ભૂત સિસ્ટરને મદદ
ભૂત સિસ્ટરને મદદ
પૂર્ણિમાની સુંદર મજાની રાત્રી હતી. ચાંદ પોતાની શીતળ ચાંદની રેલાવી રહ્યો હતો. આજુબાજુ વૃક્ષોનાં પાંદડાં માંથી ચળાઇને આવતી ચાંદનીના ચાન્દરડા પણ ખુબ જ મોહક લાગી રહ્યાં હતાં. સોનુ, મોનુ, પપ્પુ ને ટપુ ચારેય મિત્રો હસી ખુશી પસાર થઇ રહ્યાં હતાં. તેઓએ રૂપાળી પણ ગભરાયેલી એવી છોકરીને જોઈ. આપણે તેને મદદ કરવી જોઈએ. એવુ ચારેય મિત્રો એ વિચાર્યુ. જરાય ગભરાતી નહિ બેન. તારે જયાં જવું હશે ત્યાં અમે મુકી જશું. તુ અમારી મનની માનેલી બેન છો. તારુ ધ્યાન રાખવું અમારી ફરજ છે.
એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. વાદળોનો ગડગડાટ,સુકા પાંદડાનો સરસરાટ અને વીજળીનો ચરચરાટ બધું બિહામણું લાગી રહયુ હતું. એકાએક કાળાડિબાંગ વાદળાં અને જોરશોરથી પવન ફૂંકાવા લાગ્યો. પાંદડા ઉપર પગલાંનો અવાજ પણ ભયનું લખલખું લાવી દેતું હતું. ચારેય એકબીજાનાં હાથ પકડીને ચાલી રહ્યાં હતાં. બેન મુજાતી નહિ. કહી હિંમત આપી રહયાં હતાં. એકાએક શિયાળની લાળી અને કૂતરાનો રડવાનો અવાજ પણ સંભળાવા લાગ્યો. વીજળી થતાં આકાશમાં કેટલાય ચામાચીડિયા અને ગીધ ઘુમરી મારી રહ્યાં હતાં. ચારેયને ભય શું કહેવાય તેનો અનુભવ થઈ ગયો.
કોઈ પણ સંજોગોમાં એક બીજાનો હાથ ન છોડવા તેવું નક્કી કરી હનુમાન ચાલીસા બોલતાં બોલતાં તેઓ ચાલતાં જ રહયા. પોતાના અવાજથી પણ પોતાને ડર લાગવા માંડ્યો. અંધારાને લીધે તેઓ ક્યાં જઈ રહ્યા છે ? ક્યાં ચાલી રહ્યા છે ? કશું સમજાતું નહોતું. એકાએક કીચુડડડ અવાજ સંભળાયો. ચારેચાર ડરના માર્યા હોવા છતાં આગળને આગળ ચાલતાં જ રહયાં. એકદમથી ઝાંઝરનો છમછમ મધુર અવાજ. તો એકાએક તીણો દર્દભર્યો કાન ફાડી નાખે તેવો રડવાનો અવાજ. ચારેય મિત્રોએ પોતાના કાન બંધ કરી દીધા. હાથ છૂટી ગયાં. કોણ ક્યાં ગયુ ખબર ન પડી.
એકાએક વિજળી થતાં કબ્રસ્તાનમાં ક્રોસ કરેલી નિશાનીઓ નજરે પડી. આજુબાજુ નજર કરતાં એક વિશાળ ઓળો દ્રશ્યમાન થયો. તે શું હતું ? તેનું અનુમાન પણ થઈ શકતું નહોતું. સવારનો કૂણો સૂર્ય કબ્રસ્તાન ઉપર પડી રહ્યો હતો.તે છોકરીએ પોતાની આપવીતી સંભળાવી. તેનો બળાત્કાર કરી મારીને દાટી દીધી છે. તેની વાત કરી.પોતાને ન્યાય અપાવવા વિનંતી કરી. ચારેય મિત્રો એ માનવતાને આગળ કરી તેની ભૂતબેનને ન્યાય અપાવ્યો.
તે ઓળો શું હતો ? ભૂત, પ્રેત કે કોઈ પડછાયો ?એ યક્ષપ્રશ્ન આજે ઉકલી ગયો. પણ જિંદગીનો એક ડરામણો અને માનવતાને જીવંત રાખતો અનુભવ યાદગાર રહ્યો.

