Kalpesh Patel

Action Classics

4.8  

Kalpesh Patel

Action Classics

બીલી પત્ર -આઝાદીની ચળવળના ત્રણ પાન, એક પ્રાણ

બીલી પત્ર -આઝાદીની ચળવળના ત્રણ પાન, એક પ્રાણ

3 mins
1.4K


ગાંધીજીની રાહબારી હેઠળ સ્વતંત્રતાની ચળવળ દેશનાખૂણે ખૂણે પ્રસારીગઇ હતી જેમાં અનેક નરમ દળ અને ઉગ્ર દળના સ્વાતંત્ર સેનાનીઓના નોધાવેલ સબળ ફાળાએ આઝાદી ચળવળની મજબૂત નીવ રાખેલી હતી,જેમાં નરમ દળના ગોપાલકૃષ્ણ ગોખલે અને સુરેન્દ્રનાથ બેનરજી જેવાક્રાંતિકારીઓ અને ઉગ્ર દળના ‘લાલ,બાલ અને પાલ’ની ત્રિપુટીનો ઇતિહાસ એટલે કેલાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપીનચંદ્ર પાલની કામગીરી આ વિસ્મરણીય છે. સ્વદેશી માલની મુવમેંટ તેનીવિચારસરણી એજ અંગ્રેજશાસનના પાયા હચમચાવી નાખેલા હતા. આજે આ બીલીપત્રના ત્રણ પાન, એક પ્રાણ સમાન ત્રિપુટીએ અર્પેલા ફાળાને યાદ કરતાં.... 

લાલા લજપતરાય

શેર - એ - પંજાબ તરીકે જાણીતા લાલા લજપતરાય ફિરોજપુરના ટુકડે નામના ગામમાં જન્મ્યા. દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલા આર્યસમાજથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમણે “ધી પંજાબી” અને “ધી પિલ' જેવાં વર્તમાનપત્રો શરૂ કર્યા. પંજાબના ખેડૂતોની લડતની આગેવાની લેવા બદલ તેમને જેલની સજા કરવામાં આવી. 30 ઓક્ટોબર 1928 દરમ્યાન લાહોરમાં સાઇમન કમીશન વિરુદ્ધ આયોજીત એક વિશાળપ્રદર્શનમાં હિસ્સો લીધો. જે દરમ્યાન થયેલા લાઠીચાર્જમાં તે ઘણા ઘાયલ બનીગયા. આ સમયે તેમણે કહ્યું હતું કે મારા શરીર પર પડેલ એક-એક લાઠી બ્રિટિશસરકારના તાબૂતમાં એક-એક કીલનું કામ કરશે. અને થયું પણ એમ જ. લાલાજીના બલિદાનને 20 વર્ષની અંદર બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય અસ્ત થઇ ગયો. 17 નવેમ્બર 1928ના રોજ ઘાયલ થવાને કારણે તેમનું નિધન થઇ ગયું.

લોકમાન્ય ટિળક

લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય પુરસ્કર્તાહતા. તેમનો જન્મ 23મી જુલાઈ, 1856માં મહારાષ્ટ્રમાં રત્નગિરિમાં થયો હતો. તેમણે બી. એ., એલ,એલ. બી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે તેમના વિચારોનોફેલાવો કરવા “ધી મરાઠા' ( અંગ્રેજી ) અને ‘કેસરી' (મરાઠી) નામનાં બેવર્તમાનપત્રો શરૂ કર્યા હતાં. ઈ. સ. ૧૮૯૦ ના મુંબઈ કૉંગ્રેસ અધિવેશનમાંતેમણે પ્રથમ વખત ભાગ લીધો હતો. તેઓ રાષ્ટ્રીય ચળવળને માત્ર બુદ્ધિજીવીઓની તેમજ નાનકડા વર્ગ પૂરતી મર્યાદિત રાખવાને બદલે લોકવ્યાપી બનાવવા માગતા હતા, જેથી જાગૃત થતી વિરાટ જનતાનું બળ સરકારની સાન ઠેકાણે લાવી શકે. આ માટેતેમણે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ અને છત્રપતિ શિવાજી મહારાજાના ઉત્સવો લોકો પાસે ઉજવડાવવાનું કામ ચાલુ કર્યું, અને તે દ્વારા લોકોને એકઠા કરી સરકારના જુલમો વિશે જાગૃત કરી તેમને સભાન કરવાનો પ્રયત્ન કર્યો. ૧૯૦૬ માં તેમણે “સ્વરાજ મારો જન્મસિદ્ધઅધિકાર છે ’ અને સ્વરાજ પ્રાપ્તિ વગર આપણું જીવન અને ધર્મ નકામાં છે ? તેવાં સૂત્રો આપ્યાં. ગાંધીજીના આગમન પહેલાં લોકમાન્ય ટિળક સહિતના નેતાઓ સ્વદેશીના વિકાસ માટે વિદેશીના બહિષ્કારનો પ્રચાર કે ઝુંબેશ કરી ચૂક્યા હતા.

ટિળકને બરાબર સમજાઈ ગયું હતું કે 'હું જો એક લાખની સશસ્ત્ર ફોજ ઊભી કરું, તોઅંગ્રેજો આ જ દેશમાં બે લાખની ફોજ ઊભી કરી શકે છે. તેથી આ દેશમાં સશસ્ત્રક્રાંતિ નહીં થઈ શકે.' તેથી તેઓએ સામાન્ય લોકો પણ આંદોલનમાં ભાગ લઈ શકે એ માટે ૧૯૦૫ માંવિદેશી માલનો 'બહિષ્કાર'નો રસ્તો આમ જનતામાં વહેતો મૂક્યો હતો.

સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની કેદનીઆકરી સજા કરવામાં આવી. તેમને માંડલેની જેલમાં મોકલવામાં આવ્યા. તેમણે ૧૯૧૬ના વરસમાં હોમરૂલ લીગની સ્થાપના કરેલી હતી તેમજ તેની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી.

બિપિનચંદ્ર પાલનો જન્મ બંગાળમાં સિલહર જિલ્લાના ખોલ ગામમાં થયોહતો. બેપીનચંદ્ર પાલ ભારતીય રાષ્ટ્રવાદી તેમજ બ્રહ્મ સમાજના સભ્ય હતા, પાલ તુલનાત્મક ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ૧૮૯૯માં ઇંગ્લેન્ડ ગયા હતા. તેઓએ બે વર્ષના અભ્યાસક્રમ માટે ઓક્સફર્ડની ન્યૂ માન્ચેસ્ટર કોલેજ પ્રવેશ લીધો , પરંતુ તેઓ ફક્ત એક શૈક્ષણિક વર્ષ કોલેજમાં રહ્યા. ઓક્સફર્ડ કોલેજા તે એક વરસ દરમિયાન, તેમણે બ્રિટિશ ટાપુઓની મુસાફરી કરેલ હતી.

એક વરસના અભ્યાસ પછી તેઓ ભારતમાં પાછા આવી, રાષ્ટ્રવાદી રાજકારણમાં સામેલ થયા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા, અને ૧૯૦૫ના વરસમાં બંગાળના ભાગલાનો વિરોધ કર્યો. તેમણે બંદે માતરમ જર્નલ શરૂ કર્યું, જે ટૂંક સમયમાં લોકપ્રિય બનેલું હતું. તેઓ શ્યામાજી કૃષ્ણવર્માની ઇન્ડિયા હાઉસ સંસ્થા સાથે સંકળાયેલા હતા

બિપિનચંદ્ર પાલ, તે વખતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને તેમના વર્તમાનપત્ર ‘બંગ દર્શિનીથી ખૂબ પ્રભાવિતથયા. બંગાળના ભાગલના પગલે ૧૯૦૫ના વરસમાં લોકમાન્ય તિલકની હાકલથી ભારતમાં પહેલું સ્વદેશી આંદોલન શરૂ થઇ ચૂક્યું હતું. 'સ્વદેશી'ના આગ્રહમાં, વિદેશીમાલનો બહિષ્કાર (બૉયકૉટ) કરવો , તે પણ સામેલ હતું .તેમણે બંગભંગ અને સ્વદેશી આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમણે ‘ન્યૂ ઇન્ડિયા’ સાપ્તાહિક અને ‘વંદે માતરમ્' વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમને આ ચળવળ દરમ્યાન ૧૯૦૭ના વરસમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો. આમ પાલ એક રાષ્ટ્રવાદી માનવામાં આવતા હતા, તેઓ ઘણી વારઅંગત સિધ્ધાંત ખાતર એમ.કે.ગાંધીની ટીકા કરેલી હતી. ૧૯૩૨માં ગરીબીમાં તેમનું અવસાન થયું ત્યારે તેમના દ્વારા પ્રગટાવેલ આઝાદીની જ્યોત હવે મશાલ બની ચૂકી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Action