STORYMIRROR

Kalpesh Patel

Drama Tragedy Inspirational

4.9  

Kalpesh Patel

Drama Tragedy Inspirational

મહેર.

મહેર.

3 mins
399


શ્રવણે જયારે જ્યંયી કાકા અને સુમન બહેનને પોતાના સસરા ચુનીલાલે બનેવેલ ઘરડા ઘરમાં મૂક્યા, ત્યારે તેમની માનસિક હાલત સતત કોઈ છુપા ભય, આશંકાની લાગણીથી પીડીત હતી .

જયંતી કાકા, તેઓના એકના એક પુત્ર શ્રવણ ના વખાણ કરતાં થાકતા નહતા , શ્રવણના જીવન ની દરેક પળે મળતી સફળતા થી કુદરત ની પોતાના ઉપરની "મહેર" થી તેઓ મનમાં ફૂલાતા હતા. તેઓ પોતાના જીવનનો સંઘર્ષને પુત્રની પ્રગતિ જોઈ ભૂલી જાતા હતા.શ્રવણને સારા ભવિષ્ય માટે સારી શાળા અને કોલેજમાં શિક્ષણ આપ્યું, તેના શાંતીપૂર્ણ જીવન માટે તમામ શોખનો ત્યાગ કર્યા. શ્રવણે પણ મહેનત માં કસર ના છોડી અને તે સિટી કલેકટરના હોદ્દે બિરાજયો , જ્યાં તે ચાહે તે તેની સેવામાં હજાર હતું , શેરણા મિલ માલિક ચુનીલાલ ની પુત્રી શૈલજા સાથે લગ્ન થયા ત્યારે જયંતી કાકા નો ઉમંગ ચરમ સીમાએ હતો.

આ ઉમંગ ક્ષણ ભંગુર નિવડ્યો , આધુનિક વિચાર ધરાવતી શ્રીલેખની સસૌ સુમન બહેન સાથેની રોજ બરોજની રોક ટોક જોઈ ! કાકાનું હૃદય ભાંગી ગયું હતું, તેમ છતાં તેઓ આ વિષમ પરિસ્થિતિમાં સુમન બહેન માટે મજબૂત રહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા.પરંતુ નિયતિને આ મંજૂર હોય તેમ લાગતું નહતું અંતે તેઓનો આખરે ઘર નિકાલ થઈ ગયો. તેઓએ કયારેય વિચાર્યું નહોતું કે વ્રદ્ધાવસ્થામાં તેમને તેમના પત્ની સુમન બહેનને એવા સ્થાને રહેવું પડશે, જ્યાં પોતાના પુત્રનું નામ પણ લઈને ચહેરા પર આનંદ નહીં આવે.

ઘરડાઘરના એક ખૂણે બેઠેલા જયંતી કાકા અને સુમન બેન આજકાલ શિયાળાની મીઠી ઠંડક માં બપોરે તડકે બેસી વાતું કરતા રહેતા . ઢળતી ઉમ્મરે જીવનની ગતિ જ્યારે ધીમી પડી જાય છે ત્યારે યાદો જ જીવનનો સાચો સહારો બને છે.

જયંતી કાકાએ પૂરી જીંદગી વ્યવસાયમાં મશગૂલ રહી એકડે મીંડા જોડ્યા , જ્યારે સુમન બેનના જીવનમાં પરિવારને ટકાવવા માટેની ચિંતાઓ ભરેલી રહી. બંનેએ જીવનમાં ઘણી તડકા છાંયડી જોઈ હતી, પણ અંતે ચંદનની પેઠ ઘસાતા રહી મુકામે પહોંચ્યા હતા, જ્યાં ઘરડાઘરનાં જીવનની અઢળક શાંતિની શાંતિ તેમને અશાંત કરતી હતી .જયંતિ કાકા સુમનબહેન ને સોનૂ કહેતા અને સુમન બહેન જયંતિકાકાને જે કે કહીને બોલાવતા

આજે બપોરે જયંતી કાકાએ વાત કરવાનું શરૂ કર્યું, "સોનૂ, તમને ક્યારેય એવું લાગ્યું છે કે જીવનમાં જે પામવાનો મોહ હોય તે જ હાથમાંથી છટકીને દૂર થતું જાય છે ?"

સુમનબેને મલકાવીને જવાબ આપ્યો,"જે કે " , તમને હજુ અટકચાળો કરવાનો ચસ્કો ચાલુ છે , પણ તમને ગમતું

પુરાણ નાં પ્રકરણ હવે નહીં ચાલે. આપણે બંને ને પામવા મેળવવાં ના મોહ છોડાવીને અહીં આજના મુકામે આપણું પેટ મૂકી ગયું છે ત્યારે રુઝાવાના અરે આવેલા ગુંમડાને ખોતરવું બંધ કરીએ તે ઠીક રહેશે . હવે સાથે મળીને મીઠી યાદોને પાળવું એ જ આપણું કામ છે."

લો સોનૂ તમે તે ભારે સૂચન કર્યું, આજથી શરૂ થઈ ગયો એક નવો શોખ— કેવળ મીઠી યાદોને જીવતી કરવી અને જીવવું . હવે બંને રોજ બપોરે ઘરડાઘરની ઓસરીમાં બેઠા-બેઠા જુની મીઠી યાદોને તાજી કરતા. સુમન બહેનનાં મોટા મન થી પાનખર જેવી ઢળતી ઉંમરમાં એમના ચહેરા પર વસંત જેવી તાજગી ફરી આવી રહી હતી તે બીજા રૂમમાં રહેતા કપલ માટે પ્રેરક બીના હતી .

આજે ઉત્તરાયણની બપોરે જયંતી કાકા ઘરડાઘરનાં ચોગનમાં આવેલા બોરસલ્લી નાં ઝાડ ઉપરથી પતંગ ઉતારવા જતાં જયંતી કાકા લપસ્યા પણ ઇશ્વરકૃપાએ મોટી ઇજા થી બચી ગયા . સોફ્ટ પટ્ટા માં ખટલે રહી તેઓએ વાત છોડી, "સોનૂ , આ સંજોગોમાં તમારો સાથ છે, એ મને લાગતું નથી કે કોઈ લોટરી થી ઓછું હોય શકે ."

સુમનબેન હસતાં હસતાં બોલ્યા, "જે કે" અસ્ત્રીની લોટરી તો તેના કંથ નું જીવન, બીજું બધુ ફોગટનું ., પણ હા જીવનભરના આ સાંસારિક ઘડિયાળનાં કાંટાનાં ચકરાવેથી મુક્ત રહી હવે ઘૂઘવતા રહીએ તે સાચી "મહેર" લેખાય ."એ પછીની મિનિટો બંને મૌન રહ્યા, અત્યાર સુધી પોતાનું અસ્તિત્વ ભૂલીને ચૂપચાપ કોણ જાણે કયા ગુનાની સજા ભોગવી રહેલ જયંતી કાકાના મનમાં એક નવો જ સૂર્યોદય થયો હતો. બાકી રહેલાં વર્ષોમાં જેટલો સમય મળે એટલો તેમની પત્ની સોનૂ સાથે વિતાવવાની એક નવી ઝંખના, નવી તરસ જગાડી હતી ! મનોમન એક નિશ્ચય કર્યો, લોકો માટે ઘણું જીવ્યો હવે તો બસ જાત અને જાત ની સાચી રખેવાળી કરવાવાળી સોનૂ માટે જીવવું .

એકાદ મિનિટના જયંતી કાકાના આ મૌનમાં પણ સુમનબહેનને પ્હોંચી ગયો તેમના પ્રેમનો મધુર સંદેશો. જીવનના શરુઆતથી અંત સુધીની મુસાફરીમાં સાથ આપનાર સોનૂજ , તેમની ઢળતી ઉંમરે કુદરતે બક્ષેલી અણમોલ મહેર છે, તેની પ્રતીતિ થઈ રહી હતી .

ઉત્તરાયણ સમયે આવી પહોચેલી પાનખરમાં પાંદડા વગર ના બોરસલલીના વૃક્ષની ડાળીઓ જોતાં તેમની નિરાશ દૂર થતી લાગી . વૃક્ષની ડાળીઓ હરેક પાનખરમાં પાન ખોઈને પણ થાકતી નથી, તેવીજ રીતે છોકરાઓના ધક્કે વૃદ્ધાવસ્થાએ કુટુંબથી તરછોડાઈ ઘરડાઘરમાં ધક્કેલેલાઓ એ પણ વટવૃક્ષ જેવુ જોમ રાખી ફરી આ ક્ષણને "મહેર"સમજી લહેર માણવા ઢળતી ઉમ્મરે પણ તાજગી રાખવી જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Drama