Tirth Shah

Crime Thriller

4.5  

Tirth Shah

Crime Thriller

ભવન

ભવન

6 mins
284


" સ્વાતિ ભવન "

        ભવન નંબર (૪), સુરેખા સોસાયટી, નાની ડેરી ની પાછળ, વાળાજી હવેલી ચાર રસ્તા, રેવા નગર 234560.

          આ મારું સરનામું છે અને તમે આવી જાઓ કલાકની અંદર પછી મારે બહાર જવાનું છે અને મારે બીજા ઘણા કામ છે.... ' એમ રવિ બોલે છે '

સુરેખા સોસાયટી તો એટલી વિશાળ જાણે કેટલીય સોસાયટી અંદર આવેલી હોય. મુખ્ય પ્રવેશ દ્વાર તો એટલો મોટો અને વચ્ચે વચ મોટો એવો વડલો અને પીપળો. જોડે માતાજી અને ભોળા નું મંદિર, રોજ સવાર સાંજ થતી આરતી. કેટલાય મોટા હવેલી જેવા ચાર માળીયા મકાન અને દરેક મકાન એવા વિશિષ્ટ લાગે..

        અમે સરનામાં મુજબ " સ્વાતિ ભવન " ગયા અને જોયું તો સાવ છેલ્લું મકાન, ત્યાંથી દીવાલ અને પાછળની દિશામાં રેલ લાઇન... એ ભવનની જોડે મોટું વૃક્ષ, સાવ નિર્જન લાગે તેવું છેલ્લું મકાન, પાંચ માળિયું મકાન, કાટ લાગેલો ઝાંપો અને કાટ લાગેલી બારીઓ....

હું તો બધા મકાન જોતો જોતો એમ હરખાયો " સ્વાતિ ભવન " પણ મસ્ત હશે અને મન માં એમ જ કહું : સસ્તા દરે મકાન મળે તો કેટલા સારા નસીબ મારા કહેવાય !

             પણ, જ્યારે જોયું ત્યારે ખબર પડી કે મકાન નહીં પણ એક જર્જરિત, ખંડેર અને સાવ હલકું લાગે તેવું મકાન હતું.

મેં રવિ ભાઈ સાથે વાત કરી અને મેં મકાન લેવાની ના પાડી દીધી, મને એ મકાન સસ્તું લાગ્યું પણ મારે તેની પાછળ ઘણો ખર્ચો હતો જે પોસાય તેમ ન હતો અને હું ત્યાંથી નીકળી ગયો.

" મેં એ વાત મારા મિત્રો જોડે કરી અને ચાર દિવસ બાદ મારા મિત્ર એવા પ્રમુખ ભાઈ પટેલે એ મકાન લઈ લીધું "

એ ચાર દિવસની અંદર જ તેમના પત્ની ને ભારે ગંભીર અકસ્માત થયો. તેમની દીકરી ઘર છોડી ને તેમના નોકર સાથે ભાગી ગઈ અને છોકરો તેમનો દારૂની મહેફિલમાં ઝડપાયો.. આ બધું મકાન લીધા ના ચાર દિવસની અંદર જ બની ગયું.

                  પ્રમુખ ભાઈ તો લમણે હાથ લઈ બેઠા અને બોલ્યા : જરૂર એવા સમયે મકાન લીધું, જરૂર નજર લાગી ગઈ, જરૂર આ મકાનમાં કોઈ એવી શક્તિ છે, જરૂર આ મકાન તેની અંદર એવી હાજરી લઈ ને બેઠું છે માટે જ મકાન મને સસ્તા દરે મળી ગયું અને હું હેરાન થઈ ગયો :

સ્વાતિ મકાન ની ફરતે એક દીવાલ છે જેના પર ઘણા કલર કામ થયેલા છે, જે ઘર અને ઘરની રચનામાં કંઈક નવું બતાવે છે. જ્યારે ઘર જુઓ તો એમ લાગે " માત્ર દીવાલ જ નવી છે, અથવા દીવાલ જોડે ચણતર વારંવાર થાય છે "

                   નાસીપાસ થયેલા પ્રમુખ ભાઈ ને હું મળ્યો અને મેં કીધું એકવાર તમે ભવનની દીવાલો તોડી પાડો.

પણ, પ્રમુખ ભાઈ તો ધરાર ના પાડી દીધી અને લમણે હાથ દઈ રડ્યા..મારાથી રહેવાયું નહિ અને મને થયું : મેં આ મકાન લઈ આપ્યું છે માટે કોઈ રસ્તો શોધવો જ પડશે '

એક સમયે પ્રમુખ ભાઈ નું ઘર તેમના જુના ઘરે રહેવા આવ્યું ને મેં લાગ જોઈ ફરી વાર ઘરની દીવાલો જોઈ.

" આ દીવાલ માં ઘણી વાર કલર થયેલો છે, આ દીવાલ તો હમણાં જ બનાવી છે, આ કાચી દીવાલ છે, આ નકલી દીવાલ છે, આ દીવાલનું પ્લાસ્ટર જ નથી અને આ શું ? "

              તરંગ બેટા લાઈટ માર એમ હું મારા દીકરા ને કહું છું.

" ડેડી, લાલ રંગ નું શુ છે ?, ડેડી આ બાજુ દેખો......"

મેં અને મારા દીકરા એ બધી જ વસ્તુ રેકોર્ડ કરી અને નક્કી કર્યું આ હેવાનીયત ને પકડવી....

જુઓ આગળ..

સંજોગે, પ્રમુખ ભાઈ એમના જુના ઘરે પંદર દિવસ રહેવાના હતા ને મને મોકળું મેદાન મળી ગયું.

                     " એટલું નક્કી હતું એ ઘર માં કેટલાય રાઝ હતા જેને ખોદવાના બાકી હતા અને એ રાઝ ને જાણવાના હતા "

મેં પોલીસ વિભાગની મદદ લીધી અને રેકોર્ડ બતાવ્યું એના અંદાજે મને તેમના સપોર્ટથી ઘર ને ખોદવા અને તપાસવા માટે ના આદેશ મળ્યા.

                    સ્વાતિ ભવન ની દીવાલો ને ખોદી કાઢી, બધી જ દીવાલો તોડી પાડી, જૂની છત તોડી પાડી, નીચેની થોડી જમીન ખોદી.. પણ કશું જ મળ્યું નહિ..

  હું અને પોલીસ વિભાગ નવાઈ માં...... પોલીસ વિભાગ પણ, કેસમાંથી છૂટો પડી ગયો અને મારા માથે નાખતો ગયો..

   વગર વાંકે મારા રૂપિયે મેં બધું સમારકામ કરાવ્યું. ત્યારે એક કારીગરના હાથે હાડપિંજર આવી ગયું.

" સાહેબ...આ દેખો, કોઈનું હાડપિંજર મને મળ્યું.. આ દીવાલમાંથી ", સાહેબ અહીં પણ છે, અરે સાહેબ આ બાજુ પણ છે જુઓ........"

          એ કારીગરો એ પંદર જેટલા હાડપિંજર કાઢ્યા.

આખીય સોસાયટી વાંકે આવી ગઈ અને હવે પોલીસે માથું માર્યું.

પ્રમુખ પણ, બધું જાણી ગયો હતો. સોસાયટીના લોકોની પૂછપરછ કરી પણ કોઈ જાણતું જ નહતું, બધું જાણે હમણાં જ બન્યું હોય તેમ.. કોઈ સોસાયટીનું બોલ્યું નહિ.

   છેવટે, રવિ જે મકાનનો માલિક હતો તેને બોલાવ્યો અને પૂછ્યું..

પોલીસ : આ ઘર તે ક્યારે લીધું ?

રવિ : દસ વર્ષ પહેલાં..

પોલીસ : અને તું કશું જ જાણતો નથી, આટલા બધા હાડપિંજર.... મૂર્ખ છે કે મૂર્ખ સમજે છે... સાચું બોલ.

રવિ : સાહેબ, આ મને પણ જાણ નથી. હું માંડ વર્ષમાં એક મહિનો હોઉં.. હું મૂળ એન.આર.આઈ છું.. ને મારુ ફેમેલી પણ અહીં નથી આવ્યું. આ તો મારા મિત્રનું છે જે હું ભાડે રહેતો એકાદ મહિના માટે, બાકી આ મકાન કોઈ સ્વાતિ ભટનાગરનું છે.

પોલીસ : તે મકાન કઈ રીતે વેચ્યું ?

રવિ : સ્વાતિ બહેન તરફથી વેચ્યું......મને 20% મળ્યા મકાન વેચાણ ના........બાકી હું નથી જાણતો. માફ કરશો.

           પોલીસે રવિને અનેક સવાલો કર્યા પણ એવું જાણવા ના મળ્યું અને છેવટે સ્વાતિને બોલાવી.

સ્વાતિ નો દેખાવ જ બિહામણો લાગે તેવો, મોટી આંખો, ખુલ્લા વાળ, મોટા ચાંલ્લા, મોટી બુટ્ટી, ઊંચી સરખી તે, પહાડી અવાજ અને ગળામાં દસ માળા, બધે હાથે સોનાની વીંટી.

            સ્વાતિની ઘણી પૂછપરછ કરી અને જાણવા મળ્યું.

" હું પોતે એક જ્યોતિષ છું, અગમ નિગમના ગણિત અને સિદ્ધાંત જોડે રહું છું, લોકો ને સારું ભવિષ્ય બતાવું છું, મારી આંખો તેનો ઇતિહાસ કહે છે, મારુ બોલવું એ ભવિષ્યની ફરમાન છે."

           સ્વાતિ ના કહ્યા મુજબ : મને એક શોખ હતો.. બલિદાન અને ત્યાગનો

" મારે આંગણે આવતી સ્ત્રી જે લાચાર, હતાશ, થાકેલી, રડેલી, દુખિયારી, વિધવા, તલાકી, નિઃસંતાન, તેને હું પોસરો આપતી મારી સાથે રાખતી અને હિંમત આપતી."

           અને સમય આવે હું તેમનું બલી ચડાવતી અને તેમનું લોહી પી ને મારી અંદર એ ઊર્જાનો સંચાર કરતી અને મારી જાત ને સર્વ માનતી.

        મને એમ લાગે જાણે હું સ્વર્ગમાં છું અને અમર પાટો લઈ ને આવી છું. એમનું એ લોહી પી ને હું આરામ કરું અને નવાની શોધ કરું.

આ સ્વાતિ ભવનમાં કુલ ૫૦ લાશો હશે, જ્યાં ખોદશો તો મળી જશે. વચ્ચે મારા પર કેસ પણ થયા અને હું જેલમાં ગઈ અને છેવટે છૂટી ગઈ. મારો કારોબાર વધી ગયો અને હું અહીથી અન્ય રાજ્યમાં ગઈ.. મારુ મકાન ભાડે આપી ને !

         રવિ એન.આર.આઈ હતો અને અહીં જાજો રહેતો નહીં માટે એને મેં ભાડે તરીકે લાંબો સમય રાખ્યો. ઘણી વાર રવિ પૂછે મને : આ મકાનમાં દીવાલો બહુ વાર રંગાય છે... પણ, હું તેને મારા જવાબ આપી ને બોલતી જ બંધ કરાવી દઉં.

છેવટે સસ્તા દરે મકાન વેચ્યું અને એક બકરો મળી ગયો..પણ, ક્યાં ખબર હતી કે તેનો મિત્ર જ ભારે હશે ! મારા કેસને શોધી કાઢશે અને મારી સામે આવી જશે.

                  મેં એને કીધું : માણસ ભવિષ્યનું જાણે છે તેના સ્વાર્થ ખાતર, કોઈ ને મજા નથી આવતી પણ તેની મજબૂરી અને તેનું જીવન એવું હોય છે માટે......અને તારા જેવી જીવતી ચુડેલ જ ખાઈ જાય તો માણસ માણસમાં વિશ્વાસ ક્યાં કરવો ? તારામાં બુદ્ધિ હોત તો તું આજે આવે હરકત ના કરતી હોત ! પણ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ !

           મેં એને કીધું : તારો ઢોંગ બંધ કર અને પોલીસ ના શરણે થા.

છેવટે સ્વાતિ એ કબૂલ કર્યું અને તે પોલીસના શરણે ગઈ, રવિ ને છોડી દીધો તે જાણતો જ નહતો માટે અને હું મારા ઘરે જવા નીકળ્યો.

રસ્તામાં, પ્રમુખ મને મળ્યો અને કહ્યું : મારી દીકરી પાછી આવી ગઈ અને મારો દીકરો પણ જેલમાંથી આવી ગયો અને મારી પત્ની ને હવે સારું છે અને હું એ મકાન તને સસ્તામાં વેચવા માંગુ છું.

મને વિચાર આવ્યો : શું હું પણ ભવિષ્ય વેતા બની જાઉં અને હું પણ મારું ભવન ખોલું ?

માણસ એ બે પાસા જેવો છે ( અંદર થી રાક્ષસ અને બહાર થી રામ )

        લોભ, લાલસા, વ્યસન, કામ ને માટે માણસ જીવતો રાક્ષસ બની જાય તો નવાઈ નહીં !


Rate this content
Log in

Similar gujarati story from Crime