STORYMIRROR

Kalpesh Patel

Romance Classics

5.0  

Kalpesh Patel

Romance Classics

"તેરા મેરા પ્યાર અમર."

"તેરા મેરા પ્યાર અમર."

3 mins
880


31મી ડિસેમ્બરની શિયાળાની ઠંડી રાત હતી. અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલું નાનું પરંપરાગત ઘર દીવાઓના પ્રકાશથી ઝળહળતું હતું. આજે ખાસ દિવસ હતો—વાસુદેવ અને રમણિકાના લગ્નની પચાસમી વર્ષગાંઠ. ઘરમાં ખુશીનો માહોલ હતો, સગાંવહાલાઓએ તેમના અનંત પ્રેમના સાક્ષી તરીકે આ દિવસને યાદગાર બનાવવા માટે ભવ્ય આયોજન કર્યું હતું.

વાસુદેવ અને રમણિકાનું જીવન માત્ર તેમની માટે જ નહીં, પણ સમગ્ર પરિવાર માટે એક પ્રેરણાસ્રોત હતું. પચાસ વર્ષ પહેલાં તેમની ગ્રહસ્તી એક નાના ગામમાં શરૂ થઈ હતી. વાસુદેવ તે સમયે તાજેતરમાં હાઇસ્કૂલ પાસ થયો હતો અને નોકરી શોધવા શહેર આવ્યો હતો. રમણિકા તેના ગામના સરપંચની મોટી દીકરી હતી, ભણવામાં ચકોર અને સ્વભાવથી ખૂબ સ્નેહાળ. હિન્દીની રાષ્ટ્રભાષાની પરીક્ષા વખતે પ્રથમ મુલાકાતમાં જ બન્નેની આંખો મળી હતી, અને તરતજ એ પ્રેમની કથાનું બીજ પડ્યું હતું.

પ્રેમ તેમાના જમાનામાં સરળ વાત નહોતી, ખાસ કરીને જ્યારે વિપરીત પરિવારો હોય. વાસુદેવને ગામમાં ગરીબ પરિવારનો યુવાન અને બામણ પરિવારનો યુવાન , તેના પિતા કર્મ કાંડ કરે અને દક્ષિણા ઉપર ગુજરાન ચાલે. રમણિકાના પિતાને લાગતું હતું કે તેમના માટે આ લગ્ન અનુચિત છે. જોકે, પ્રેમ અને સમજવટથી દરેક અડચણોને હરાવી શકાય છે, એ વાત બન્ને ધીરજ રાખી સાબિત કરવા તૈયાર હતા.

રમણિકાના પિતાના આકાશમિત અવસાનને હવે સરપંચની જાહોજલાલી હતી નહીં અને ગામના રિવાજો સામે લડીને, કેટલાંક અડચણો પાર કર્યા પછી, બન્નેે વિવાહ બંધનમાં જોડાયા. પરંતુ આ કથા અહીં પુરતી નથી. જીવનનો સાચો સંઘર્ષ તો ત્યારથી શરૂ થયો હતો.

કપરા દિવસો અને સાથનો દમ

આ લગ્ન પછીના વર્ષોમાં, વાસુદેવ અને રમણિકાએ પોતાના જીવનમાં ગરીબીના કપરા દિવસો જોયા. વાસુદેવે કારખાનામાં નોકરી શરૂ કરી, અને રમણિકા ખાનગી તુશાન અને સીવાન કામ કરતી અને માતા તથા વાસુદેવની સાથે સાથસહકાર આપી રહી હતી. ગરીબીનું ઝાળ તેમનાં સપનાને કદી તોડી શક્યું નહીં. વખત જતાં તેમના કીટુંબ માં રશ્મિ અને રોનક ના જન્મ થયા, રમણિકા ઘર સંભાળતી પોતાના અરમાન ઓછા કરીને બાળકોને કોઈ વાત થી ઓછું ના આવે તે ધ્યાન રાખી, કાળજી થી ભણે તે જોતી. જ્યારે વાસુદેવ દિવસ-રાત ટન તોડ મહેનત કરીને પરિવાર માટે ભવિષ્ય ઘડતો. આમ આજે રશ્મિ એક નામાંકિત ગાયનેક હતી તો ર

ોનક એક નામાંકિત ક્રિમિનલ લોયર હતો અને બંને છોકરો ધિકતી પ્રેક્ટિસ કરતાં હતા

આટલી સહબી હોવા છતાં ,તેઓના જીવનમાં સાચી સંપત્તિ પૈસા નહીં, પણ પ્રેમ અને આદર હતો. બંનેને પ્રેમ એકબીજાને માનવતા શિખવતો હતો. તેમાના પ્રેમમાં જે શક્તિ હતી, તે સહેલાઈથી તેમના જીવન માં નાના મોટા અંતરાય સામે જીત આપવી જતી.

એકાવન વર્ષ બાદ...

31મી ડિસેમ્બરની રાતે એક રોનકે તેના આવાસમાં નવા વરસની પૂર્વ રાત્રિએ ભોજન સમરભનું આયોજન કરેલ હતું શહેરના માનકીટ વકીલો અને કોર્ટના ન્યાયાધીશો અને કોર્પોરેટરનો જમાવડો હતો , ઘરમાંથી હસતાં મોઢાં અને સંગીતના સ્વર સંભળાતા હતા. આમંત્રિત દરેક વ્યક્તિ વાસુદેવ અને રમણિકાના પ્રેમની વાતો કરતા થાકીતી નહોતી. રશ્મિ તથા રોનકના બાળકો માટે રોનકે દાદા-દાદીના જીવન પર આધારિત એક વિડિયો પણ બનાવેલ તે તેઓને બતાવમાં આવ્યો, જેમાં તેઓના જીવનના સંઘર્ષ, પ્રેમ અને વિજયનાં પ્રસંગો દેખાડવામાં આવ્યા.

એ સમયની યાદગાર ક્ષણોમાં, રમણિકા હર્ષાશુંથી તેની નજર ધૂંધળી થઈ હોય તેમ લાગતી હતી. વાસુદેવની બાજુમાં બેસીને તેણે હળવે કહ્યું, "મને નથી ખબર કે આ પચાસ વર્ષ કેવી રીતે પસાર થયા. તારો સાથ સહકાર મારી ઉર્જાનું કારણ હતું મને હંમેશા નવા ઉત્સાહથી ભરતું રહેતું."

વાસુદેવે મલકાતા હાથે રમણિકાનો હાથ પકડીને જવાબ આપ્યો, "જ્યાર થી અને જ્યાં તું રહી છે, ત્યારથી મારો દરેક દિવસ ઉજાસથી ભરેલો રહ્યો છે."

પ્રેમનો પાઠ

અંતે, ફૂલનો ગુલદસ્તો થમાવતા પોતાના દિલની વાત રજૂ કરતાં રોનકે કહ્યું:

"આજના યુગમાં, જ્યાં સંબંધો તૂટી જતા હોય છે, તમારી જેમ એકબીજાને સાચવવાનું દર્શન અને સહિષ્ણુતા શીખવા જેવી છે. તમારું જીવન અમારું મોટું પ્રેરણાસ્રોત છે."ઘરમાં બધા લોકોના ચહેરા પર સ્મિત હતું. પ્રેમની આ કથા એટલી બધી સાદી છતાં મહત્વપૂર્ણ હતી કે તે લોકોને જીવન જીવવા માટે નવો આશાવાદ આપી ગઈ.

નવા વરસના ઓવારણાંમાટેની પાર્ટી દરમ્યાન લોકોના મન માં એવી છાપ ઉપસી હતી કે વાસુદેવ અને રમણિકા માટે પ્રેમ માત્ર લાગણી નહોતું; તે તેમના જીવનનો આધાર હતો. તેઓની જીવનશૈલીએ સાબિત કર્યું કે સાચો પ્રેમ કદી ન મરે. ત્યાં કરાઓકે ની ધૂન ઉપર કોઈ અસલી નકલી ફિલ્મનુ ગીત ગાઈ રહી હતું "તેરા મેરા પ્યાર અમર."


Rate this content
Log in

Similar gujarati story from Romance