Shaurya Parmar

Drama Inspirational Thriller

3  

Shaurya Parmar

Drama Inspirational Thriller

ભિક્ષુક

ભિક્ષુક

2 mins
7.9K


જીવનમાં મિત્રો અવનવા મળે. મને અનેક મિત્રો મળ્યા એમાં એક મિત્રનું નામ હિતેશ હસમુખભાઈ દરજી. સેવાભાવી, હસમુખો, પરદુઃખભંજન એવાં વિશેષણો વાપરી શકાય તેનાં માટે. પણ ક્યારેક ક્યારેક એ એવા કામ સોંપે કે મગજ ચકરાવે ચડી જાય.

એક દિવસ હું શનિવારે શાળાએથી ઘેર આવ્યો. લગભગ 12:30 વાગ્યા હતાં. મેં આવીને હાથ મોં ધોયા એટલામાં દરજી સાહેબનો ફોન આયો ને બોલ્યો, "મારે આજે એક ભિક્ષુકને જમાડવો છે, તું ભિક્ષુક શોધી નાખ." મેં કીધું, "ભાઈ, આટલી કરુણા ક્યાંથી, શું થયું?" એ બોલતો રહ્યો કે, "હું ખાંધલી પહોંચ્યો છું, તું ભિક્ષુક શોધી કાઢ. હું ટિફિન લઈને આવ્યો. એને જવા ના દેતો. ભિક્ષુકને પકડી રાખજે." ભિક્ષુકની સઘન શોધખોળમાં હું જમ્યા વગર નીકળી પડ્યો. એને શોધીને પકડી રાખવો એ અત્યંત અઘરું કામ હતું. પણ સેવાનું કામ એટલે હું પાછો ના પડું.

વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હોય એમ મે ભિક્ષુકને શોધ્યો. અમારે ત્યાં ટેલ નાખવાં સાધુઓ આવે પણ એ દિવસે એ પણ ન'તા દેખાતાં. બે ચાર જગ્યા એ ફર્યો ને ટેલ વાળા સાધુ મળી ગયા. મેં એમને રોકી લીધા. મેં તરત જ દરજીને ફોન કર્યો કે, સફળતા મળી છે. સફળતા રિલાયન્સ ફ્રેશ આગળ મળી છે. એટલામાં જ દરજી સાહેબ ટિફિન લઈને પધાર્યા. ને કોઈ રાજા એની પ્રજાને ભોજન આપતો હોય એમ બોલ્યા, "લો સાધુ મહારાજ જમી લો." મે કીધું રસ્તામાં ક્યાં જમે? હેંડો મારી ઘેર ત્યાં જમી લેજો. પણ પછી જે શબ્દો સાધુએ ઉચ્ચાર્યા એનાથી હું ને દરજી બંને અવાક થઈ ગયા.

સાધુ બોલ્યા, "બચ્ચો, મેરે સાથી મિત્ર ભી મેરે સાથ હૈ. મેં નિવાસસ્થાન પે જાકર, સબકે સાથ મિલકર ખાઉંગા. મેં યે અકેલે નહિ ખા સકતા." એટલું બોલીને જમવાનું લઈને ચાલતાં થઈ ગયાં. અમે જોતાં રહી ગયાં. ભિક્ષુકે કેટલી મોટી વાત કરી!

આ પ્રસંગ માટે દરજી સાહેબનો આભાર!


Rate this content
Log in

Similar gujarati story from Drama