ભોં ખોતર
ભોં ખોતર
જુનાગઢ પાસે એક ગામ હતું. એક વિધવા બાઈ રહેતી હતી. એક દીકરો અને તે સાથે સૂકો રોટલો ખાઈને પણ મોજથી રહેતા. દિવાળીનો તહેવાર નજીક હતો. છોકરો રોજ ઘરે બીજા છોકરાઓ જે ફટાકડા ફોડતા તે જોઈ રીસાતો. મા ! કેમ છેડા ભેળા કરે તે વિચારતી. બેટા દિવાળી આવે ત્યારે ફટાકડા લેશું એમ કહી મા મન વાળતી. મા ખેતરે કામે જાય અને શેઠના બાકી રૂપિયા ભરતી હતી. એવામાં દિવાળી સાવ નજીક આવી. મા ઘેટાં ચરી ગયેલ ખેતરમાં કોદાળીથી જમીન ઉથલાવીને મગફળી વીણતી બાઈને જોઈ પટેલ બોલ્યા ! આજ દિવાળીના દહાડે ય હજી શું ભોં ખોતર ખોતર કરે છે ! બાઈ એટલું જ બોલી, બાપલા બસો એક રૂપિયા જેટલી થઈ જાય તો ફટાકડાંનો જોગ નીકળી જાય. ભેગું કર્યું તે બધું શેઠે વાળી લીધું. આ મુઓ કાલનો રિસાયો છે !..શું કરવું ?
