બંધ બંગલો
બંધ બંગલો
એક ચોકીદાર દોડતો દોડતો પોલીસ સ્ટેશન અવ્યો, બોલ્યો સાહેબ ઝટ ચાલો બંધ બંગલો છે એક એમાં ઝટ ચાલો ! પોલીસ બોલ્યો તું કોણ છે ! કયો બંધ બંગલો ! શું થયું ? બોલ્યો સાહેબ હું જ્યાં નોકરી કરું છું એની વાત કરું છું બંધ બંગલો છે તમે ઝટ આવો સાહેબ ! બોલતો બોલતો ખુબજ ડરતો હતો અને ધ્રૂજતો પણ હતો, પોલીસ બોલ્યા અરે પણ વાત શું છે મને કહો તો ખ્યાલ આવે બેસો તમે કહી એમને બેસાડ્યા. સાહેબ હું ન બેસી .. ન બેસી શકું કહી એ તુંરંત ઊભા થઈ બોલ્યો અરે સાહેબ ચાલો મારી સાથે મહેરબાની રહેશે તમારી હું બધુજ કહીશ, કહી પોલીસનો રીતસરનો હાથ પકડી લીધો એમણે ! પોલીસે હાથ મૂકાવ્યા અને કહ્યું ભાઈ જોવો વાત શું છે પહેલા કહો અમને, કૈક ખ્યાલ આવે ને ! તો ચોકીદાર બોલ્યો અરે સાહેબ હું કામ કરું છું જ્યાં એ બંગલો દિવસથી એકલા શેઠાણી છે શેઠ નથી તો મને થયું બંધ રહે છે મને થયું એકલા છે શેઠાણી ક્યાંય પણ જવાનું નઈ થતુંં હોય પરંતું બારણાંમાંથી વાસ આવે છે સાહેબ મરેલા માણસ જેવી અને સાહેબ રોજ રાત્રે કૈક અવાજ આવે છે તમે મહેરબાની કરી આવો !
વાત સાંભળી પોલીસ તુંરંત એમની જોડે જાય છે અને દરવાજો તોડવે છે ત્યાં બારણાં ની પાસેજ એક મહિલાની લોહીથી તરબોળ લાશ જોવા મળે છે ગળામાં મોટું ચપ્પુ મારેલ હોય છે અને ખુબજ તીવ્ર દુર્ગંધ આવતી હોય છે ! જોઈ ને ચોકીદાર શેઠાણી જી ! કહી ખુબજ દુઃખ પીડા થી એમની પાસે દોડી જાય છે અને બાજુમાં બેસી રડવા લાગે છે અને આશ્ચર્યથી કહે છે સાહેબ આતો મારા શેઠાણી છે ! આને શું થઈ ગયું હે સાહેબ ! પોલીસ શંકા થી ચોકીદાર સામે જોવે છે અને કહે છે મોટા સાચું બોલ શું વાત છે ! કારણ બે દિવસ બંધ હોય બંગલો અને તુંં આજે આવ્યો કહે છે સાહેબ નોતા તો મને થયું શેઠાણી બહાર એટલે નહિ આવતા હોય પરંતું મને કૈક અલગ વાત લાગે છે સાચું બોલ જોઈએ ! કહી પોલીસ શંકા થી ચોકીદાર ની સામે જોવે છે !
ચોકીદારને કહે છે સગા માં ખ્યાલ છે તમારા માલિકનું કોણ છે અહી ? એ પહેલાં કહે પછી જોઈશું કે કોની પર મને શંકા છે કહી ફરીથી શંકા થી ચોકીદાર સામે જોવે છે.ચોકીદાર પોતાની ડાયરી આપે છે એમાં એના પિતા અને ભાઈ ભાભી ના નંબર હોય છે,પોલીસ ફોન કરી એમને કહે છે તમારી દીકરીનાં ઘરે આવો તાત્કાલિક કામ છે કહી મૂકી દે છે ફોન,અને થોડી વારમાં એમના પિતા બે ભાઈ અને ભાભી આવી પહોંચી જાય છે બંગલા પર ! પિતાજી દીકરી ને આવી રીતે જોતાં પડી જાય છે ,પરંતું બંને ભાઈ ને કઈજ ફરક નથી પડતો જાણે કઈજ થયું ન હોય એ રીતે પૂછે છે સાહેબ અમારા વ્યસ્ત સમય માં શું એમને આ માટે ખોટી કર્યા ! સાંભળી બંગલા પર રહેલ દરેક સ્તબ્ધ બની ને જોવે છે,તો એવું તે શું હતુંં કે સગી બહેન ની લાશ જોઈ ને પણ ભાઈ બંને એવું બોલ્યા ! ? એ માટે આપણે જઈએ થોડા મહિના પહેલા ની વાત પર !
મિતા અને મોહન બંને સોશ્યલ મીડિયા માં એક મેકના પ્રેમ માં પડ્યા હતા આજથી લગભગ ૧૦મહિના પહેલા અને બંને એ ભાગી ને લગન કરેલ હતા,કારણ મોહન નાં કુટુંબ માં કોઈજ ન હતુંં એમના મમ્મી પપ્પા વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા અને એની મોટી બહેન નાં લગ્ન થઈ ગયા હતા જે બહેન પણ બીજી જ્ઞાતિ માં પરની હતી અને મોહન ખુબજ ગરીબ પરીવાર માંથી આવતો હતો માટે મિતા નાં પિતાજી આ વિવાહ માટે તૈયાર ન હતા,લગ્ન નાં એક જ અઠવાડિયા માં મિતા ખુબજ ઝગડો કરી અને પોતાના પિતાજી પાસેથી પોતાનો મિલકતમાંથી ભાગ લઈ અને કહી ગયેલ હતી કે પૈસા મારા પણ હોય અને જો વડીલ નું માની લગ્ન કરત તો ભાઈ ને વાંધો ન હતો પરંતું પિતાની મરજી વિરૂધ્ધ લગ્ન કર્યા અને પિતાને ધમકાવી પૈસા પડાવી ગઈ માટે એમને બંને ને આંખ માં કના ની જેમ મિતા ખૂચતી હતી,પિતાના જ પૈસા થી મોટું નામ કમાઈ અને મોહન મોટો ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતો થયો હતો પરંતુ મોટા માણસ થઈ જવાથી મિતામાં અભિમાન આવી ગયું હતુંં એવું બંને ભાઈ નું માનવું હતુંં અને પિતા માંદા પડ્યા ત્યારે દીકરી થઈ એક ફોન પણ કર્યો ન હતો જે કારણે બંને ને ખુબજ મિતા પર ખાર હતો ! પરંતું મિતા નાં પિતાજી ને મિતા પર ખુબજ પ્રેમ હતો કહેતા હતા કે તમારે કારણે મિતા મારે ઘેર નથી આવી શકતી અને મિતા નાં વરને જ્યારે પણ જરૂર પડે એને પૈસા જમા કરતા જેથી એમને લાગતુંં કે પિતાજી ધીરે ધીરે બધુજ બહેન અને બનેવી પર લૂંટાવી દેશે ! માટે બંને ભાઈ ને કઈજ ફરક ન પડ્યો હોય એ રીતે બંને વર્તન કરતા હતા ! જેવા બંને ભાઈ બોલ્યા મિતા નાં બાપુજી બોલ્યા સાહેબ મારા બંને દીકરા અને વહુ એ મારી છે મારી દીકરી ને કહ્યું તો સાંભળી ને પોલીસ પણ વિચાર માં પડી ગઈ ભાઈ થઈ બહેન ને કેમ મારી શકે ! અને પોલીસ એ કહ્યું કાકા તમને એમ કેમ શંકા છે ?તો મિતા નાં પિતાજી એ બંને ભાઈ ને મિતા પર ખાર છે એ કારણ કહી કહ્યું કે ભાઈ થઈ બંને એટલી નફરત કરે છે ખ્યાલ હતો મને કે મિતા પર ગુસ્સો છે એમને પરંતું એક સાંજે હું મારા રૂમ માંથી પાણી લેવા જતો હતો આ બંને નો અવાજ ઓરડામાંથી અવતોતો કે મિતા ડી ને તો મારી નાખી એટલે જાન છૂટે ! કહી ખુબજ રડવા લાગ્યા કાકા બેસો કહી પોલીસ બોલ્યા જોવો અત્યારે અમે જોઈએ છીએ એમને બંને ને અમે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ અને ચોકીદારને પણ કહ્યું એ મોટા મને તારી પર પણ શંકા છે ચાલ તુંં પણ કહી ત્રણેય ને પોલીસ સ્ટેશન લઇ જવા માટે તૈયારી કરે છે એવામાં એમના સ્ટાફના એક માણસ ને body પાસેથી અમુક વસ્તું મળે છે,જેમાં મિતા નાં પતિ નો ચેઈન મિતા નાં હાથ નીચે થી નીકળે છે ! અને પોલીસ કહે છે આ ચેઈન કોનો છે ! કાકા ઊભા થઈ બોલે છે અરે આ તો મે મિતા નાં વરને આપ્યો તો બે મહિના પહેલા ! આ અહી કહી ડરથી પૂછે છે પોલીસ ને સાહેબ ! ક્યાંક મારા જમાઈ ને પણ ! કહી ખુબજ રોવા લાગે છે.
પોલીસ કહેછે ચોકીદારને એ મોટા ! તારા શેઠ ક્યારે ગયા પરમ દી ! ચોકીદાર બોલે છે સાહેબ મારા શેઠ પરમ દી રાત્રે ગયા ! પછી ગઈ કાલે આજે અત્યાર સુધી બંધ જ છે બંગલો તો ! પણ હા સાહેબ ગઈ કાલે બે માણસ આવ્યા હતા બંગલે ! ઘરડા હતા અને અંદર ગયા પછી ગઈ કાલે સવાર થી આ બંગલો બંધ છે હો અને હા સાહેબ ગયા ત્યારે એ લોકો જડપમાં હતા મે એમને પૂછ્યું શું થયું કહે અમારે ઉતાવળ છે ! પોલીસ ને બધુજ ખ્યાલ આવી ગયું એને કહ્યું એના વરને ફોન કરો સાલો અહીજ છે બંગલા માં ! બધા ને નવાઈ લાગી,ચોકીદાર બોલી પડ્યો અરે સાહેબ બંગલા માં ક્યાંથી હોય બંધ છે બંગલો તો બે દિવસ થી !
પોલીસ કહે એ બધું હમણાં ખબર પડી જશે તમને બોલાવો એને ફોન કરો,જમાઈ નો ફોન બંધ આવે છે ,પોલીસ દરેક જગ્યા એ બંગલા માં તપાસ કરે છે એવામાં બંગલા ની રસોડાની દીવાલ માં રંગ માં ફરક લાગે છે પોલીસ એ દીવાલ પર તોડી ને જોવા કહે છે તો એમાં થી માણસ નીકળી જાય એટલી જગ્યા જોવા મળે છે ,ત્યાં બીજા પોલીસ કર્મી ને એક સુરાગ મળે છે જે એની જોડતી કડી થાય છે મિતા નાં રસોડા નાં જ્યાં બાકોરું મળ્યું હોય છે એની એકદમ નજીક એને મિતા નાં પતિના બુટ મળે છે અને પોલીસ નો શક મજબૂત થઈ જાય છે અને તુંરંત પોલીસ નીચે આવે છે અને મિતા પાસે તપાસ કરે છે ત્યાં એને મિતા ની બોડી પાસે પણ એજ બુટ નાં નિશાન જોવા મળે છે,એવામાં પોલીસ એમની ઓફિસ ફોન કરે છે અને કહે છે તમારા શેઠ નો બીજો નંબર આપો હું ઇન્સ્પેક્ટર શાહ બોલું છું પરંતું સ્ટાફ એનો બીજો નંબર ન આપતા કહે છે અમારી પાસે નથી એમની પાસે એક જ ફોન છે,કહી ફોન પટકી દે છે,પોલીસ તુંરંત મિતા નાં રૂમ માં જાય છે ત્યાં એને થોડા ફોટો મલે છે જેમાં મિતા નો વર જોડે મિતા નાહી પરંતું કોઈ બીજી સ્ત્રી જોવા મળે છે,અને પોલીસ એ ફોટા લઈ મિતા ની બોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડે છે. પોલીસ મિતાનાં વરની ઓફિસ જાય છે તો ખ્યાલ આવે છે એ ફોટાવાળી વ્યક્તિ બીજું કોઈ નહિ મિતા નાં વર ની સેક્રેટરી જ છે અને બધીજ કડી મળી જાય છે પોલીસ તુંરંત એના ઘરે જાય છે સેક્રેટરી જોડે એને મિતા નો વર પણ ત્યાજ મળી જાય છે અને બંને ને ઝડપી લે છે !
પૂછ પરછ દરમ્યાન પોલીસ ને પાસે વાત બા'ર આવે છે કે મિતા ને એના વર અને એની સેક્રેટરીએજ થઈ ને મારી હોય છે ! મિતા નો વર અને એની સેક્રેટરી એકમેક ને પ્રેમ માં પડે છે પરંતું મિતા એમને નડતર રૂપ થતી હોય છે માટે બંને એ મળી કાસળ કાઢી નાખ્યાં નું બહાર આવે છે ! અને એ પણ કેવી રીતે કે મિતા નો પતિ જાય છે માટે શંકા એની પર પડે નહિ અને પછી બંને ઘરડા લોકો નો વેશ લઈ મારી નાખે છે મિતા ને અને પછી આવા જવા માટે રસ્તો પણ કરે છે રસોડામાંથી અને બંને એજ ઘરમાં રહે છે અને ધીરે ધીરે બધુજ પૈસા વગેરે લઈ દૂર ચાલ્યા જવાનો ઈરાદો હોય છે પરંતું એમાં એ સફળ થતાં નથી અને ઝડપી લેવાય છે !
