો કેમ કર્યો ?' તેની આંખો લાલ હતી.ત્યાં જ અચાનક...


મારી આંખો ખુલી જોયું તો મારી ચીસના પ્રતાપે મારા કુટુંબના બધા સદસ્યો મારા રુમમાં મૌજુદ હતા. બધા મારા આવા વર્તનથી આભા બની ગયા હતા. મારી પોતાના તરફની નફરત દિવસે દિવસે વધી રહી હતી. અંદરથી ઉઠી રહેલા વિચારોના એ ચક્વ્યૂહમાં હું ફસાઈ ગઈ ક્યારેક પોતાના વાળ ખેંચતી, ક્યારેક ઘરની વસ્તુઓ છુટ્ટી ફેંકતી. મારા ઘરે મને પાગલખાનામાં ભરતી કરવાની વાતો ઉઠી.


હું પાગલ તો ન હતી પણ હત્યારી હતી, મારા જ પ્રેમની. મેં પણ અંતે મૃત્યુ જ પસંદ કર્યું. આ બાબાએ કરેલી બંધન ક્રિયાનો પ્રભાવ હતો કે મારા મગજમાં ઉઠેલા એ તોફાનોનો જે મને દુનિયાની સૌથી ખરાબ વ્યક્તિ ઠેરવતી હતી. મેં મારી સમગ્ર આપવીતી લખી મારી ડાયરીમાં અને અંતે પાસે રહેલા ચપ્પુ વડે એક ઊંડો ઘા મૂકી દીધો, એક કારમી ચીસ પડાઈ મારાથી. આંખો સામે અંધારું છે માત્ર રાજનો ચહેરો દેખાય છે. હવે બધી પીડા અને દુઃખ-દર્દનો હવે કોઈ જ અહેસાસ નથી થતો, એક એક અવયવ સુન મારી ગયા છે અને મારી આંખો સામે માત્ર એક જ ચહેરો દેખાઈ રહ્યો હતો. હવે મારી મમ્મી આંખોમાં આશું સાથે મને ઢળી પડતા અટકવાનો નિરર્થક પ્રયાસ તે કરી રહી હતી. આજે એક બંધન મને મરવા માટે પ્રેરી રહ્યું હતું અને એક જીવવા માટે, અને એ બંને બંધન એવા હતા જે હું જ તોડવા માંગતી ન હતી. પણ મૃત્યુ હવે મારી આંખ સામે હતું.અંતે મારી આંખો બંધ થઇ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Horror